શેર
 
Comments
Women have shown how a positive change has begun in rural India. They are bringing about a qualitative change: PM
Guided by the mantra of Beti Bachao, Beti Padhao, the Government is trying to bring about a positive change: PM
Boys and girls, both should get equal access to education: PM Narendra Modi
Swachhata has to become our Svabhaav. The poor gains the most when we achieve cleanliness and eliminate dirt: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં સ્વચ્છ શક્તિ 2017 – મહિલા સરપંચોના સંમેલનને સંબોધન કર્યું હતું.


તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમ સ્વચ્છ ભારત અભિયાનમાં નોંધપાત્ર પ્રદાન કરનાર સરપંચોનું સન્માન કરવાનો પ્રસંગ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવીશું, જેમણે કહ્યું હતું કે, રાજકીય સ્વતંત્રતા કરતા સ્વચ્છતા વધારે જરૂરી છે. 

તેમણે સ્વચ્છતા માટેના અભિયાને જે વેગ પકડ્યો છે એને જાળવી રાખવી અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણી ટેવ કે આદત બનાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે સ્વચ્છતા મેળવીએ છીએ અને ગંદકી દૂર કરીએ છીએ, ત્યારે તેનો સૌથી વધુ ફાયદો ગરીબોને થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે સન્માન પામેલી મહિલાઓએ અનેક ભ્રમ ભાંગી નાંખ્યા છે અને ગ્રામીણ ભારતમાં સકારાત્મક ફેરફારની શરૂઆત થઈ છે એ દર્શાવ્યું છે.


 શ્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે જ્યારે તેઓ મહિલા સરપંચોને મળે છે, ત્યારે તેઓ હકારાત્મક ફરકની દ્રઢતા જોઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, મહિલા સરપંચો ગુણાત્મક ફેરફાર લાવવા ઇચ્છે છે .

 ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ પહેલ વિશે તેમણે કહ્યું હતું કે, મહિલા સરપંચો ધરાવતા ગામડાઓ મહિલા ભ્રૂણહત્યાનો અંત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


 પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભેદભાવની માનસિકતાનો સ્વીકાર ન થઈ શકે અને છોકરાઓ અને છોકરીઓને શિક્ષણની સમાન તક મળવી જોઈએ.

પ્રધાનમંત્રીએ એવોર્ડ વિજેતા સરપંચોને અભિનંદન આપતા કહ્યું હતું કે, તેમણે સંપૂર્ણ રાષ્ટ્રને પ્રેરણા આપી છે.

 

Click here to read full text speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India to have over 2 billion vaccine doses during August-December, enough for all: Centre

Media Coverage

India to have over 2 billion vaccine doses during August-December, enough for all: Centre
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2021
May 14, 2021
શેર
 
Comments

PM Narendra Modi releases 8th instalment of financial benefit under PM- KISAN today

PM Modi has awakened the country from slumber to make India a global power