શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે વિશ્વ બેંકના વડા શ્રી જિમ યોંગ કિમ તરફથી ફોન આવ્યો હતો.

શ્રી કિમે વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ભારતનો ક્રમ ઐતિહાસિક પ્રરીતે ઉપર જવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, એ વાત પ્રશંસનીય છે કે, અંદાજે 1.25 બિલિયન લોકોના રાષ્ટ્રએ માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં 65 ક્રમની હરણફાળ ભરી છે.

શ્રી કિમે ઉમેર્યું કે વ્યાપક રૂપમાં જોઈએ તો આ બાબત પ્રધાનમંત્રી મોદીની અડગ કટિબદ્ધતા અને નેતૃત્વના કારણે જ શક્ય બની શકી છે. તેમણે આ સિદ્ધિને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી હતી.

શ્રી કિમે આ પ્રસંગે તાજેતરમાં પ્રધાનમંત્રીને મળેલા યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ અને સીઓલ શાંતિ પુરસ્કાર સહિતના પુરસ્કારોને પણ યાદ કર્યા અને તેમના માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી કિમે વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં ભારતના પ્રયાસોને વિશ્વ બેંકનો દ્રઢ અને સતત સહકાર મળતો રહેશે તેની ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેના ભારતના પ્રયાસોમાં સતત માર્ગદર્શન આપવા બદલ વિશ્વ બેંકના વડાનો આભાર માન્યો હતો, તેમણે ભારત માટે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેની ઝુંબેશમાં વિશ્વ બેંકનો દ્વારા અપાયેલા આ ક્રમાંકને ભારત માટે પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો.

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
BHIM UPI goes international; QR code-based payments demonstrated at Singapore FinTech Festival

Media Coverage

BHIM UPI goes international; QR code-based payments demonstrated at Singapore FinTech Festival
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Here are the Top News Stories for 14th November 2019
November 14, 2019
શેર
 
Comments

Top News Stories is your daily dose of positive news. Take a look and share news about all latest developments about the government, the Prime Minister and find out how it impacts you!