પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી માર્ચ, 2019ના રોજ ગાઝિયાબાદ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિન સમારોહમાં હાજરી આપશે.
ગાઝિયાબાદમાં ઇન્દિરાપુરમ ખાતે 5માં બટાલિયન કેમ્પ ખાતે આયોજિત થનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની પરેડનું નિરીક્ષણ કરશે. ઉપરાંત તેઓ વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓ બદલ પોલીસ અને અગ્નિ સેવા પદકો પણ એનાયત કરશે.
પ્રધાનમંત્રી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કરશે. ત્યારબાદ તેઓ સીઆઈએસએફના જવાનોને સંબોધન કરશે.


