પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેટવર્ક-18 રાઇઝીંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું હતું.

તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમને દેશને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અથવા રાષ્ટ્રીય સમર સ્મારકનું લોકાર્પણ કર્યા પછી તરત જ “રાઇઝીંગ ઇન્ડિયા” વિષય પર બોલવાની તક મળી છે. તેમણે કહ્યું હતું કે, આ સમિટનો વિષય – રાજકારણથી ઉપર: રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ નક્કી કરવી (Beyond Politics: Defining National Priorities) – અતિ મહત્વપૂર્ણ વિષયોમાંનો એક વિષય છે.

તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભૂતકાળ અને વર્તમાનની સ્થિતિ વચ્ચેનો વિરોધભાસ જણાવીને આ વિષય પર આગળ વધશે, જેથી જ્યારે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે, ત્યારે કેવા પરિણામો હાંસલ થઈ શકે છે એની જાણકારી મળી શકે.

તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે વર્ષ 2014 અગાઉ મોંઘવારી અને આવકવેરાનાં દરોમાં વધારો થયો હતો, જ્યારે જીડીપીનો વૃદ્ધિનો દર ઓછો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે મોંઘવારી અને રાજકોષીય ખાધ પણ ઓછી છે, હવે જીડીપીની વૃદ્ધિ 7-8 ટકાની રેન્જમાં ફરી આવી ગઈ છે અને તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આવકવેરાની વાત છે, તો લોકોને પણ રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની શાખમાં થયેલા વધારા વિશે તેમણે કહ્યું હતું કે, એક વાર એકવીસમી સદીને ભારતની સદી ગણાવવામાં આવી હતી. પણ વર્ષ 2013 સુધીમાં ભારતનું અર્થતંત્ર દુનિયાનાં “પાંચ સૌથી નબળાં અર્થતંત્રો”માં સામેલ થઈ ગયું હતું. અત્યારે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રમાંનું એક છે.

વેપારવાણિજ્ય સરળ કરવાનાં મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2011માં 132મો ક્રમાંક ધરાવતું હતું અને વર્ષ 2014માં 142માં ક્રમાંકે પહોંચી ગયું હતું. અત્યારે આપણો ક્રમાંક 77મો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વેપારવાણિજ્યમાં સરળતાનાં ક્રમાંકમાં થયેલા પતન માટે ભ્રષ્ટાચાર જવાબદાર હતો. આ સંદર્ભમાં તેમણે વિવિધ કૌભાંડોનો ઉલ્લેખ કર્યો હતો, જે એ સમયે હેડલાઇન બનતી હતી અને તેમાં કોલસા કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને સ્પેક્ટ્રમ કૌભાંડ વગેરે સામેલ હતાં.

તેમણે સમજાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જન ધન યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત 34 કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ ખાતાઓને આધાર નંબર અને મોબાઇલ ફોનનાં નંબર સાથે જોડવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, અત્યારે આશરે 425 કલ્યાણકારી યોજનાઓ હેઠળ સરકારી સહાયો સીધી લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં હસ્તાંતરિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, લાભાર્થીઓને છ લાખ કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, 8 કરોડ બનાવટી લાભાર્થીઓનાં નામ કમી કરવામાં આવ્યાં છે, જેથી 1.1 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આયુષ્માન ભારત યોજનામાં કોઈ પણ પ્રકારનાં ભ્રષ્ટાચારને અવકાશ નથી, કારણ કે નાણાં સીધા હોસ્પિટલનાં એકાઉન્ટમાં હસ્તાંતરિત થાય છે. લાભાર્થીઓ આધાર કાર્ડ ધરાવે છે અને તેમની પસંદગી વર્ષ 2015નાં સામાજિક-આર્થિક સર્વેક્ષણને આધારે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, એ જ રીતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ભ્રષ્ટાચાર શક્ય નથી, જેમાં આશરે 12 કરોડ ખેડૂતોને સહાય સીધી એમનાં ખાતામાં મળશે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં બનસાગર ડેમ અને ઝારખંડમાં મંડલ ડેમ જેવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ખર્ચમાં મોટા વધારો જોવા મળ્યો હતો, કારણ કે દાયકાઓથી આ બંને પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિલંબ માટે પ્રામાણિક કરદાતાઓને નુકસાન ઉઠાવવું પડ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ પોતે પ્રગતિ પહેલ હેઠળ રૂ. 12 લાખ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજક્ટની પ્રગતિની સમીક્ષા કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વમાં અનેક પ્રોજક્ટ શરૂ થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે પૂર્વ ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રોજગારી પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રમાં સામેલ છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી પર છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, ગરીબીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. માળખાગત સુવિધાઓમાં અગાઉ કરતાં વધારે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, વિકાસ સાથે સંબંધિત આ તમામ પ્રકારની કામગીરી રોજગારીની તકોમાં વધારો થયા વિના શક્ય નથી.

તેમણે વ્યાવસાયિકોની સંખ્યામાં વધારો થયા વિશે અને કમર્શિયલ વાહનોનાં વેચાણમાં વધારા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 15 કરોડથી વધારે ઉદ્યોગસાહસિકોને 7 લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની લોન આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, એનાથી પણ રોજગારીનાં સર્જનને વેગ મળશે. પ્રધાનમંત્રીએ ઇપીએફઓનાં ધારકોની સંખ્યામાં વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનાં નિર્માણમાં અને રચનાત્મક વાતાવરણ ઊભું કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology