PM Modi extends New Year greetings to citizens across the Nation
People across India are celebrating the start of New Year. New Year greetings to everyone. May the year bring peace, joy & prosperity: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં નવા વર્ષની ઉજવણી કરતા તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી કે, નવું વર્ષ દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સમગ્ર ભારતના નાગરિકો નવા વર્ષની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છે. દરેકને નવા વર્ષની શુભેચ્છા. વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.

નવું વર્ષ અને નવરાત્રિની દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભેચ્છા. નવસંવત્સર આપણા સૌના જીવનમાં સમૃધ્ધિ, ખુશી અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.

સાજિબુ ચેઇરાબા મણિપુરમાં મારા ભાઈઓ અને બહેનોને શુભેચ્છા. આગામી વર્ષ આનંદદાયક, સુખદાયક અને પ્રગતિકારક બની રહે. નાવરેહના પવિત્ર પ્રસંગે દરેકને મારી શુભેચ્છા. આગામી વર્ષ હકારાત્મકતા અને સારું સ્વાસ્થ્ય લાવનારું બની રહે તેવી પ્રાર્થના.

ઉગાડી ઉજવણી કરનાર તમામને મારી શુભેચ્છા. આગામી વર્ષમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થાય અને બધે ખુશીઓ ફેલાય તેવી પ્રાર્થના.

સિંધી ભાઈબહેનોને ચેટી ચાંદની શુભેચ્છા. ભગવાન ઝુલેલાલ આપણને આશીર્વાદ આપે અને આગામી વર્ષ યાદગાર અને સુખદાયક બની રહે તેવી પ્રાર્થના.

ગુડી પડવાના વિશેષ પ્રસંગે મહારાષ્ટ્રના લોકોને મારી શુભેચ્છા. આગામી વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્યકારક બની રહે તેવી પ્રાર્થના.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent