ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી પી વી નરસિંહરાવને તેમની જન્મજયંતીએ યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી પી વી નરસિંહરાવને યાદ કરી રહ્યો છું. શ્રી રાવ સાર્વત્રિકરીતે સન્માન પામેલા મુત્સદી હતા જેમણે ભારતના ઇતિહાસના નાજુક સમયે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. અદ્ભુત હોંશિયારીના આશિર્વાદ પામેલા રાવ નામાંકિત વિદ્વાન પણ હતા.