શેર
 
Comments
ટ્રાન્સપોર્ટેશન એ કોઇપણ શહેર કે દેશના વિકાસની ચાવી છે. ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં શહેરીકરણ તેજગતિથી આગળ વધી રહ્યું છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સરકારના જ્યારે 2022માં ભારત પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરે ત્યારે દરેક માટે ઘરના સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો
2014 પછી અમે નિર્ણય લીધો કે મેટ્રો લાઈન બિછાવવાની ગતિ તેમજ તેના સ્તરમાં પણ વધારો કરવામાં આવે: વડાપ્રધાન
અમારી સરકાર મધ્યમવર્ગીય લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો સતત પ્રયાસ કરી રહી છે: વડાપ્રધાન મોદી
કેન્દ્ર સરકાર વિકાસના પથ પર આગળ વધી રહી છે. દેશનો કોઇપણ ખૂણો, ગામ કે પછી શહેર વિકાસથી વણસ્પર્શ્યું ન રહેવું જોઈએ: વડાપ્રધાન મોદી
અમારા પ્રયાસો દ્વારા અમે ગરીબોના હાથ મજબૂત કરી રહ્યા છીએ, તેમના જીવનમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવી રહ્યા છીએ: વડાપ્રધાન
છેલ્લા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રો નેટવર્ક બિછાવવા માટે અસંખ્ય નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે: વડાપ્રધાન મોદી

મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

મુંબઈ અને થાણે, દેશનો એ ભાગ છે જેણે દેશના સપનાઓને સાકાર કરવામાં મદદ કરી છે. નાના-નાના ગામડાઓ,કસબાઓથી આવેલા સામાન્ય લોકોએ અહિં મોટું નામ કમાયા છે; ગૌરવાન્વિત થયા છે. અહિયાં જન્મ લેનારાઓ,અહિયાં રહેનારાઓનું હૃદય એટલ વિશાળ છે કે સૌને પોતાના દિલમાં જગ્યા આપી છે. એટલે જ તો અહિયાં સમગ્ર ભારતની એક તસ્વીર એક જ જગ્યાએ જોવા મળે છે. જે પણ અહિં આવે છે તે મુમ્બૈયા રંગમાં રંગાઈ જ જાય છે; મરાઠી પરંપરાનો હિસ્સો બની જાય છે.

ભાઈઓ અને બહેનો, આજે મુંબઈનો વિસ્તાર થઇ રહ્યો છે, ચારેય બાજુ વિકાસ થઇ રહ્યો છે; પરંતુ તેની સાથે-સાથે અહિનાં સંસાધનો પર પણ દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને અહિંની પરિવહન પ્રણાલી, રસ્તાઓ અને રેલ વ્યવસ્થા પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા વીતેલા ચાર સાડા ચાર વર્ષોમાં મુંબઈ અને થાણે સહિત તેની સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં પરિવહન પ્રણાલીને વધુ સારી કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે પણ અહિયાં જે ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં બે મેટ્રો લાઈનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત થાણેમાં 90 હજાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની માટે પોતાના ઘરોના નિર્માણ સાથે જોડાયેલ પ્રોજેક્ટની પણ શરૂઆત આજે કરવામાં આવી છે.

સાથીઓ, વાહનવ્યવહાર કોઇપણ શહેર, કોઇપણ દેશના વિકાસની મહત્વપૂર્ણ કડી હોય છે. ભારત તો દુનિયાના તે દેશોમાંનો એક છે જ્યાં ઝડપી ગતિએ શહેરીકરણ થઇ રહ્યું છે.

હમણાં તાજેતરમાં જ એક સંશોધન સામે આવ્યું છે કે આવનારા દાયકામાં દુનિયાના ટોચના દસ, સૌથી ઝડપથી વિકસિત થતા શહેરોમાં તમામ દસે દસ શહેરો ભારતના શહેરો છે. એટલેકે દેશ જેટલી ઝડપે વિકાસની ગતિને પકડી રહ્યો છે, તેનો એક મજબૂત હિસ્સો આપણા શહેરમાં રહેનારા લોકો પણ છે.

મુંબઈ તો આમ પણ દેશની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે અને આવનારા સમયમાં તેનો વધુ વિસ્તાર થવાનો છે.એટલા માટે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બની, ત્યારે અમે અહિંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું.

મુંબઈ લોકલ માટે સેંકડો કરોડની ફાળવણી કરી. અહિંનાં જુના રેલવે બ્રીજોનું નવીનીકરણ કરવામાં આવ્યું. મુંબઈ લોકલ સિવાય પણ ટ્રાન્સપોર્ટના બીજા માધ્યમોનો વિસ્તાર કરવામાં આવ્યો, જેમાંથી મેટ્રો સિસ્ટમ સૌથી પ્રભાવી માધ્યમ બનતું જઈ રહ્યું છે.

આજે જે મેટ્રોનો વિસ્તાર અહિયાં થાણેમાં થયો છે, આ મુંબઈ, થાણે અને આસપાસના બીજા ક્ષેત્રોને વધુ સારું જોડાણ આપવાના વિઝનનો જ ભાગ છે.

સાથીઓ, મુંબઈમાં પહેલીવાર વર્ષ 2006માં મેટ્રોની પહેલી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આઠ વર્ષ સુધી શું થયું, ક્યાં મામલો અટકી ગયો, એ કહેવું અઘરું છે.

પહેલી લાઈન 2014માં શરુ થઇ શકી અને તે પણ માત્ર 11 કિલોમીટરની લાઈન. આઠ વર્ષમાં માત્ર અને માત્ર 11કિલોમીટર.

2014 પછી અમે નક્કીકર્યું કે મેટ્રો લાઈન પાથરવાની ઝડપ પણ વધશે અને વ્યાપ પણ વધશે. પાછલા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રોની ઝાળ પાથરવા માટે અનેક નવી પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.

આ જ વિચારધારા પર ચાલીને આજે બે વધુ મેટ્રો લાઈનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એટલે કે આવનારા ત્રણ વર્ષમાં અહિ 35 કિલોમીટરની વધુ મેટ્રો ક્ષમતા જોડાઈ જશે.

એટલું જ નહી, વર્ષ 2022 થી 2024ની વચ્ચે મુંબઈવાસીઓને પોણા ત્રણસો કિલોમીટરની મેટ્રો લાઈન ઉપલબ્ધ થઇ જશે.

આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યા છે, તેનાથી થાણેથી ભીવંડી, કલ્યાણ, દહીંસરથી લઈને મીરા-ભાયંદર સુધીના લોકોને તો ફાયદો પહોંચશે જ, તેનાથી સંપૂર્ણ મુંબઈમાં જામની તકલીફ પણ ઓછી થશે.

સાથીઓ, આ સુવિધાઓ માત્ર આજની જરૂરિયાતોના હિસાબથી જ નહી, પરંતુ વર્ષ 2035ની જરૂરિયાતો અને તેના આધારે વિકસિત કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, તમારી મુસાફરી સરળ હોય, તમારું જીવન સુગમ હોય, પરંતુ દેશના ગરીબા અને મધ્યમ વર્ગના લોકોને ઘર વિના ના રહેવું પડે, તેની માટે પણ વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે વર્ષ 2022માં જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો હશે, ત્યારે દેશના દરેક પરિવારની પાસે પોતાનું પાક્કું છાપરું હોય, પોતાનું પાકું મકાન હોય; એ જ લક્ષ્યની સાથે આગળ વધતા આજે અહિયાં 90 હજાર નવા ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષની અંદર અંદર આ ઘર બનીને તૈયાર થઇ જશે.

સાથીઓ, પહેલાની સરકાર કરતા અમારા સંસ્કાર પણ જુદા છે, સરોકાર પણ અને ઝડપ પણ જુદી છે. પાછલી સરકારે પોતાના છેલ્લા ચાર વર્ષોમાં માત્ર સાડા 25 લાખ ઘર બનાવ્યા હતા; તેમની સરકારના છેલ્લા ચાર વર્ષોમાં 25 લાખ 50 હજાર મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે વીતેલા ચાર વર્ષોમાં અમારી સરકારે આશરે 1 કરોડ 25 લાખથી વધુ એટલે કે પાંચ ગણાથી વધુ લોકો માટે ઘર બનાવવામાં આવ્યા છે. તેનો અર્થ આટલું કામ તેમને કરવાનું હોત તો કદાચ બે પેઢીઓ થઇ જતી.

