ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ અર્થવ્યવસ્થામાંનું એક છે અને અમે ઝડપી ગતિએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ: વડા પ્રધાન
ડિજિટલ ઓડિટ અને ડિજિટલ ગવર્નન્સ વિવિધ સંસ્થાઓની સંસ્થાકીય યાદશક્તિને મજબૂત કરી શકે છે: પ્રધાનમંત્રી
દેશમાં સુનિશ્ચિત કાર્યનું સંચાલન કરવામાં કેગની મહત્વપૂર્ણ ભૂમિકા છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2019) એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત વ્યવસ્થા કાર્યરત થવાનું શરૂ થયું છે. એમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ) મોટી ભૂમિકા ભજવે છે.

 કેગ ખંતપૂર્વક પોતાની ભૂમિકા અદા કરી કરે છે એટલે આવું શક્ય બન્યું છે, ખાસ કરીને કેગની ઑફિસોનાં અધિકારક્ષેત્રમાં. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારના કટિબદ્ધ ઑડિટર્સને કારણે કેગની વિશ્વસનિયતા અને ક્ષમતામાં વદારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની જૂની સ્થાપિત સંસ્થામાં પરિવર્તન લાવવો એક મોટો પડકાર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે સુધારાઓની વાત કરવી આકર્ષક લાગે છે, પણ જ્યારે સંપૂર્ણ રેન્ક સુધારા કરવા સંપૂર્ણ સમર્પણ સાથે સજ્જ થાય, ત્યારે વાસ્તવિક સુધારા થાય છે. આ વાત દેશની દરેક સરકાર અને દરેક સંસ્થાને લાગુ પડે છે અને એમાં કેગ પણ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, કેગની ઑડિટ કે હિસાબ કરવાની પ્રક્રિયામાં પણ પરિવર્તન થયું છે. 

કેગ જે કંઈ કામગીરી કરે છે એની સીધી અસર શાસન કે વહીવટ પર થશે. કેગની ઑડિટ કરવાની પ્રક્રિયામાં બહુ સમય ન લાગવો જોઈએ. કેગ સંસ્થા પણ કેગ પ્લસ બનવા પ્રગતિનાં માર્ગે અગ્રેસર છે.

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates

Media Coverage

PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જૂન 2026
June 24, 2026

Appreciation for PM Modi’s Vision for Holistic Growth, Furthering Technology as well as Traditions