UAE is one of our most valued partners and a close friend in an important region of the world: PM
We regard UAE as an important partner in India’s growth story: PM Modi
UAE can benefit by linking with our growth in manufacturing and services: PM
Our energy partnership, is an important bridge in our linkages: PM at joint press statement with Crown Prince of Abu Dhabi
Security and defence cooperation have added growing new dimensions to India-UAE relationship: PM
India-UAE economic partnership can be a source of regional and global prosperity: PM

યોર હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન,

અબુ ધાબીના યુવરાજ,

મીડિયાના મારા મિત્રો,

પ્રિય મિત્ર, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને ભારતમાં આવકારવાનો મને વિશેષ આનંદ છે. અમને આનંદ છે કે હિઝ હાઇનેસ બીજી વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આવતીકાલે અમારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેઓ અમારા મુખ્ય અતિથિ છે અને આ રીતે તેમની મુલાકાત વિશેષ બની જાય છે. યોર હાઇનેસ, મને ઓગસ્ટ, 2015 અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આપણી બેઠકો યાદ આવે છે. અમે આપણા દ્વિપક્ષીય જોડાણ સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. અંગત રીતે, મને આપણી ભાગીદારીના તમારા પરિપ્રેક્ષ્યમાંથી ઘણો ફાયદો થયો હતો, તમે અમારા દેશની પ્રશંસા કરી હતી અને મને તમારા દુનિયા વિશેના વિચારોની જાણકારી મળી હતી. યોર હાઇનેસ, તમારા નેતૃત્વમાં અમે આપણા સંબંધોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. આપણે આપણી વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને અર્થસભર અને કાર્યલક્ષી બનાવવા મહત્વાકાંક્ષી યોજના ઘડી છે. આપણી વચ્ચે સમજૂતીના આદાનપ્રદાનથી આ સમજૂતીને સંસ્થાગત સ્વરૂપ મળ્યું છે.

મિત્રો,

યુએઇ અમારા સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર દેશોમાંનો એક છે અને દુનિયાના મહત્વપૂર્ણ વિસ્તારમાં ભારતનું ગાઢ મિત્ર રાષ્ટ્ર છે. મેં હજુ હમણા હિઝ હાઇનેસ સાથે અતિ ફળદાયી અને ઉત્પાદકીય ચર્ચા સંપન્ન કરી છે. ખાસ કરીને અમે છેલ્લી બે બેઠકો દરમિયાન લેવાયેલા વિવિધ નિર્ણયોના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમે ઊર્જા અને રોકાણો સહિત વિવિધ ચાવીરૂપ ક્ષેત્રોમાં અમારા સંબંધોની ગતિ જાળવવા સંમત થયા હતા.

મિત્રો,

અમે યુએઇને ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભાગીદાર માનીએ છીએ. હું ખાસ કરીને ભારતના માળખાગત ક્ષેત્રમાં રોકાણ કરવા યુએઇના રસને આવકારું છું. અમે અમારા રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ફંડ સાથે યુએઇમાં સંસ્થાગત રોકાણકારોને જોડવાનું કામ કરી રહ્યા છીએ. મેં દુબઈમાં વર્લ્ડ એક્ષ્પો 2020 માટે માળખાગત પ્રોજેક્ટ્સમાં ભાગીદાર બનવા ભારતીય કંપનીઓના રસ વિશે પણ જણાવ્યું હતું. યુએઇ ઉત્પાદન અને સેવામાં આપણી વૃદ્ધિ સાથે જોડાઈને ફાયદો મેળવી શકે છે. આપણે ભારતમાં ડિજિટલ અર્થતંત્ર, માનવીય મૂડી અને સ્માર્ટ શહેરીકરણનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે અમારી યોજનાઓમાં રહેલી પુષ્કળ તકોનો લાભ સંયુક્ત રીતે લઈ શકીએ. આપણે બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગને પ્રોત્સાહન અને સુવિધા પણ આપી છે, જેથી દ્વિપક્ષીય વેપારની ગુણવત્તા અને પ્રમાણમાં વધારો થાય. આજે વેપારવાણિજ્ય આડેના અવરોધો દૂર કરવા સમજૂતી કરી છે, જે આગળ જતા આપણી વેપારી ભાગીદારીને મજબૂત કરશે. અમારી ઊર્જા ભાગીદારી અમારા જોડાણોમાં મહત્વપૂર્ણ સેતુ છે. તે આપણી ઊર્જા સુરક્ષામાં પ્રદાન કરે છે. હિઝ હાઇનેસ અને મેં ચોક્કસ પ્રોજેક્ટ્સ અને દરખાસ્તો મારફતે વ્યૂહાત્મક દિશાદર્શનમાં આપણા ઊર્જા સંબંધોને પરિવર્તિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સંબંધમાં લાંબા ગાળાના સપ્લાય કોન્ટ્રાક્ટ્સ અને ઊર્જા ક્ષેત્રમાં સંયુક્ત સાહસો લાભદાયક માર્ગો બની શકશે. મિત્રો, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સમજૂતીએ આપણા સંબંધમાં નવા પાસા ઉમેર્યા છે. અમે દરિયાઈ ક્ષેત્ર સહિત સંરક્ષણ ક્ષેત્રોમાં અમારા ઉપયોગી સહકારનું વિસ્તરણ કરવા સંમત થયા છીએ. આજે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી થઈ હતી, જે આપણા સંરક્ષણ સંબંધોને સાચી દિશામાં દોરી જવામાં મદદ કરશે. અમે એવું પણ માનીએ છીએ કે હિંસા અને ઉગ્રવાદનો સામનો કરવામાં અમારી વધતી ભાગીદારી અમારા સમાજને સુરક્ષિત કરવા માટે જરૂરી છે.

મિત્રો,

હિઝ હાઇનેસ અને મારું માનવું છે કે આપણા ગાઢ સંબંધો મહત્વપૂર્ણ છે, ન માત્ર આપણા બંને દેશો માટે. તે તમામ પડોશીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આપણું જોડાણ વિસ્તારને સ્થિરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે. અને આપણી આર્થિક ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક સમૃદ્ધિનો સ્ત્રોત બની શકશે. અમે પશ્ચિમ એશિયા અને ખાડીના દેશોમાં વિકાસલક્ષી બાબતો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું, જ્યાં બંને દેશો શાંતિ અને સ્થિરતામાં સંયુક્ત રસ ધરાવે છે. અમે અફઘાનિસ્તાન સહિત અમારા પ્રદેશમાં વિકાસલક્ષી ચર્ચા પણ કરી હતી. આપણા લોકોની સલામતી અને સુરક્ષા માટે ઉગ્રવાદ અને આતંકવાદથી વધતા ખતરા પર અમારી સહિયારી ચિંતાઓ આ ક્ષેત્રમાં અમારા સહકારને આકાર આપે છે.

મિત્રો,

યુએઇમાં આશરે 2.6 મિલિયન ભારતીયો વસે છે. તેમનું પ્રદાન ભારત અને યુએઇ બંનેમાં કિંમતી છે. યુએઇમાં ભારતીય નાગરિકોના કલ્યાણ માટે અને તેમના હિતો જાળવવા માટે હું હિઝ હાઇનેસનો આભાર માનું છું. હું અબુ ધાબીમાં ભારતીય ડાયસ્પોરામાં મંદિર બનાવવા જમીન ફાળવવા માટે પણ હિઝ હાઇનેસનો આભાર માનું છું.

