પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

ભૂટાનના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ આભાર, પીએમ શેરિંગ તોબગે."

 

નેપાળના પ્રધાનમંત્રીના ટ્વિટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:

“સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે કૃતજ્ઞતા, પીએમ કેપી શર્મા ઓલી. ભારત અને નેપાળ વચ્ચેના મજબૂત સંબંધો પર તમારી સાથે સંપૂર્ણ સંમત છું.

 

માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, તમારો આભાર. ભારત માલદીવને એક મૂલ્યવાન મિત્ર માને છે અને આપણાં રાષ્ટ્રો અમારા લોકોના હિત માટે સાથે મળીને કામ કરતા રહિશું.”

 

ફ્રાન્સના રાષ્ટ્રપતિના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:

“હું મારા સારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો અમારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે આભાર માનું છું. હું પણ માત્ર તેમની ભારત મુલાકાતને જ નહીં, પરંતુ અમારી વિભિન્ન ક્રિયાપ્રતિક્રિયાઓને પણ પ્રેમપૂર્વક યાદ કરું છું, જેણે ભારત-ફ્રાંસ ભાગીદારીને ખૂબ જ મજબૂતી આપી છે. અમે વધુ વૈશ્વિક ભલાઈ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું."

 

મોરેશિયસના પ્રધાનમંત્રીના ટ્વિટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથનો આભાર. આપણા રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા સતત વધતી જાય અને વધુ બહુપક્ષીય બને.”

 

UAEના PM મહામહિમ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ X પર નીચે મુજબ પોસ્ટ કર્યું:

"તમારી શુભેચ્છાઓ બદલ આભાર @HHShkMohd. ભારત અને UAE વચ્ચેના મજબૂત સંબંધો માટે તમારી વ્યક્તિગત પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. આપણાં રાષ્ટ્રો વર્ષોથી પોષિત મિત્રતાના બંધનને મજબૂત બનાવતા રહેશે."

 

 

ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીની સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓનો જવાબ આપતાં, શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ માટે આભારી, PM @GiorgiaMeloni. ભારત-ઇટાલી મિત્રતા વધતી રહે અને વધુ એક સારા ગ્રહની દિશામાં યોગદાન આપતા રહે.

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સ્વતંત્રતા દિવસ પર તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ ગુયાના સહકારી ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો.

ડૉ. અલીને જવાબ આપતાં શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“તમારી હાર્દિક શુભેચ્છાઓ માટે મહામહિમ @presidentaligy તમારો આભાર. આપણાં લોકો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવા આતુર છીએ.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports

Media Coverage

Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ડિસેમ્બર 2025
December 27, 2025

Appreciation for the Modi Government’s Efforts to Build a Resilient, Empowered and Viksit Bharat