Shri Narendra Modi campaigns in Srinagar & Pithoragarh districts of Uttarakhand
Congress has turned ‘Dev Bhoomi’ into “Loot Bhoomi: Shri Modi
Samajwadi party & Congress ruined Uttarakhand. They played with aspirations of people here: PM
Dev Bhoomi can attract tourists from all over the country. This land has so much potential for tourism sector to flourish: PM
Congress did not even note the difficulties our ex-servicemen faced: PM Modi
Why development projects are stalled in Uttarakhand? This has badly hit progress of the state: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીનગર અને ઉત્તરાખંડમાં પિથોરગઢમાં જાહેર રેલીઓને સંબોધી હતી.

પ્રધાનમંત્રી મોદીએ રેલીનો સંબોધતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના ઉત્તરાખંડની રચનામાં પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અટલજીએ ત્રણ રાજ્યોની રચના કરી હતી – છત્તિસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ. છત્તિસગઢ અને ઝારખંડ બંનેએ ભાજપના શાસનમાં પ્રગતિ કરી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોંગ્રેસે રાજ્ય તરીકે ઉત્તરાખંડની રચનાનો શા માટે વિરોધ કર્યો હતો? જે લોકો અહીંના લોકોના વિકાસનો વિચાર કરી શકતાં નથી, તેઓ કેવી રીતે શાસન કરી શકે?”

પ્રધાનમંત્રીએ વિરોધ પક્ષોની મજાક ઉડાવતાં કહ્યું હતું કે, “સમાજવાદી પક્ષ અને કોંગ્રેસે ઉત્તરાખંડને પાયમાલ કરી નાંખ્યું છે. તેઓ અહીંના લોકોની આકાંક્ષા સાથે રમત રમ્યાં છે”

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડમાં પ્રવાસનની સંભવિતતા વિશે બોલતાં કહ્યું હતું કે, “દેવ ભૂમિ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓને આકર્ષી શકે છે. આ ભૂમિમાં પ્રવાસન ક્ષેત્રને ખીલવા માટે ઘણી તક રહેલી છે”

શ્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શ્રેષ્ઠ માર્ગો સાથે ચાર ધામને જોડવા માટે રૂ. 12,000 કરોડની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરાખંડ તમામ હવામાનમાં ખુલ્લાં રહે એવા માર્ગો સાથે સમગ્ર દેશ સાથે જોડાય એવું અમે ઇચ્છીએ છીએ. અમે ચાર ધામ માટે રૂ. 12,000 કરોડની ફાળવણી કરી છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અને તેના અર્થતંત્રનો વિકાસ તેમની સરકાર માટે સર્વોપરી છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે કોઈ વ્યક્તિ યોગનો વિચાર કરે છે, ત્યારે તેને હરિદ્વાર અને ઋષિકેશની યાદ આવે છે. અમે યોગ્ય માળખું વિકસાવીને ક્ષેત્રને વેગ આપીશું.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “વિશ્વ સંપૂર્ણ હેલ્થકેર તરફ વળ્યું છે. ઉત્તરાખંડ આ ક્ષેત્રમાં પ્રદાન કરવાની ઘણી સંભવિતતા ધરાવે છે.”

શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉની સરકારે આપણા સૈનિકો માટે કશું કર્યું નહોતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસે આપણા નિવૃત્ત સૈનિકોની મુશ્કેલીઓની નોંધ પણ લીધી નહોતી! જે લોકો દેશ માટે લડ્યાં હતાં તેમની સામે આ પ્રકારનો વ્યવહાર કેવી રીતે ચલાવી શકાય?” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોંગ્રેસે વન રેન્ક, વન પેન્શન સ્કીમની મજાક ઉડાવી હતી. અમે સરકારમાં આવ્યાં પછી સ્કીમનો અમલ થયો હતો.”

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ 70 વર્ષથી દેશને લૂંટ્યો છે અને તે સતત ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે ભ્રષ્ટાચાર સામે મજબૂત પગલાં લીધા હતા અને થોડાં લોકો ઊંચાનીચા થઈ ગયા છે. જે લોકોએ દેશનો લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે.” પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, “ગરીબોને ફાયદો થાય તેવા નિર્ણયો લેવામાં પીછેહટ કરવામાં નહીં આવે. દરેક મુશ્કેલીનો સામનો કરીશું, પણ કોઈને ગરીબોની આકાંક્ષા સાથે રમત રમવા દેવામાં નહીં આવે. 

પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, તેમની સરકાર ઉત્તરાખંડની જનતાને શ્રેષ્ઠ જીવન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર ગરીબોની સેવા કરવા પ્રતિબદ્ધ છે. અમે ગરીબોને ગેસ કનેક્શન આપ્યાં છે. તેનાથી કેટલાંક ગ્રામીણ કુટુંબોને લાભ થયો છે

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરાખંડને વિકાસની જરૂર છે, પણ વર્તમાન રાજ્ય સરકાર આ સંબંધમાં કશું કરતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, “મને નવાઈ લાગે છે કે બહુ ઓછા લોકો હરદા ટેક્સ વિશે બોલે છે! પણ વિકાસલક્ષી પ્રોજેક્ટ શા માટે સ્થગિત થઈ ગયા છે? તેનાથી રાજ્યની પ્રગતિને ફટકો પડ્યો છે.

આ સભામાં ભાજપના કેટલાંક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યાહતાં.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tier-2 cities power India’s 2025 hiring boom as job market grows 23%

Media Coverage

Tier-2 cities power India’s 2025 hiring boom as job market grows 23%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi