Swami Vivekananda said that only rituals will not connect an individual to divinity. He said Jan Seva is Prabhu Seva: PM
More than being in search of a Guru, Swami Vivekananda was in search of truth: PM Modi
Swami Vivekananda had given the concept of 'One Asia.' He said that the solutions to the world's problems would come from Asia: PM
There is no life without creativity. Let our creativity strengthen our nation and fulfil the aspirations of our people: PM
India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીની ઉજવણી અને સ્વામી વિવેકાનંદના શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ પર વિદ્યાર્થી સંમેલનને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 125 વર્ષ અગાઉ આ જ તારીખે, જે તાજેતરમાં 9/11 તરીકે વધારે જાણીતી છે, આ જ દિવસે ભારતના એક યુવાન સંન્યાસીએ થોડા, પણ પ્રભાવશાળી શબ્દોથી સમગ્ર દુનિયાનું દિલ જીતી લીધું હતું અને દુનિયાને એકતા અને સમન્વયની તાકાત દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 1893ની 9/11ની ઘટના પ્રેમ, સંવાદીપણું અને ભાતૃત્વ સાથે સંબંધિત હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે સામાજિક અનિષ્ટો સામે અવાજ બુલંદ કર્યો હતો, જે આપણા સમાજમાં પ્રવેશી ગયા હતા. તેમણે સ્વામી વિવેકાનંદની એ વાતને યાદ કરી હતી કે, ફક્ત રીતિરિવાજોથી વ્યક્તિ ઈશ્વર સાથે જોડાણ નહીં કરી શકે. તેમણે કહ્યું હતું કે, ‘જનસેવા’ એ જ ‘પ્રભુસેવા’ છે.

સ્વામી વિવેકાનંદ ભાષણ આપવામાં માનતા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, તેમના વિચારો અને આદર્શોએ રામકૃષ્ણ મિશન મારફતે સંસ્થાકીય કાર્ય માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતમાં સ્વચ્છતા જાળવવા માટે સતત કામ કરનાર તમામ લોકોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે, તેમણે જ વંદેમાતરમની ભાવનાને આત્મસાત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન વિદ્યાર્થી પાંખોએ સાફસફાઈને મહત્વ આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો મહિલાનું સન્માન કરે છે, તેઓ જ સ્વામી વિવેકાનંદના સંબોધનના પ્રારંભિક શબ્દો – “અમેરિકાનાં ભાઈઓ અને બહેનો” – પર ગર્વ કરી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ અને જમશેદજી ટાટા વચ્ચેનો પત્રવ્યવહાર સ્વામીજીની ભારતની સ્વનિર્ભરતા માટેની ચિંતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાન અને કુશળતા બંને સમાન મહત્વ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે લોકો કહે છે કે 21મી સદી એશિયાની સદી છે. પણ લાંબા સમય અગાઉ સ્વામી વિવેકાનંદે ‘વન એશિયા’ની વિભાવના આપી હતી અને કહ્યું હતું કે, વિશ્વની વિવિધ સમસ્યાઓના સમાધાનો એશિયામાંથી મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રચનાત્મકતા અને નવીનતા માટે યુનિવર્સિટી કેમ્પસથી વધારે શ્રેષ્ઠ સ્થળ અન્ય કોઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, કેમ્પસમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને મજબૂત કરવા વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને ભાષાઓની ઉજવણી કરવા દિવસોનું આયોજન કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું મહત્વ વધી રહ્યું છે અને આ માટે જનશક્તિ જવાબદાર છે. તેમણે વિદ્યાર્થી સમુદાયની પ્રશંસા કરીને કહ્યું હતું કે, “નિયમોનું પાલન કરો, ભારતનો ડંકો વાગશે.”

Click here to read the full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Boost for India! IMF raises GDP growth forecast to 6.5% for FY27 despite Middle East conflict; lower US tariffs to benefit economy

Media Coverage

Boost for India! IMF raises GDP growth forecast to 6.5% for FY27 despite Middle East conflict; lower US tariffs to benefit economy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people of Himachal Pradesh on Himachal Diwas
April 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended greetings to the people of Himachal Pradesh on the occasion of Himachal Diwas.

The Prime Minister said that this sacred Devbhoomi has a special identity due to its rich traditions, unique cultural heritage and the diligence, sense of duty and humility of its people.

On this auspicious occasion, the Prime Minister wished for a bright future for all families of the state.

The Prime Minister wrote on X;

“समस्त हिमाचलवासियों को हिमाचल दिवस की हार्दिक शुभकामनाएं। यह पावन देवभूमि अपनी समृद्ध परंपराओं, अनुपम सांस्कृतिक धरोहर और यहां के लोगों की कर्मठता, कर्तव्यनिष्ठा और विनम्रता के कारण विशेष पहचान रखती है। इस पुनीत अवसर पर मैं प्रदेश के सभी परिवारजनों के उज्ज्वल भविष्य की कामना करता हूं।”