શેર
 
Comments
The thoughts and ideals of Bapu have the power to help us overcome the menace of terrorism and climate change, two challenges humanity faces in these times: PM
Through his lifestyle, Bapu showed what living in harmony with nature is: PM Modi

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિઓલમાં યોનસેઈ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધી અર્ધપ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રજાસત્તાક કોરિયાનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇન, પ્રજાસત્તાક કોરિયાની પ્રથમ મહિલા કિમ જૂંગ-સૂક અને સંયુક્ત રાષ્ટ્રનાં પૂર્વ મહાસચિવ શ્રી બાન કી-મૂન ઉપસ્થિત હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોનસેઈ યુનિવર્સિટીમાં બાપૂની અર્ધપ્રતિમાનાં લોકાર્પણ કરવાને પોતાનું સન્માન ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રસંગ વધારે વિશેષ પણ છે, કારણ કે જ્યારે આપણે બાપૂની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે આ લોકાર્પણ કર્યું છે.

અત્યારે માનવજાત સામેના બે સૌથી મોટા પડકારો, આતંકવાદ અને જળવાયું પરિવર્તન જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવામાં બાપૂનાં વિચારો અને આદર્શો આપણી મદદ કરે શકે એવી ક્ષમતા તેમાં હતી.

પોતાની જીવનશૈલી મારફતે બાપૂએ પ્રકૃતિ સાથે સંકલન સ્થાપિત કરીને કેવી રીતે જીવવું અને વ્યક્તિ કેવી રીતે કાર્બન ડાયોકસાઇડનું ઓછામાં ઓછું ઉત્સર્જન કરી શકાય એ દર્શાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, બાપૂએ ભવિષ્યની પેઢીઓને હરિયાળી અને સ્વચ્છ પૃથ્વી પ્રદાન કરવાનું મહત્વપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું.

યોનસેઈ યુનિવર્સિટી દક્ષિણ કોરિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.

મહાત્મા ગાંધી દક્ષિણ કોરિયામાં વૈશ્વિક શાંતિનાં પ્રતિક તરીકે પૂજાય છે.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey

Media Coverage

Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 17th January 2022
January 17, 2022
શેર
 
Comments

FPIs invest ₹3,117 crore in Indian markets in January as a result of the continuous economic comeback India is showing.

Citizens laud the policies and reforms by the Indian government as the country grows economically stronger.