પુસ્તક ‘ટાયરલેસ વોઈસ રીલેન્ટલેસ જર્ની – અ કલેક્શન ઓફ સ્પીચીઝ એન આર્ટીકલ્સ ઓફ વેંકૈયા નાયડુ’નું આજે વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે, શ્રી મોદીએ કહ્યું કે 2017-2022 દેશ માટે અતિશય મહત્ત્વના પાંચ વર્ષ રહેશે.
શ્રી મોદીએ કહ્યું, “આપણે સંસદનું સન્માન મજબૂત કરવા તેમજ વધારવા માટે આપણા પ્રયાસો કરવા જોઈએ.” સંસદના ઉપલા ગૃહમાં આપણને વેંકૈયાજી જેવા નેતા માર્ગદર્શન આપશે તે આપણા માટે આનંદની બાબત રહેશે."