મિત્રો,

આપણી ભાગીદારીની સફળતા યુએઇના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહયાન અને હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ દ્વારા અંગત રસ દાખવાયો તેને આભારી છે. આગળ જતા આપણા સંબંધો ઉડાન ભરશે. મને ખાતરી છે કે યોર હાઇનેસ, તમારી મુલાકાતથી મોટો લાભ થશે અને અમારા અગાઉના આદાનપ્રદાન પર સમજૂતીનું નિર્માણ થશે. વળી તે ભવિષ્યમાં આપણી ભાગીદારીને મજબૂત કરશે, સંચાલિત કરશે અને વિવિધતા લાવશે. અંતે, હું ભારતની મુલાકાત લેવાના મારા આમંત્રણનો સ્વીકાર કરવા બદલ હિઝ હાઇનેઝનો આભાર માનું છું. હું તેમને અને તેમના પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને ભારતની આનંદદાયક મુલાકાત માટે શુભેચ્છા પાઠવું છું.

તમારો આભાર.

તમારો ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism

Media Coverage

India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Cabinet approves a Road Construction project in Uttar Pradesh worth Rs.7145.14 crore
July 01, 2026

The Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, today has approved the construction of 117.7 km Kanpur–Kabrai Access-Controlled Greenfield Highway, a four-lane access-controlled corridor with structures designed for future six-laning, forming a key segment of the Bhopal–Kanpur Economic Corridor under the National Highways (O) Programme. With an estimated total capital cost of Rs.7145.14 crore, the project will be implemented by the National Highways Authority of India (NHAI) on BOT (Toll) mode, together with the operation and maintenance of the existing Kanpur-Kabrai section of NH-34.

The project will provide seamless, high-speed connectivity between Kanpur and Kabrai, while strengthening onward connectivity to Sagar, Bhopal and other parts of Madhya Pradesh, thereby creating a modern access controlled economic corridor linking the industrial and commercial centres of Uttar Pradesh with mineral-rich, manufacturing and agricultural regions of Madhya Pradesh thereby improving.

Designed for operating speeds of 80–100 kmph, the corridor will reduce travel time between Kanpur and Kabrai from 3.5 hours to 1.5 hours (58%), while improving road safety, reducing vehicle operating costs and facilitating efficient movement of passenger and freight traffic. The project will also provide strategic connectivity with NH-34, NH-35, the Bundelkhand Expressway, Kanpur Ring Road, and State Highways SH-46, SH-91, SH-10B and SH-42, thereby strengthening integration with the regional highway network. The corridor further strengthen connectivity to the Kabrai mining belt, improving the movement of minerals, industrial goods, construction materials and agricultural produce, thereby enhancing logistics efficiency, supply chain resilience and regional economic development.

Aligned with the PM GatiShakti National Master Plan, the project will improve connectivity to 16 Economic Nodes, including the Unnao, Banther, Pankhi, Rania, Jainpur, Rooma, Chakeri, Sumerpur and Bhuragarh Industrial Areas, Trans Ganga Integrated Township, Growth Centre Jaipur, Kanpur Nagar Node and Bengal Chemicals & Pharmaceuticals Ltd. It will also strengthen connectivity to 9 Social Nodes, namely Fatehpur, Mahoba, Kanpur Zoological Park, Buddha Park, J.K. Temple & Garden, Radha Krishna Temple, Siddheshwar Mahadev Temple, Gopeshwar Mandir and Mahoba Tourist Place, and 10 Logistics Nodes, including Kanpur, Ghatampur, Hamirpur, Mahoba, Kabrai, Bharwa Sumerpur and Banda Railway Stations, together with Kanpur, Chakeri and Khajuraho Airports.

Overall, improve logistics competitiveness, industrial development and economic growth across Bundelkhand and adjoining regions of Uttar Pradesh and Madhya Pradesh, while advancing the objectives of PM GatiShakti.

The project is expected to generate approximately 11,188 direct and 13,985 indirect person-days of employment per lane per km during construction and is projected to carry an Annual Average Daily Traffic (AADT) of about 18,069 Passenger Car Units (PCUs) by FY 2028, underscoring its long-term economic, logistics and transport significance. The proposed project will thus generate close to 1.2 Crore person-days of direct employment and indirect employment.

Map of Corridor: