શેર
 
Comments

ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણનો અમારો સંકલ્પ

પ્રિય મિત્રો,

આ સપ્તાહની શરૂઆતમાં અમે ગુજરાત ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું. સંકલ્પપત્રનાં માધ્યમથી અમે આવતા પાંચ વર્ષોમાં વિકાસના કેવા કાર્યો કરવા પ્રતિબધ્ધ છીએ તેનાથી આપને જ્ઞાત કર્યા.

એક પછી એક કોંગ્રેસની દરેક સરકારે સમાજનાં અમુક વર્ગો કે જેમને તે પોતાની વોટબેંક બનાવવા માંગતા હતા તેમની સામે ટુકડાઓ ફેંક્યા કર્યા, અને બાકીનાં વર્ગોને છોડી દીધા; એટલે નહિ કે આ લોકો લાભ આપવાને લાયક નહોતા; એટલે નહિ કે આ લોકોમાં વિકાસ કરવાની ક્ષમતા નહોતી; પણ માત્ર એટલા માટે કે કોંગ્રેસની સરકારને તેઓ ચૂંટણીની દ્રષ્ટિએ ફાયદાકારક નહોતા લાગતા.

જ્યારે સરકારો વોટબેંકની રાજનીતિમાં ગળાડુબ બને છે ત્યારે તે લોકોને એવું કહીને મૂર્ખ બનાવે છે કે તે વિકાસનાં ફળ દરેક વર્ગનાં લોકોને સમાન રીતે આપવા માંગે છે. આ બાબત મને ઘણી પીડા આપે છે. પણ આ પરિસ્થિતિ બદલાવી જોઈએ. પ્રત્યેક ગુજરાતીને, ભલે તે ભાજપને મત આપતો હોય કે નહિ, પ્રગતિનાં સમાન અવસરો કેમ ન મળે?

ર્વસમાવેષક અને સર્વાંગી વિકાસ દ્વારા ગુજરાતને એક ભવ્ય અને દિવ્ય રાજ્ય બનાવવાનુ અમારુ વિઝન રહ્યું છે અને રહેશે. આ સંકલ્પપત્ર દ્વારા હું મારા ગુજરાતી ભાઈ-બહેનોને ભાજપને ચૂંટી કાઢવાની અપીલ કરુ છું. ધર્મ, નાત, જાતનાં ભેદભાવ વગર દરેકને સમાન અવસરો મળી રહે તે માટે, ફરી એકવાર, ભાજપને ચૂંટી કાઢો. ગરીબીની ખાઈમાંથી પ્રગતિનાં શિખર સુધી પહોંચવા ભાજપને ચૂંટી લો. ગરીબી નાબુદીની યોજનાઓમાંથી વચેટિયા અને એજન્ટોનું નામોનિશાન મિટાવી દેવા ભાજપને ચૂંટી લો. મિત્રો, આ ‘ગરીબી હટાવો’ સૂત્ર ઘણું આકર્ષક છે. કમનસીબે, કોંગ્રેસે આને માત્ર એક સૂત્ર પૂરતુ મર્યાદિત બનાવી રાખ્યુ છે. કોંગ્રેસ માટે આ એક એવું ઘરેણું છે જેને તે દર પાંચ વર્ષે લોકરમાંથી કાઢીને લોકોને બતાવે છે અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.

કોંગ્રેસનાં રાજમાં વચેટિયાઓ ફુલ્યા-ફાલ્યા છે, અને સરકારી તિજોરીમાંથી નીકળેલો પ્રત્યેક રૂપિયો લોકો સુધી પહોંચતા સુધી તો સાવ ૧૫ પૈસા બનીને રહી ગયો છે. નિરંતર વિકાસને બદલે કોંગ્રેસે લગાતાર ગરીબી આપી છે. અમારી સરકારનાં પ્રયાસોને લીધે મોટી સંખ્યામાં દરેક ધર્મ અને જાતનાં લોકો હવે મધ્યમ વર્ગમાં સ્થાન પામ્યા છે. એક નવો મધ્યમ વર્ગ ઉભો થયો છે, જેમના પોતાના સ્વપના છે, મહત્વકાંક્ષાઓ છે અને આગળ વધવાનો નિર્ધાર છે. આ વર્ગ ગુજરાતની વિકાસયાત્રાને વેગ આપનાર એક અત્યંત મહત્વનું પાસુ બની રહ્યો છે. ગુજરાતનો વિકાસ ઘણા અંશે આ વર્ગનાં લોકો પર આધારિત છે, અને એટલે જે તેમને
અમારા વિકાસ થકી ગુજરાતનો વિકાસ
એવું એક સૂત્ર આત્મસાત કરી લેવાનું હું આહવાન આપું છું. તમે જોયું હશે કે કોંગ્રેસ સરકાર અને તેના સાથી પક્ષોનાં ચૂંટણી ઢંઢેરાઓમાં તેઓ હજી પણ સાવ પ્રાથમિક કહેવાય એવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાનાં વચન આપે છે. આ પહેલા આપેલા વચનો હજી સુધી તેમણે પાળ્યા નથી એ હકીકતને તેઓ ભુલી જાય છે! મિત્રો, અત્યાર સુધી તો અમે અગાઉની કોંગ્રેસ સરકારોએ પાડેલા ખાડા પુરવાનું કામ કર્યું છે. હવે વર્તમાન યોજનાઓ અને કાર્યક્રમોનું ફલક વિસ્તૃત બનાવીને તેમનો વ્યાપ વધારવો છે. આમાંથી ઘણી યોજનાઓને તો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ઓળખ અને પ્રશંસા પણ મળી ચૂકી છે.

શિક્ષણ, ખાસ કરીને કન્યા કેળવણી, આરોગ્ય સેવાઓ, શહેરી અને ગ્રામીણ આવાસ, કૃષિ, સિંચાઈ, ગરીબી નાબુદી, વીજળી, સડક, પાણી, રોજગાર જેવા મહત્વનાં ક્ષેત્રોમાં હજી વધુ ફરણફાળ ભરવા ગુજરાત તૈયાર થઈ ચૂક્યુ છે.

વૈશ્વિક સ્પર્ધાનાં આ સમયમાં ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા ગુજરાત જ્યારે તૈયાર થયું છે, ત્યારે દેશમાં હાલનાં સમયમાં ઉભી થયેલી કેટલીક ચિંતાજનક બાબતો અંગે મારા વિચારો તમારી સાથે શેર કરવા માંગુ છું. એક પછી એક હજ્જારો કરોડ રૂપિયાનાં કૌભાંડો કરીને યુપીએ સરકારે દેશને ઉંડી ખાઈમાં ધકેલી દીધો છે. યુપીએ સરકારની નીતિપંગુતા અને નેતા, નીતિ તથા નિયતનાં અભાવે દેશનાં લોકોની ઉદ્યોગસાહસિકતા અને આશાઓ પર કુઠારાઘાત કરીને દેશમાં ચારેકોર નિરાશાનું વાતાવરણ સર્જી દીધુ છે. લોકો હવે ઉદ્યોગ-વાણિજ્ય અને મૂડીરોકાણને અવિશ્વાસની નજરોથી જોઈ રહ્યા છે. આ બાબત આપણા દેશ માટે સારી નથી. ઉદ્યોગો, ઉદ્યમ અને મૂડીરોકાણ જ આપણા દેશને સ્વનિર્ભર બનાવશે. ગુજરાતમાં થતા પ્રત્યેક મૂડીરોકાણ થકી જે મૂડી અન્યથા નકામી પડી રહી હોત અથવા તો વિદેશોમાં જતી રહી હોત તે આપણા અર્થતંત્રમાં આવે છે. તેનાથી મોટા પાયે રોજગારીનાં અવસરોનું સર્જન થાય છે.

રાજ્યભરમાં અનેક આનુષાંગિક એકમો ઉભા થઈ રહ્યા છે અને પરિણામે રોજગારી વધી રહી છે. ફાઈવસ્ટાર હોટલથી લઈને પરવડે એવા ગેસ્ટહાઉસ, મલ્ટી-ક્વિઝીન રેસ્ટોરાંથી લઈને ચા ની દુકાન આ બધા ધંધા અહીં ધમધોકાર ચાલે છે. પરિણામે ઘણા ગુજરાતી ભાઈ-બહેનોનાં ઘરનો ચૂલો તેમની પોતાની પરસેવાની કમાણીથી પ્રગટી રહ્યો છે. સમગ્ર રાજ્ય ઉર્જા અને જુસ્સાથી થનગની રહ્યુ છે. ઉદ્યોગ-વાણિજ્યનો નહિ પણ ભ્રષ્ટાચાર અને સગાવાદનો ખાતમો બોલાવાની જરૂર છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે જરૂર છે વિઝનની અને ઉત્સાહની. તમારા પરસેવાની કમાણી પર કોઈ એક પક્ષ કે પરિવાર માલિકી ભોગવે એમ ન બનવુ જોઈએ. આ પરિસ્થિતિને બદલવા માટે હું મારા પ્રયાસો ચાલુ રાખીશ. મિત્રો, ચાલો આ ચૂંટણીમાં કોંગ્રેસને મૂળથી ઉખેડી કાઢવાનો સંકલ્પ લઈએ. કોંગ્રેસ આપણી લોકશાહીમાં કોઈ સર્જનાત્મક ભુમિકા ભજવતી નથી. ગુજરાતમાં તે સત્તા પર હતી ત્યારે તો નિષ્ફળ રહી જ, પણ વિરોધ પક્ષ તરીકેની ભુમિકામાં પણ નિષ્ફળ રહી છે.  

