પ્રધાનમંત્રી મોદી 29 જુલાઈ, 2019ને સોમવારે લોક કલ્યાણ માર્ગ પર અખિલ ભારતીય વાઘ આકલન – 2018ના ચોથાં ચક્રનાં પરિણામો જાહેર કરશે.
વાઘ આકલન અભ્યાસ કવરેજ, નમૂનાની સંખ્યા અને કેમેરા ટ્રેપિંગની સંખ્યાની દૃષ્ટિએ વન્યજીવ માટે હાથ ધરવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો સર્વે હોવાનું માનવામાં આવે છે.
ભારત દર ચાર વર્ષે અખિલ ભારતીય વાઘ આકલન હાથ ધરે છે. આ આકલનનાં ત્રણ ચક્ર અનુક્રમે વર્ષ 2006, વર્ષ 2010 અને વર્ષ 2014માં પૂર્ણ થયાં હતા.
સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ પણ જળવાયુ પરિવર્તનની નુકસાનકારક અસર ઘટાડવામાં વાઘનું આર્થિક મૂલ્ય પણ હાથ ધરે છે. કાયદેસર વાઘ સંરક્ષણ યોજના દ્વારા આ પ્રકારનાં હસ્તક્ષેપો અને પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે આ યોજના સંસ્થાગત છે.


