Quoteમહારાષ્ટ્રમાં પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) ના લાભાર્થીઓને ચાવીઓ સોંપીને ગૃહપ્રવેશ કરાવતા વડાપ્રધાન મોદી
Quoteદશેરાના પાવન અવસરે લોકો વચ્ચે રહીને મને ઉર્જા અને દેશના ભલા માટે કાર્ય કરવાનો નવીન ઉત્સાહ મળે છે: વડાપ્રધાન મોદી
Quoteશ્રી સાઈબાબાની શિખામણ આપણને મજબૂત અને એક સમાજ બનાવવાનો અને માનવતાની પ્રેમ સાથે સેવા કરવાનો મંત્ર આપે છે.: વડાપ્રધાન મોદી
Quoteલોકોને પોતાનું ઘર મળે એ ગરીબી સામેની લડાઈ માટે ઘણું મોટું પગલું છે: વડાપ્રધાન મોદી
Quoteછેલ્લા ચાર વર્ષમાં અમારી સરકારે 1.25 કરોડથી પણ વધુ આવાસો બાંધ્યા છે: વડાપ્રધાન મોદી
Quoteરાજ્યને ખુલ્લામાં શૌચમુક્ત કરવા માટે મહારાષ્ટ્રના લોકોની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદી
Quoteઆયુષ્માન ભારત (PMJAY) હેઠળ આધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે: વડાપ્રધાન મોદી
Quoteવડાપ્રધાન મોદીએ દુષ્કાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર માટે સરકારે કરેલા પ્રયાસોની રૂપરેખા આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં શિરડીની મુલાકાત લીધી હતી.

તેમણે એક જાહેર સભામાં શ્રી શિરડી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટનાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શિલાન્યાસ કરવાનાં પ્રતીકરૂપે એક તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે શ્રી સાંઇબાબા સમાધિનાં શતાબ્દી વર્ષની ઉજવણીની યાદમાં ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો.

|

શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં લાભાર્થીઓનાં ગૃહપ્રવેશની ઉજવણી સ્વરૂપે તેઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં સતારા, લાતુર, નંદુરબાર, અમરાવતી, થાણે, સોલાપુર, નાગપુર જેવા વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ લાભાર્થીઓમાંથી મોટાં ભાગે મહિલાઓ હતી, જેમણે નવાં સારાં ગુણવત્તાયુક્ત મકાનો, ધિરાણ સરળતાપૂર્વક ઉપલબ્ધ કરાવવા અને પીએમએવાય-જી સાથે સંકળાયેલી ભ્રષ્ટાચારમુક્ત પ્રક્રિયાઓ બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. પછી પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધન કર્યું હતું.

|

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તમામ ભારતીયોને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, દશેરાનાં પવિત્ર પ્રસંગ દરમિયાન લોકો વચ્ચે રહેવાથી તેમને ઊર્જા મળી છે અને દેશ માટે વધુ સારું કામ કરવા નવું જોમ અને જુસ્સો મળ્યો છે.

|

સમાજમાં શ્રી સાંઇબાબાનાં પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનાં ઉપદેશોએ આપણને મજબૂત એકતાંતણે બંધાયેલા સમાજનું નિર્માણ કરવાનો અને પ્રેમ સાથે માનવતાની સેવા કરવાનો સંદેશ કે મંત્ર આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, શિરડી હંમેશા જનસેવાનું ધામ ગણાય છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટે સાંઇબાબે પ્રશસ્ત કરેલા માર્ગનું અનુકરણ કર્યું છે. તેમણે શિક્ષણ મારફતે સમાજને સક્ષમ બનાવવામાં અને આધ્યાત્મિક ઉપદેશો સાથે વિચારોમાં પરિવર્તન લાવવા બદલ ટ્રસ્ટનાં પ્રદાનની પ્રશંસા પણ કરી હતી.

|

દશેરાનાં પવિત્ર દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી) હેઠળ 2 લાખથી વધારે લાભાર્થીઓને નવા મકાનો સુપરત કરવાની ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગરીબી સામે લડાઈ લડવાની દિશામાં મોટું પગલું છે. વર્ષ 2022 સુધી “તમામ માટે મકાન” સુનિશ્ચિત કરવામાં સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં સરકારે 1.25 કરોડ મકાનોનું નિર્માણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે એવું પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક મકાન સારી ગુણવત્તાનાં હોવાની સાથે એમાં શૌચાલય, ગેસ કનેક્શન અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ છે.

|

જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને રાજ્યને ખુલ્લામાં મળોત્સર્જનમાંથી મુક્ત કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે મહારાષ્ટ્ર સરકારની સ્વચ્છ ભારત અભિયાન સાથે સંબંધિત વિવિધ કામગીરીઓ માટે પ્રશંસા પણ કરી હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ યોજનાનો લાભ આશરે એક લાખ લોકોને મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમજેએવાય હેઠળ આધુનિક તબીબી માળખાગત સુવિધા તૈયાર થઈ રહી છે.

|

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દ્વારા દુષ્કાળનો સામનો કરવા માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કૃષિ સિંચાઈ યોજના અને ફસલ બિમા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો તથા મહારાષ્ટ્ર સરકારનાં જલયુક્ત શિબિર અભિયાનની પ્રસંસા પણ કરી હતી. તેમણે મહારાષ્ટ્ર સરકારે હાથ ધરેલ સિંચાઈ કેનાલોનાં નિરાકરણમાં જનભાગીદારીની પ્રશંસા પણ કરી હતી.

|

બી આર આંબેડકર, જ્યોતિરાવ ફૂલે અને છત્રપતિ શિવાજીનાં ઉપદેશોને યાદ કરીને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને તેમનાં ઉદાત્ત વિચારો અને બોધપાઠોને અનુસરવા જણાવ્યું હતું તેમજ મજબૂત અવિભાજીત સમાજ ઊભો કરવા કામ કર્યું હતું. તેમણે લોકોને સબ કા સાથ, સબ કા વિકાસ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત હાંસલ કરવા કામ કરવા લોકોને વિનંતી કરી હતી.

દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ શ્રી સાંઇબાબા સમાધિ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેમણે શ્રી સાંઇબાબા શતાબ્દી ઉજવણીનાં સમાપન સમારંભમાં પણ હાજરી આપી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

  • Mala Vijhani December 06, 2023

    Jai Hind Jai Bharat!
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 03, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India beats Japan to become third-largest solar energy generator: Minister Pralhad Joshi

Media Coverage

India beats Japan to become third-largest solar energy generator: Minister Pralhad Joshi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM appreciates the visit of Shri Omar Abdullah to the iconic Statue of Unity at Kevadia, Gujarat
July 31, 2025

The Prime Minister, Shri Narendra Modi, today welcomed and appreciated the visit of Shri Omar Abdullah to the Sabarmati Riverfront and the iconic Statue of Unity at Kevadia, Gujarat.

Responding to a post on X by Chief Minister of Jammu & Kashmir, Shri Omar Abdullah, the PM said:

“Kashmir to Kevadia!

Good to see Shri Omar Abdullah Ji enjoying his run at the Sabarmati Riverfront and visiting the Statue of Unity. His visit to SoU gives an important message of unity and will inspire our fellow Indians to travel to different parts of India.

@OmarAbdullah”