પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બર 2021ના રોજ સવારે 10:30 વાગ્યે વારાણસીમાં ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત અખિલ ભારતીય મેયર્સ કોન્ફરન્સનું ઉદઘાટન અને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. કોન્ફરન્સમાં દેશભરના વિવિધ રાજ્યોના મેયરો ભાગ લેશે. કોન્ફરન્સનો વિષય : “ન્યુ અર્બન ઈન્ડિયા” છે.
શહેરી વિસ્તારોમાં રહેવાની સરળતા સુનિશ્ચિત કરવાનો પ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે. જર્જરિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના અભાવના મુદ્દાઓને ઉકેલવા માટે સરકારે બહુવિધ યોજનાઓ અને પહેલો શરૂ કરી છે. આ પ્રયાસોનું વિશેષ ધ્યાન ઉત્તર પ્રદેશ રાજ્ય રહ્યું છે, જેણે ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં શહેરી લેન્ડસ્કેપમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જોયું છે.
શહેરી વિકાસના ક્ષેત્રમાં ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારની મુખ્ય સિદ્ધિઓ દર્શાવવા માટે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી પણ હાજર રહેશે.