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં આઠ લાખ ઘરો બનાવવામાં આવી રહ્યા છે. સાથીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેઘર લોકો માટે સારી સોસાયટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ તે આદર્શ સોસાયટી નથી બની રહી કે જે જૂની સરકાર દરમિયાન ચર્ચામાં રહી હતી, પરંતુ સાચા અર્થમાં આદર્શ સોસાયટી બનાવવામાં આવી રહી છે જ્યાં એક સામાન્ય પરિવારના સપનાઓ ઉછરે છે, વધુ સારા ભવિષ્ય માટેનો આત્મવિશ્વાસ જાગે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અતર્ગત અમારી સરકાર અઢી લાખ રૂપિયા સુધીની મદદ સીધા બેંકમાં જમા કરી રહી છે. એટલે કે લોનની રકમ સીધી અઢી લાખ રૂપિયા ઘટી જાય છે. એટલે કે નિમ્ન અને મધ્યમ વર્ગની મદદ હોમ લોનમાં પણ કરવામાં આવી રહી છે.

આ સિવાય પહેલાની સરખામણીએ હોમ લોન પર વ્યાજદર પણ ઘણો ઓછો થઇ ગયો છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત નબળા તબક્કાના લોકોને, નિમ્ન આવક ધરાવતા લોકોને સાડા 6 ટકાની વ્યાજ સબસીડી પણ આપવામાં આવી રહી છે.

મધ્યમ આવક ધરાવતા જૂથના લોકોને ૩થી 4 ટકાની વ્યાજ સબસીડી આપવમાં આવી છે. આ પ્રયાસોનો અર્થ એ થયો કે જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન 2 વર્ષ માટે લીધી છે તો તેને આ સમયગાળામાં લગભગ લગભગ 6 લાખ રૂપિયા સુધીની સહાયતા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

સાથીઓ, સરકારના આ જ ઈમાનદાર પ્રયાસોનું પરિણામ છે કે વીતેલા એક દોઢ વર્ષની અંદર લાખો લોકોએ પોતાનું પહેલું ઘર આ યોજનાનો લાભ લઈને નોંધાવ્યું છે, ખરીદ્યું છે.

એક અહેવાલ અનુસાર વિતેલા 7-8 મહિનાઓમાં નવા ઘર ખરીદવાની ઝડપ પાછલા વર્ષની સરખામણીએ બમણા કરતા પણ વધુ વધી ગઈ છે.

મનેજણાવવામાં આવ્યું છે કે આજે જે યોજના શરુ થઇ રહી છે, તેમાં પણ આ પ્રકારના લોકોની મદદ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 85 હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર કરોડ રૂપિયાની મદદ મળી ચુકી છે.

સાથીઓ, અમે માત્ર મધ્યમ વર્ગના પોતાના ઘરના સપનાઓને જ સાકાર કરવામાં મદદ નથી કરી રહ્યા પરંતુ તેની સાથે જોડાયેલી બીજી તકલીફોને પણ દુર કરી રહ્યા છીએ.

ચાર વર્ષ પહેલા સુધી કયા કયા પ્રકારની સમસ્યાઓ, પોતાના જીવનભરની કમાણીમાંથી નોંધાવેલ ઘરને મેળવવામાં થતી હતી તેનાથી તમે સારી રીતે પરિચિત છો.

કેટલાક લોકોની મનમાની અને ખોટી નીતિના લીધે કઈ રીતે વર્ષો સુધી તમારું ઘર ફસાયેલું રહેતું હતું. એવું પણ બનતું હતું કે વાયદાઓ તેઓ કંઈક જુદો કરતા હતા અને ડિલીવરી કંઈક જુદી થતી હતી. આ પ્રવૃત્તિને અટકાવવા માટેનો એક મોટો પ્રયાસ અમારી સરકારે કર્યો છે.

આજે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી એટલે કે રેરા, દેશના મોટાભાગના રાજ્યોમાં નોટિફાય કરી દેવામાં આવી છે. 21 રાજ્યોમાં તો ટ્રીબ્યુનલ પણ કામ કરી રહ્યા છે.

હું ફડણવીસજીને અભિનંદન આપું છું, કારણ કે મહારાષ્ટ્ર દેશના તે રાજ્યોમાં છે, જેણે સૌથી પહેલા રેરા લાગુ કર્યો છે. દેશભરના આશરે 35 હજાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને 27 હજાર રિયલ એસ્ટેટ એજન્ટ્સ તેમાં નોંધાઈ ચુક્યા છે. તેમાં પણ મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રોજેક્ટ્સ સામેલ છે.

