શેર
 
Comments
PM Modi describes India’s democratic system of governance as a great teacher, which inspires over 125 crore people
The teachings of the Vedas, which describe the entire world as one nest, or one home, are reflected in the values of Visva Bharati University: PM
India and Bangladesh are two nations, whose interests are linked to mutual cooperation and coordination among each other: PM Modi
Gurudev Rabindranath Tagore is respected widely across the world; he is a global citizen: PM Modi
Institutions such as Visva Bharati University have a key role to play in the creation of a New India by 2022: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદીએ શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને નેતાઓએ મુલાકાત પોથીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ભારતના લોકતંત્રીક શાસન પ્રણાલીને એક મહાન શિક્ષક તરીકે ગણાવી કે જે 125 કરોડથી વધુ લોકોને પ્રેરણા પૂરી પાડે છે. તેમણે કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની આ પવિત્ર ભૂમિ પર આટલા વિદ્વાન લોકોની વચ્ચે હાજર રહેવું એ તેમનું સૌભાગ્ય છે.

તેમણે આજે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, તે તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આ વિશ્વવિદ્યાલયમાં ભણ્યાં છે તેમણે માત્ર એક પદવી જ પ્રાપ્ત નથી કરી પરંતુ તેઓ એક મહાન પરંપરાના વારસદાર પણ બન્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વેદોની શિક્ષા કે જે સમગ્ર વિશ્વને એક માળા તરીકે અથવા એક ઘર તરીકે ઓળખાવે છે તે વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના મુલ્યોમાં પ્રતિબિંબિત થતી જોવા મળે છે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને આવકારતા તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ એ બે રાષ્ટ્રો છે કે જેમના હિતો એકબીજા સાથે પારસ્પરિક સહયોગ અને સંકલન સાથે જોડાયેલા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર એ સમગ્ર વિશ્વમાં સન્માનનીય છે. તેમણે યાદ કર્યું કે ત્રણ વર્ષ અગાઉ તજાકિસ્તાનમાં તેમને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી હતી. તેમણે કહ્યું કે ટાગોર એ આજે પણ સમગ્ર વિશ્વના વિશ્વવિદ્યાલયઓમાં અભ્યાસ કરવા માટેનો એક વિષય છે. તેમણે ગુરુદેવને વૈશ્વિક નાગરિક તરીકે ઓળખાવ્યા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હંમેશા ઈચ્છતા હતા કે ભારતીય વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વના વિકાસમાં તાલ મિલાવીને ચાલે અને તેમ છતાં તેઓ તેમની ભારતીયતાને જાળવી રાખે. તેમણે નજીકના ગામડાઓમાં કૌશલ્ય વિકાસ અને શિક્ષણ પર વિશ્વભારતી વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો માટે તેમની પ્રશંસા કરી. તેમણે વિશ્વવિદ્યાલયને પ્રોત્સાહન આપ્યું કે તેના આગામી 2021ના વર્ષમાં આવનારા શતાબ્દી સમારોહ સુધીમાં તેમના આ પ્રયત્નને 100 ગામડાઓ સુધી પહોંચાડે. તેમણે વિશ્વવિદ્યાલયને આ તમામ 100 ગામડાઓનાં સંપૂર્ણ વિકાસ પર કામ કરવા માટેનું પણ આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2022 સુધીમાં નવા ભારતના નિર્માણ માટે વિશ્વભારતી વિશ્વવિદ્યાલય જેવા સંસ્થાનોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલ પહેલોની પણ રૂપરેખા આપી હતી.

બાંગ્લાદેશ ભવનના ઉદઘાટન પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ તેને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોના પ્રતિક સમાન ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે આ વિશ્વવિદ્યાલય અને આ પવિત્ર ભૂમિનો ઈતિહાસ એવો છે કે જેણે ભારત અને બાંગ્લાદેશ બંનેની આઝાદીની ચળવળને જોઈ છે. તેમણે ઉમેર્યું કે તે બંને દેશના સહભાગી વારસાનું પ્રતિક છે.
તેમણે કહ્યું કે બંગબંધુ શેખ મુજીબુર રેહમાન ભારત અને બાંગ્લાદેશ બંનેમાં એકસમાન રીતે આદરણીય છે. તે જ રીતે, તેમણે ઉમેર્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીને બાંગ્લાદેશમાં પણ એટલું જ સન્માન મળે છે જેટલું ભારતમાં મળે છે.

એ જ દિશામાં, તેમણે કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર બાંગ્લાદેશના પણ એટલા જ છે જેટલા તેઓ ભારતના છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું ધ્યેયસૂત્ર વૈશ્વિક માનવતા એ કેન્દ્ર સરકારના માર્ગદર્શક સિદ્ધાંત “સૌનો સાથ સૌનો વિકાસ”માં પ્રતિબિંબિત થતું જોવા મળે છે. તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશની ક્રૂરતા અને આતંકવાદ વિરુદ્ધની સહભાગી પ્રતિબદ્ધતાઓ બાંગ્લાદેશ ભવનના માધ્યમથી આવનારા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે ગયા વર્ષે બાંગ્લાદેશ દ્વારા નવી દિલ્હીમાં ભારતીય સૈનિકોનાં કરવામાં આવેલા સન્માનને પણ યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષો સુવર્ણ કાળ તરીકે સાબિત થયા છે. તેમણે સરહદી જમીનના મુદ્દા અને બાકી અન્ય જોડાણની પરિયોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ખાતરી આપી હતી કે બંને દેશોના લક્ષ્ય એકસમાન છે અને તે લક્ષ્યાંકોને પુરા કરવા માટે તેઓ એકસમાન રસ્તો અપનાવી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Digital transformation: Supercharging the Indian economy and powering an Aatmanirbhar Bharat

Media Coverage

Digital transformation: Supercharging the Indian economy and powering an Aatmanirbhar Bharat
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM praises German Embassy's celebration of Naatu Naatu
March 20, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi praised the Video shared by German Ambassador to India and Bhutan, Dr Philipp Ackermann, where he and members of the embassy celebrated Oscar success of the Nattu Nattu song. The video was shot in Old Delhi.

Earlier in February, Korean embassy in India also came out with a video celebrating the song

Reply to the German Ambassador's tweet, the Prime Minister tweeted :

"The colours and flavours of India! Germans can surely dance and dance well!"