ખેડૂતોની સમૃદ્ધિ અને તેમના જીવનના ગૌરવને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પીએમ- કિસાન યોજનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્માં કહ્યું, ‘આજના દિવસે 2 વર્ષ અગાઉ પીએમ-કિસાન યોજના રજૂ કરવામાં આવી હતી, જેનો હેતુ આપણા આકરી મહેનત કરતા અને આપણા દેશને દિવસ રાત મહેનત કરીને ખાદ્યાન્ન પુરું પાડતા ખેડૂતોની સમૃદ્ધિ અને તેમના જીવનને ગૌરવપૂર્ણ બનાવવાનો છે. આપણા ખેડૂતોની લગન અને ધીરજ પ્રેરણારૂપ છે.
છેલ્લા 7 વર્ષથી ભારત સરકારે કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે અનેક પગલાં લીધા છે. ઉત્તમ સિંચાઈથી લઈને વધુ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ, વધુ ક્રેડિટ અને યોગ્ય પાક વીમાના વેચાણથી તેમજ ખેતીની જમીનના સ્વાસ્થ્ય પર લક્ષ આપીને વચેટિયાઓની બાદબાકી કરવા જેવા તમામ પગલાં તેમાં સામેલ છે.
અમારી સરકારે એમએસપીમાં ઐતિહાસિક વધારો કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. અમે ખેડૂતોની આવક બમણી કરવાના શક્ય એવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
આપ સૌ નમો એપ પર આ અંગેની વિગતવાર માહિતી મેળવી શકો છો તેમજ ખેડૂતો માટે જે કાર્યો થયા છે તેની ઝાંખી પણ પ્રાપ્ત કરી શકો છો.
પીએમ કિસાન નિધિના લોન્ચિંગને આજે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે. અન્નદાતાઓના કલ્યાણને સમર્પિત આ યોજનાથી કરોડો ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, તેનાથી અમને તેમના માટે વધુ કામ કરવાની પ્રેરણા મળી છે.
અન્નદાતાઓના જીવનને સરળ બનાવવા અને તેમની આવક બમણી કરવાનો જે સંકલ્પ દેશે લીધો છે, તેમાં પીએમ કિસાન યોજનાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આજે આપણા ખેડૂતો આત્મનિર્ભર ભારત અભિયાનના પણ અભિન્ન અંગ બની રહ્યા છે.
Over the last 7 years, the Government of India has taken many initiatives for transforming agriculture. From better irrigation to more technology, more credit and markets to proper crop insurance, focus on soil health to eliminating middlemen, the efforts are all-encompassing.
— Narendra Modi (@narendramodi) February 24, 2021

Our Government had the honour of ushering a historic increase in MSP. We doing everything possible to double the income of farmers.
— Narendra Modi (@narendramodi) February 24, 2021
You can find insightful content on the NaMo App, offering a glimpse of the work done for farmers. #KisanKaSammanPMKisan pic.twitter.com/pHxqY3NBPq