શેર
 
Comments
હું આશા વ્યક્ત કરું છું કે કાર્યવાહી સરળ રહેશે અને સભ્યો વચ્ચે નિખાલસ તેમજ લંબાણપૂર્વક ચર્ચાઓ થશે" વડાપ્રધાન મોદી
આપણે વધુ મહેનત કરીએ અને બાકી રહેલા સંસદીય કાર્યોને પૂર્ણ કરીએ: વડાપ્રધાન મોદી
પક્ષના વિચારો કરતા રાષ્ટ્રીય મહત્ત્વના વિષયો સદા મહત્ત્વ ધરાવશે તેવી આશા: વડાપ્રધાન મોદી

નમસ્કાર સાથીઓ, શિયાળુ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આ સત્ર મહત્વપૂર્ણ છે. સરકાર તરફથી ઘણા મહત્વપૂર્ણ વિષયો, જે જનહિતમાં છે, દેશહિતમાં છે અને સૌનો પ્રયત્ન રહે કે જેટલા વધુમાં વધુ કાર્યો અમે જનહિતમાં કરી શકીએ, લોકહિતમાં કરી શકીએ. મને વિશ્વાસ છે કે સદનનાં બધા સભ્યો આ ભાવનાનો આદર કરીને આગળ વધશે. અમારો નિરંતર પ્રયત્ન રહે છે કે બધા વિષયો પર ચર્ચા થાય. ખૂલીને ચર્ચા થાય, તેજ–તર્રાર ચર્ચા થાય, તીખી તમતમતી ચર્ચા થાય, પણ ચર્ચા થાય. વાદ થાય, વિવાદ થાય, સંવાદ થાય, એ થવો જ જોઈએ અને એટલા માટે અમારી વિનંતી રહેશે, અમારો આગ્રહ રહેશે કે સદન નિર્ધારિત સમય કરતા પણ વધુ સમય કામ કરે. બધા જ મહત્વપૂર્ણ વિષયોને પરિણામો સુધી પહોંચાડે. ચર્ચા કરીને તેને વધુ સાર્થક બનાવવા માટે અને વધુ મજબૂત બનાવવા માટેનો પ્રયાસ થાય અને મને વિશ્વાસ છે કે બધા જ રાજનૈતિક પક્ષો જે મે મહિનામાં આવી રહેલી પરીક્ષા માટે સજ્જ થઈ રહ્યા છે, તો જરૂરથી જનતા જનાર્દનનું ધ્યાન રાખીને આ સત્રનો સર્વાધિક ઉપયોગ જનહિત માટે કરશે, પક્ષના હિત માટે નહિં કરે. આ વિશ્વાસ સાથે મારી સૌને ખૂબ–ખૂબ શુભકામનાઓ.

ધન્યવાદ!

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Micron begins construction of $2.75 billion semiconductor plant in Gujarat

Media Coverage

Micron begins construction of $2.75 billion semiconductor plant in Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM shares glimpses of his interaction with ground level G20 functionaries
September 23, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi interacted with G20 ground level functionaries at Bharat Madapam yesterday.

Many senior journalists posted the moments of the interaction on X.

The Prime Minister reposted following posts