સાથીઓ, વિચારો, 70 વર્ષોથી કોઇપણ પ્રકારના કડક અને સ્પષ્ટ કાયદા વિના રિયલ એસ્ટેટ સેક્ટર ચાલી રહ્યું હતું. જો પહેલા જ આ પ્રકારના કાયદા સરકાર બનાવી નાખત તો ઘર ખરીદનારાઓને અદાલતોના આંટાફેરા ન મારવા પડતા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઈમાનદારી સાથે વૃદ્ધિ વિકાસ પામી શકતુ.

ભાઈઓ અને બહેનો, નિમ્ન અને મધ્યમ વર્ગનું વીજળીનું બિલ કઈ રીતે ઓછુ થાય, સરકાર તેની માટે પણ સતત પ્રયાસો કરી રહી છે. દેશભરમાં ઉજાલા યોજના અંતર્ગત 30 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવ્યા છે. જેમાં આશરે સવા બે કરોડ બલ્બ, તેમાંથી મહારાષ્ટ્રમાં વિતરિત કરવામાં આવ્યા છે; જેમાંથી થાણેમાં પણ લાખો બલ્બ આપવામાં આવ્યા છે. જે કામ પહેલા 60 વોટનો બલ્બ કરતો હતો, તે જ આજે 7 કે 8 વોટનો બલ્બ કરી રહ્યો છે. એટલે કે વીજળીની બચત થઇ રહી છે, સથે સાથે બિલ પણ ઓછું આવી રહ્યું છે.

માત્ર આ જ યોજના વડે દેશના તમામ પરિવારોને દર વર્ષે કુલ મળીને આશરે 16 હજાર કરોડ રૂપિયાની બચત થઇ રહી છે. માત્ર મહારાષ્ટ્રમાં જ લોકોનું દર વર્ષે આશરે 1100 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ ઓછું થયું છે.

તેવું એટલા માટે થઇ શક્યું કારણ કે અમે એલઈડી બલ્બ પર મિશન મોડ પર કામ કર્યું. કંપનીઓને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરી. સ્પર્ધાને પ્રોમોટ કરી, વચેટિયાઓને વચ્ચેથી દુર કર્યા. જેના પગલે ચાર વર્ષ પહેલા જે બલ્બ 250-૩૦૦ રૂપિયાનો મળતો હતો, તે જ આજે 50 રૂપિયા સુધીનો મળવા લાગ્યો છે.

સાથીઓ, કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના રસ્તા પર આગળ વધી રહી છે. દેશનો કોઇપણ ખૂણો, કોઈ ગામ અને શહેર, કોઈ વર્ગ વિકાસથી અળગા ન રહી જાય, તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબનું જીવન સ્તર ઉપર ઉઠાવવામાં આવે, તેની માટે યોજનાઓ બનાવી અને ચલાવવામાં આવી રહી છે.

ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં ગરીબ બહેનોનું જીવન ધુમાડાથી મુક્ત કરવા અને તેમના સમયની બચત કરવા માટે મફત ગેસના જોડાણો આપવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 6 કરોડ જોડાણો દેશભરમાં આપી દેવામાં આવ્યા છે. જેમાંથી થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રની 34 લાખથી વધુ બહેનોને મફત ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.

સાથીઓ, એવી બહેનો જે પોતાનો નાનો મોટો વેપાર કરવા માંગતી હોય- જેમ કે સલુન હોય, ટેલરીંગ હોય,,કોઈ ભરત-ગુંથણનું કામ હોય, હેન્ડલુમનું કામ હોય, એવું કોઇપણ કામ કરવા માંગતી હોય છે તો તેમની માટે બેંકોના દરવાજા ખુલ્લા છે.

મુદ્રા યોજના અંતર્ગત 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કોઇપણ બાહેંધરી વિના લોન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે સવા કરોડ એવા ધિરાણો આપવામાં આવી ચુક્યા છે જેમાંથી એક કરોડ ધિરાણ તો બહેનોના નામથી ફાળવવામાં આવ્યા છે.

ભાઈઓ અને બહેનો, ગરીબને ગરિમાપૂર્ણ જીવન મળે, મહિલાઓને માન અને સન્માન મળે; એ જ અમારો ધ્યેય પણ છે અને લક્ષ્ય પણ.

બાળકોનું ભણતર, યુવાનોની કમાણી, વડીલોની દવા, ખેડૂતોની સિંચાઈ, જન જનની સુનાવણી; વિકાસની આ પંચધારા પ્રત્યે સરકાર સમર્પિત છે.

અને અંતમાં ફરી એકવાર આપ સૌને વિકાસની નવી પરિયોજનાની માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આટલી મોટી સંખ્યામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, તેની માટે હું તમારો આભારી છું.

અહીંથી મારે પુણે જવાનું છે. ત્યાં પણ હજારો કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થવાનું છે. તમે મોટી સંખ્યામાં આ જે તાકત દેખાડી છે, તેની માટે હું તમને અભિનંદન આપું છું.

ખૂબ-ખૂબ આભાર!

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Terror violence in J&K down by 41% post-Article 370

Media Coverage

Terror violence in J&K down by 41% post-Article 370
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM chairs high level meeting to review preparedness to deal with Cyclone Jawad
December 02, 2021
શેર
 
Comments
PM directs officials to take all necessary measures to ensure safe evacuation of people
Ensure maintenance of all essential services and their quick restoration in case of disruption: PM
All concerned Ministries and Agencies working in synergy to proactively counter the impact of the cyclone
NDRF has pre-positioned 29 teams equipped with boats, tree-cutters, telecom equipments etc; 33 teams on standby
Indian Coast Guard and Navy have deployed ships and helicopters for relief, search and rescue operations
Air Force and Engineer task force units of Army on standby for deployment
Disaster Relief teams and Medical Teams on standby along the eastern coast

Prime Minister Shri Narendra Modi chaired a high level meeting today to review the preparedness of States and Central Ministries & concerned agencies to deal with the situation arising out of the likely formation of Cyclone Jawad.

Prime Minister directed officials to take every possible measure to ensure that people are safely evacuated and to ensure maintenance of all essential services such as Power, Telecommunications, health, drinking water etc. and that they are restored immediately in the event of any disruption. He further directed them to ensure adequate storage of essential medicines & supplies and to plan for unhindered movement. He also directed for 24*7 functioning of control rooms.

India Meteorological Department (IMD) informed that low pressure region in the Bay of Bengal is expected to intensify into Cyclone Jawad and is expected to reach coast of North Andhra Pradesh – Odisha around morning of Saturday 4th December 2021, with the wind speed ranging upto 100 kmph. It is likely to cause heavy rainfall in the coastal districts of Andhra Pradesh, Odisha & W.Bengal. IMD has been issuing regular bulletins with the latest forecast to all the concerned States.

Cabinet Secretary has reviewed the situation and preparedness with Chief Secretaries of all the Coastal States and Central Ministries/ Agencies concerned.

Ministry of Home Affairs is reviewing the situation 24*7 and is in touch with the State Governments/ UTs and the Central Agencies concerned. MHA has already released the first instalment of SDRF in advance to all States. NDRF has pre-positioned 29 teams which are equipped with boats, tree-cutters, telecom equipments etc. in the States and has kept 33 teams on standby.

Indian Coast Guard and the Navy have deployed ships and helicopters for relief, search and rescue operations. Air Force and Engineer task force units of Army, with boats and rescue equipment, are on standby for deployment. Surveillance aircraft and helicopters are carrying out serial surveillance along the coast. Disaster Relief teams and Medical Teams are standby at locations along the eastern coast.

Ministry of Power has activated emergency response systems and is keeping in readiness transformers, DG sets and equipments etc. for immediate restoration of electricity. Ministry of Communications is keeping all the telecom towers and exchanges under constant watch and is fully geared to restore telecom network. Ministry of Health & Family Welfare has issued an advisory to the States/ UTs, likely to be affected, for health sector preparedness and response to COVID in affected areas.

Ministry of Port, Shipping and Waterways has taken measures to secure all shipping vessels and has deployed emergency vessels. The states have also been asked to alert the industrial establishments such as Chemical & Petrochemical units near the coast.

NDRF is assisting the State agencies in their preparedness for evacuating people from the vulnerable locations and is also continuously holding community awareness campaigns on how to deal with the cyclonic situation.

The meeting was attended by Principal Secretary to PM, Cabinet Secretary, Home Secretary, DG NDRF and DG IMD.