Police, forensic science and judiciary are integral parts of criminal justice delivery system: Prime Minister
Greater technological intervention in forensic science can help tackle challenges of cyber security: PM Modi
In order to deal with rapidly changing crime scenario we have to develop newer techniques to make it clear that criminals will not be spared: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

તેમણે યુનિવર્સિટી અને એનાં વિદ્યાર્થીઓને પથપ્રદર્શક ગણાવ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓની આ પ્રવાહ પસંદ કરવા એમનાં ખંત માટે પ્રશંસા કરી હતી, જે સામાન્ય રીતે બિનપરંપરાગત ગણાશે, પણ હાલનાં સમય માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આત્મવિશ્વાસ અને નિર્ણાયકતાની આ ખાસિયતો આગામી સમયમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ દળ અને અસરકારક ન્યાયતંત્રની જેમ મજબૂત ફોરેન્સિક સાયન્સ સેટઅપ નાગરિક સલામતી સુનિશ્ચિત કરવામાં અને અપરાધને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિમાં એ ડર પેદા કરવો જરૂરી છે કે એ કોઈ અપરાધ કરશો તો પકડાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. અહીં ફોરેન્સિક સાયન્સ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

તેમણે અપરાધની તપાસ અને ન્યાય આપવાનાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માનવીય સંસાધન ઊભા કરવા માટે પૂરક બનવા બદલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પોતાની તાલીમ અને શિક્ષણ મારફતે આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

પ્રધાનમંત્રીએ સાયબર અપરાધનાં પડકાર વિશે વિગતવાર વાત કરી હતી તેમજ આ સંદર્ભમાં ફોરેન્સિક અને સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે વીમા ઉદ્યોગમાં ફોરેન્સિક સાયન્સનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ન્યાયતંત્રની વ્યવસ્થાને મદદ કરવા અને અપરાધીઓને પકડવા ડીએનએ પ્રોફાઇલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આપણે મહિલાઓ પર થતાં અત્યાચાર સહિત જઘન્ય અપરાધો અટકાવવા સક્ષમ બનીશું.

તેમણે સમગ્ર વિશ્વમાં બદલાઈ રહેલા પ્રવાહોનું કેન્દ્ર બનવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

તેમણે કેટલાંક પ્રગતિશીલ પરિવર્તનો કરવા પ્રોત્સાહન આપ્યું હતું, જે આપણી દુનિયાને વધારે શ્રેષ્ઠ બનાવશે. તેમણે સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને વાઇબ્રન્ટ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

 

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ડિસેમ્બર 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond