India is being seen as a bright spot. Growth is projected to remain among the highest in the world: PM
In less than 3 years, our government has transformed the economy: PM Modi
Financial markets can play an important role in the modern economy, says the Prime Minister
Government is very keen to encourage start-ups. Stock markets are essential for the start-up ecosystem: PM
My aim is to make India a developed country in one generation: PM Narendra Modi

આ નવા કેમ્પસનું આજે ઉદ્ઘાટન કરવા અહીં આવવાનો મને આનંદ છે. અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી ચાલી રહી છે. વિકસિત દેશો અને વિકાસશીલ બજારો – બંને નીચા વૃદ્ધિદરનો સામનો કરી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અર્થતંત્રોમાં ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે. સમગ્ર વિશ્વમાં આપણા દેશનો વિકાસદર સર્વોચ્ચ રહેવાની ધારણા છે.

દુનિયામાં અત્યારે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય છે અને આપણને આ સ્થાન આકસ્મિક રીતે મળ્યું નથી. આપણે આ સ્થાન મેળવવા કેવી રીતે સફર ખેડી છે એ જોવા આપણે 2012-13થી લઈને અત્યાર સુધીનો વિચાર કરવો જોઈએ. તે સમયે રાજકોષીય ખાધ જોખમકારક સ્તરે પહોંચી ગઈ હતી. ચલણનું મૂલ્ય ઝડપથી ઘટતું હતું. મોંઘવારી આસમાને હતી. ચાલુ ખાતાની ખાધ વધી રહી હતી. સરકાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ રહ્યો નહોતો અને વિદેશી રોકાણકારો ભારતથી મોં ફેરવી રહ્યા હતા. બ્રિક્સ દેશોમાં ભારત સૌથી નબળું રાષ્ટ્ર ગણાતું હતું.

3 વર્ષથી ઓછા સમયમાં એનડીએ સરકારે અર્થતંત્રની કાયાપલટ કરી છે. અમે દર વર્ષે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ઘટાડીએ છીએ અને દર વર્ષે આ લક્ષ્યાંકને હાંસલ પણ કરીએ છીએ. ચાલુ ખાતાની ખાધ ઓછી છે. વર્ષ 2013માં વિશેષ ચલણ વિનિમય હેઠળ લેવામાં આવેલી લોનની ભરપાઈ કર્યા પછી પણ અત્યારે વિદેશી હૂંડિયામણ ઊંચા સ્તરે છે. મોંઘવારી ઓછી છે અને 4 ટકાથી ઓછા દરે જળવાઈ રહી છે, જ્યારે અગાઉની સરકારના શાસનકાળમાં મોંઘવારી 10 ટકાની આસપાસ રહેતી હતી. કુલ રાજકોષીય ખાધમાં ઘટાડો થવા છતાં સરકારી રોકાણમાં મોટો વધારો થયો છે. મોંઘવારી કે ફુગાવાના લક્ષ્યાંક સાથે કાયદા દ્વારા નવી નાણાકીય નીતિનું માળખું પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ચીજવસ્તુ અને સેવા વેરા (જીએસટી) પર બંધારણીય સુધારો વર્ષોથી વિલંબમાં મૂકાયો હતો. અમારી સરકારે તે પસાર કર્યો છે અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ જીએસટીનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે. અમે વેપારવાણિજ્ય સરળ કરવા પ્રગતિ કરી છે. આ તમામ નીતિઓને પરિણામે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. વિમુદ્રીકરણ (ડિમોનેટાઇઝેશન)થી ઝડપથી દોડતી કાર થંભી ગઈ છે તેવો દાવો કરીને આપણા ટીકાકારો આપણી પ્રગતિની ઝડપને સ્વીકારે છે.

મારે તમને એક વાત સ્પષ્ટપણે કહેવી છેઃ આ સરકાર મજબૂત અને લાંબા ગાળાની નીતિઓને અનુસરવાનું જાળવી રાખશે, જેથી ભારત લાંબા ગાળે ઉજ્જવળ ભવિષ્ય ધરાવે તેવી સુનિશ્ચિતતા કરી શકાય. અમે ટૂંકા ગાળામાં રાજકીય લાભ ખાટવા કોઈ નિર્ણયો લેવાના નથી. જો નિર્ણયો દેશના હિતમાં હશે, તો અમે આકરા નિર્ણયો લેવામાં પણ ખચકાટ અનુભવવાના નથી. વિમુદ્રીકરણ (ડિમોનેટાઇઝેશન) તેનું ઉદાહરણ છે. તેમાં ટૂંકા ગાળા માટે મુશ્કેલી પડે છે, પણ લાંબા ગાળે ફાયદો થશે.

આધુનિક અર્થતંત્રમાં નાણાં બજારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેઓ બચત કરવામાં મદદરૂપ છે. તેઓ બચતને અર્થતંત્રમાં વધારે ઉત્પાદકીય રોકાણમાં પરિવર્તત કરે છે.

જોકે ઇતિહાસ સાક્ષી છે કે નાણાં બજારોનું યોગ્ય નિયમન કરવામાં ન આવે તો તે નુકસાન પણ કરી શકે છે. સરકારે નાણાં બજારોનું નિયમન કરવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા–સેબી–ની સ્થાપના કરી હતી. સેબી મજબૂત સિક્યોરિટી બજારોના વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે.

તાજેતરમાં વાયદા બજાર પંચ નાબૂદ કરવામાં આવ્યું છે. સેબીને કોમોડિટી ડેરિવેટિવ્સનું નિયમન કરવાની જવાબદાર પણ સુપરત કરવામાં આવી છે. આ મોટો પડકાર છે. કોમોડિટી બજારોમાં સ્પોટ માર્કેટનું નિયમન સેબી દ્વારા થતું નથી. કૃષિ બજારોનું નિયમન રાજ્ય સરકારો કરે છે. અને ઘણી ચીજવસ્તુઓની ખરીદી ગરીબો અને જરૂરિયાતમંદો કરે છે, નહીં કે રોકાણકારો. એટલે કોમોડિટી ડેરિવેટિવ્સની આર્થિક અને સામાજિક અસર વધારે વિસ્તૃતપણે થાય છે.

નાણાં બજારો સફળતાપૂર્વક કામ કરે એ માટે સહભાગીઓએ માહિતપ્રદ રહેવાની જરૂર પડશે. મને એ જણાવતા ખુશી થાય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ વિવિધ સહભાગીઓને માહિતગાર કરવાની અને કૌશલ્ય પ્રમાણપત્ર પ્રદાન કરવાની ભૂમિકા સપેરે બજાવે છે. અત્યારે આપણું મિશન ‘સ્કિલ ઇન્ડિયા’નું એટલે કે ‘ભારતને કુશળતાપ્રધાન રાષ્ટ્ર’ બનાવવાનું છે. ભારતીય યુવાનોએ દુનિયાના કોઈ પણ ખૂણામાં સ્પર્ધા કરવા સક્ષમ બનવું પડશે. આ સંસ્થા યુવાનોમાં આ પ્રકારની ક્ષમતાનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મને કહેવામાં આવ્યું છે કે એનઆઇએસએમની પરીક્ષામાં દર વર્ષે 1,50,000 ઉમેદવારો બેસે છે. અત્યાર સુધી એનઆઇએસએમએ 5 લાખથી વધારે ઉમેદવારોને પ્રમાણિત કર્યા છે.

ભારત પોતાના સ્વનિયમન ધરાવતા સિક્યોરિટી બજારો માટે સારી પ્રતિષ્ઠા ધરાવે છે. વેપાર કરવાની ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓના પ્રસાર અને ડિપોઝિટરીના ઉપયોગથી આપણા બજારો વધારે પારદર્શક બન્યા છે. આ માટે સેબી એક સંસ્થા તરીકે ગૌરવ લઈ શકે છે.

જોકે આપણા સિક્યોરિટી અને કોમોડિટી બજારોએ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. જ્યારે હું આર્થિક અખબારોનો અભ્યાસ કરું છું, ત્યારે મને ઘણી વખત આઇપીઓની સફળતાના સમાચારો જાણવા મળે છે, કેટલાક કુશળ ઉદ્યોગસાહસિકો એકાએક કેવી રીતે અબજોપતિ બની ગયા તેની જાણકારી મળે છે. તમે જાણો છો કે મારી સરકાર સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા આતુર છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે શેરબજાર આવશ્યક છે. જોકે સિક્યોરિટી બજારની સફળતાને આંતરરાષ્ટ્રીય રોકાણકારો કે આર્થિક-નાણાકીય નિષ્ણાતોના માપદંડથી જ માપવામાં આવે એ પર્યાપ્ત નથી. સંપત્તિનું સર્જન સારું છે, પણ મારા માટે સંપત્તિનું સર્જન એકમાત્ર ઉદ્દેશ નથી. આપણા સિક્યોરિટી બજારોનું સાચું મૂલ્ય કે તેમની ખરી સફળતા તેમના આ પ્રદાનમાં છેઃ

  • રાષ્ટ્રના વિકાસમાં, 
  • તમામ ક્ષેત્રોમાં પ્રગતિમાં અને
  • સમાજના વ્યાપક કલ્યાણમાં.

એટલે હું નાણાં બજારોને સંપૂર્ણપણે સફળ ગણી શકું એ અગાઉ તેમણે આ ત્રણ પડકારો પાર પાડવા પડશે.

સૌપ્રથમ, આપણા શેરબજારનો મુખ્ય ઉદ્દેશ અર્થસભર અને પરિણામદાયક ઉદ્દેશો માટે મૂડી ઊભી કરવામાં મદદરૂપ થવાનો હોવો જોઈએ. ડેરિવેટિવ્સ જોખમનું વ્યવસ્થાપન કરવા માટે ઉપયોગી છે. પણ ઘણાં લોકોનું માનવું છે કે ડેરિવેટિવ્સનું બજારોમાં પ્રભુત્વ છે અને મોટા જૂથો નાના જૂથોને સહાય કરે છે. આપણે વિચારવું જોઈએ કે મૂડીબજાર મૂડી પ્રદાન કરવાની તેની મુખ્ય કામગીરી કેટલી સારી રીતે અદા કરી રહ્યું છે!

આપણા બજારોએ દર્શાવવું જોઈએ કે તેઓ આપણી વસતિના મોટા ભાગને લાભદાયક નીવડે તેવા પ્રોજેક્ટ્સ માટે મૂડીભંડોળ સફળતાપૂર્વક ઊભું કરવા સક્ષમ છે. ખાસ કરીને મારો સંબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે છે. અત્યારે આપણા મોટા ભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને નાણાકીય ભંડોળ સરકાર કે બેંકો પૂરું પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ધિરાણ પ્રદાન કરવા માટે મૂડીબજારોનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. આ પ્રોજેક્ટ્સ વ્યવહારિક હોવા જોઈએ અને ઋણની પુનઃચુકવણી કરવાનો ગાળો લાંબો હોય એ અતિ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે આપણી પાસે લાંબા ગાળાના લિક્વિડ બોન્ડ બજાર નથી. આ માટે જુદા જુદા કારણો આપવામાં આવે છે. પણ મને ખાતરી છે કે અત્યારે ઉપસ્થિતિ તમારા જેવા કુશળ લોકો તેનું સમાધાન કરી શકે છે, જો તમે ખરેખર ઇચ્છો અને વિચારો તો. હું તમને મૂડીબજારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાની મૂડી પ્રદાન કરવા સક્ષમ બનાવવા માટેના માર્ગો શોધવા અપીલ કરું છું. અત્યારે સરકાર કે વર્લ્ડ બેંક કે જેઆઇસીએ જેવી આંતરરાષ્ટ્રીય ધિરાણ સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાનું ભંડોળ પ્રદાન કરે છે. આપણે તેમના પરની નિર્ભરતા દૂર કરવી જોઈએ. આપણે બોન્ડ બજારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાના ધિરાણના સ્ત્રોત બનાવવા જોઈએ.

તમે બધા જાણો છો કે શહેરી માળખાગત સુવિધાઓ સુધારવા માટે જંગી મૂડીની જરૂર છે. આ સરકારે મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ સંદર્ભમાં મને નિરાશા એ વાતની છે કે આપણી પાસે મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ પણ નથી. આ પ્રકારના બજાર ઊભા કરવામાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ હશે. પણ નિષ્ણાતોની કસોટી જ જટિલ સમસ્યાનું સમાધાન કરવામાં છે. સેબી અને આર્થિક બાબતોનો વિભાગ સુનિશ્ચિત કરી શકે કે ભારતમાં ઓછામાં ઓછા 10 શહેરો એક વર્ષની અંદર મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરશે?

બીજું, બજારો આપણા સમાજના મોટા વર્ગ –આપણા ખેડૂતો માટે ફાયદાકારક બનવા જોઈએ. સાચી સફળતા ગ્રામીણ વિકાસમાં રહેલી છે, તેના મીઠાં ફળ ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચવા જોઈએ, નહીં કે દલાલ સ્ટ્રીટ કે દિલ્હી સુધી. આ માપદંડની દ્રષ્ટિએ જોઈએ તો આપણે હજુ લાંબી મજલ કાપવાની છે. આપણા શેરબજારોને કૃષિમાં પ્રોજેક્ટ્સ માટે નવીન માર્ગો વિકસાવવા મૂડીભંડોળ ઊભું કરવાની જરૂર છે. આપણે કોમોડિટી બજારોને આપણા ખેડૂતો માટે ઉપયોગી બનાવવા પડશે, તેમને ફક્ત વાયદા બજાર બનાવી રાખવાથી નહીં ચાલે. લોકો કહે છે કે ખેડૂતો તેમના જોખમો ઘટાડવા ડેરિવેટિવ્સનો ઉપયોગ કરી શકશે. પણ વ્યવહારિક રીતે જોઈએ તો ભારતમાં ખેડૂતો ભાગ્યે જ ડેરિવેટિવ્સનો ઉપયોગ કરે છે. એ હકીકત છે. જ્યાં સુધી આપણે કોમોડિટી બજારોને ખેડૂતોને માટે પ્રત્યક્ષ રીતે ઉપયોગી નહીં બનાવીએ, ત્યાં સુધી તેઓ આપણા અર્થતંત્રમાં શોભાના કિંમતી પૂતળા જેવા બની રહેશે, નહીં કે ઉપયોગી માધ્યમો. સરકારે ઇ-નામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચરલ માર્કેટ શરૂ કર્યું છે. સેબીએ ખેડૂતોના ફાયદા માટે ઇ-નામ અને ડેરિવેટિવ્સ બજારો જેવા સ્પોટ માર્કેટ વચ્ચે ગાઢ સંબંધ ઊભો કરવા કામ કરવું જોઈએ.

ત્રીજું, નાણાં બજારોમાં નફો કરતા લોકોએ કરવેરા ચુકવીને રાષ્ટ્રના નિર્માણમાં યોગ્ય પ્રદાન કરવું જોઈએ. વિવિધ કારણોસર બજારોમાંથી નાણાં બનાવતા લોકો પાસેથી કરવેરાનું પ્રદાન ઓછું છે. કેટલીક હદે આ માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગોટાળા જવાબદાર હોઈ શકે છે. આ પ્રવૃત્તિ અટકાવવા સેબીએ અતિ સતર્ક રહેવું પડશે. કેટલીક હદે કરવેરાના ઓછા પ્રદાન માટે આપણા કરવેરાના નિયમોનું માળખું પણ જવાબદાર હોઈ શકે છે. ઓછો કે ઝીરો કરવેરાના દર ચોક્કસ પ્રકારની નાણાકીય આવક છે. હું બજારમાં સહભાગી થઈને કમાણી કરતા લોકોનું પ્રદાન સરકારને કરે એ માટે તમને વિચારવા અપીલ કરું છું. આપણે આ આવક ઉચિત, કાર્યદક્ષ અને પારદર્શક રીતે વધારવાની પદ્ધતિઓનો વિચાર કરવો જોઈએ. અગાઉ એવી લાગણી પ્રવર્તતી હતી કે કેટલાક રોકાણકારો ચોક્કસ કરવેરા સમજૂતીઓનો ઉપયોગ કરીને અનુચિત સોદા કરે છે. તમે બધા જાણો છો કે અમારી સરકારે આ તમામ સમજૂતીઓમાં સુધારા કર્યા છે. હવે તમારા પક્ષે પહેલ કરવાની છે તથા સરળ અને પારદર્શક, પણ વાજબી અને પ્રગતિકારક ડિઝાઇન રજૂ કરવાની જરૂર છે.

મિત્રો,

હું જાણું છું કે બજેટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો નાણાં બજાર સાથે સંબંધિત છે. બજેટનું ચક્ર વાસ્તવિક અર્થતંત્ર પર અસર કરે છે. આપણા વર્તમાન બજેટ કેલેન્ડરમાં ખર્ચનો અમલ ચોમાસું શરૂ થવાની સાથે થાય છે. સરકારી કાર્યક્રમો ચોમાસા અગાઉના મહિનાઓમાં ફળદાયક રીતે શરૂ થતી નથી. એટલે ચાલુ વર્ષથી અમે બજેટને વહેલાસર રજૂ કરવાનો નિર્ણય લીધો છે, તેની તારીખો આગળ કરી છે, જેથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ખર્ચને મંજૂરી મળી જાય. તેનાથી ઉત્પાદકતા અને ઉત્પાદન બંનેમાં સુધારો થશે.

મિત્રો,

મારો ઉદ્દેશ ભારતને એક પેઢીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરના સિક્યોરિટી અને કોમોડિટી બજારો વિના ભારત વિકસિત રાષ્ટ્ર ન બની શકે. એટલે હું નાણાં બજારને વધુ પ્રસ્તુત બનાવવામાં તમારા બધાના સાથસહકાર અને પ્રદાનમાં વૃદ્ધિ માટે આતુર છું. હું એનઆઇએસએમને સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું. હું તમામને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Over 1,700 agri startups supported with Rs 122 crore: Govt

Media Coverage

Over 1,700 agri startups supported with Rs 122 crore: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates Gukesh D on becoming the youngest world chess champion
December 12, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated Gukesh D on becoming the youngest world chess champion. He hailed his feat as Historic and exemplary.

Responding to a post by International Chess Federation handle on X, Shri Modi said:

“Historic and exemplary!

Congratulations to Gukesh D on his remarkable accomplishment. This is the result of his unparalleled talent, hard work and unwavering determination.

His triumph has not only etched his name in the annals of chess history but has also inspired millions of young minds to dream big and pursue excellence.

My best wishes for his future endeavours. @DGukesh”