ગુજરાતનો જેવો અને જેટલો વિકાસ થશે એ તમારા જીવનને પણ પ્રભાવિત કરશે. ચૂંટણી એ આપણી લોકશાહીનો સૌથી મહત્વનો તહેવાર છે, અને મત આપવો એ તમારો સૌથી અગત્યનો અધિકાર છે. તમારો મત વિચારીને આપો. તમે ભલે ગમે તેને મત આપો, એક વાત યાદ રાખજો, આ યાત્રામાં આપણા સૌ સાથે છીએ. જય જય ગરવી ગુજરાત!

આપનો,

નરેન્દ્ર મોદી

ALSO READ- BJP releases Sankalp Patra for 2012 Gujarat VIdhan Sabha elections

Read the detailed "Sankalp Patra" in English.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
World's tallest bridge in Manipur by Indian Railways – All things to know

Media Coverage

World's tallest bridge in Manipur by Indian Railways – All things to know
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતમાં કોવિડ રસીના 100 કરોડથી વધારે ડોઝ દર્શાવે છે કે, જનભાગીદારીથી શું હાંસલ થઈ શકે છે
October 22, 2021
શેર
 
Comments

ભારતે 21 ઑક્ટોબર, 2021ના રોજ 100 કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિન્હ પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત 9 મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-19 મહામારીનો સામનો કરવાની આ સફર મહત્ત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને જ્યારે આપણે વર્ષ 2020ની શરૂઆતની સ્થિતિને યાદ કરીએ તો માનવજાત 100 વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી અને કોઈને વાઇરસ વિશે વધારે જાણકારી નહોતી. એ સમયે કેવી અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ હતી. આપણે ઝડપથી વૃદ્ધિ કરતા અજાણ્યા અને અદૃશ્ય શત્રુનો સામનો કર્યો હતો. ચિંતાથી શરૂ થયેલી અને સુનિિૃતતા સુધી પહોંચેલી આ સફરમાં આપણો દેશ મજબૂત બનીને બહાર આવ્યો છે. જે માટે આપણા દેશમાં ચાલી રહેલું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન જવાબદાર છે.

આ ખરા અર્થમાં ભગીરથ પ્રયાસ છે, જેમાં સમાજના વિવિધ વર્ગના લોકો સંકળાયેલા છે. આ અભિયાન કેટલું મોટું છે એનો અંદાજ મેળવવા આટલું વિચારો- રસીનો દરેક ડોઝ આપવામાં આરોગ્યકર્મીઓને ફક્ત 2 મિનિટ લાગે છે. આ રીતે આ સીમાચિન્હ પાર કરવામાં આશરે 41 લાખ માનવદિવસો લાગ્યા છે અથવા અંદાજે 1,100 માનવવર્ષોનો પ્રયાસ થયો છે. કોઈ પણ પ્રયાસ ઝડપ અને વ્યાપ હાંસલ કરે એ માટે તમામ હિતધારકોનો વિશ્વાસ મહત્ત્વપૂર્ણ હોય છે. આ અભિયાનની સફળતા માટે જવાબદાર વિવિધ કારણો પૈકીનું એક કારણ એ ભરોસો હતો. જે અવિશ્વાસ અને ડરનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો વચ્ચે પણ લોકોએ રસીમાં અને રસીકરણની પ્રક્રિયામાં મૂક્યો છે.

આપણામાંથી કેટલાક લોકો હજુ પણ વિદેશી બ્રાન્ડમાં જ વિશ્વાસ મૂકે છે, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ જો કે જ્યારે કોવિડ-19 રસી જેવી મહત્ત્વપૂર્ણ બાબતની વાત આવી હતી. ત્યારે ભારતીયોએ એકમતે ‘મેડ ઇન ઇન્ડિયા’ રસીઓ પર ભરોસો મૂક્યો હતો. આ ભારતીયોની માનસિકતામાં ઊડીને આંખે વળગે એવું પરિવર્તન છે.

ભારતનું રસીકરણ અભિયાન ભારતની ક્ષમતાનું આદર્શ ઉદાહરણ છે. જો ભારતના નાગરિકો અને સરકાર જનભાગીદારીના એક સર્વમાન્ય લક્ષ્યાંક માટે એકમંચ પર આવે, તો દેશ એને હાંસલ કરી શકે છે. જ્યારે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી, ત્યારે ઘણા લોકોએ 130 કરોડ ભારતીયોની ક્ષમતા વિશે શંકા સેવી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે, ભારતને રસીકરણ અભિયાન પૂરું કરતા 3થી 4 વર્ષ લાગશે. અન્ય કેટલાકનું કહેવું હતું કે, લોકો રસી લેવા આગળ નહીં આવે. વળી એવું કહેનારા લોકો પણ હતા કે, રસીકરણની પ્રક્રિયામાં અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થશે. અરે, કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે, ભારત પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન નહીં કરી શકે. પણ જનતા કરફ્યૂ અને પછી લૉકડાઉનની જેમ ભારતીયોએ પુરવાર કર્યું હતું કે, જો તેઓ વિશ્વસનીય ભાગીદાર બને, તો ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ થઈ શકશે.

જ્યારે દરેક વ્યક્તિ પોતીકાપણાની ભાવના અનુભવે છે. ત્યારે કશું અશક્ય નથી. આપણા આરોગ્યકર્મીઓએ લોકોને રસી આપવા દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા નદીઓ ઓળંગી હતી અને પર્વતોનું ચઢાણ કર્યું હતું. જ્યારે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં રસી લેવામાં લોકો ઓછામાં ઓછો ખચકાટ અનુભવે છે. ત્યારે આનો શ્રોય આપણા યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ, આરોગ્યકર્મીઓ, સામાજિક અને આધ્યાત્મિક આગેવાનોને જાય છે.

વિવિધ હિત ધરાવતા સમૂહોનું રસીકરણમાં પ્રાથમિક્તા આપવા ઘણું દબાણ હતું. પણ સરકારે સુનિિૃત કર્યું હતું કે, અમારી અન્ય યોજનાઓની જેમ રસીકરણ અભિયાનમાં પણ વીઆઈપી કલ્ચર ઊભું નહીં થાય.

 જ્યારે વર્ષ 2020ની શરૂઆતમાં કોવિડ-19એ દુનિયાભરમાં મોટાપાયે જાનહાનિ કરી હતી, ત્યારે આપણા માટે સ્પષ્ટ થઈ ગયું હતું કે, આ મહામારીનો સામનો રસીની મદદથી જ થઈ શકશે. અમે તાડબતોબ તૈયારી શરૂ કરી હતી. અમે નિષ્ણાતોના જૂથો બનાવ્યાં હતાં અને એપ્રિલ, 2020ની શરૂઆતથી રૂપરેખા બનાવવાની શરૂઆત કરી હતી.

અત્યાર સુધી ગણ્યાગાંઠયાં દેશો તેમની પોતાની રસીઓ બનાવી શક્યા છે. 180થી વધારે દેશો અતિ મર્યાદિત ઉત્પાદકો પર નિર્ભર છે અને ડઝન દેશો હજુ પણ રસીના પુરવઠા માટે રાહ જોઈ રહ્યાં છે. આ સ્થિતિ સંજોગોમાં ભારતે 100 કરોડથી વધારે રસીના ડોઝ આપી દીધા છે ! જો ભારતે પોતાની રસી વિકસાવી ન હોત, તો આપણા દેશમાં કેવી સ્થિતિ સર્જાઈ હોત એનો વિચાર કરો. આટલી મોટી વસતી માટે ભારતને પર્યાપ્ત રસીનોે પુરવઠો કેવી રીતે મળ્યો હોત અને એમાં કેટલાં વર્ષો લાગ્યાં હોત ? આનો શ્રોય ભારતના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને જાય છે, જેેઓ કટોકટીની સ્થિતિમાં મૂઠી ઊંચેરા પુરવાર થયા. તેમની પ્રતિભા અને મહેનતને પરિણામે ભારત રસીની બાબતમાં ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. આપણા રસી ઉત્પાદકોએ આટલી મોટી વસતીની માગને પૂર્ણ કરવા ઉત્પાદનક્ષમતા વધારી દર્શાવ્યું છે કે, તેમના માટે દેશ અને દેશના નાગરિકો સર્વોપરી છે.

સામાન્ય રીતે ભારતમાં સરકારો વિકાસ કે પ્રગતિ આડે અવરોધો ઊભા કરવા માટે જાણીતી છે. પણ અમારી સરકારે વિકાસ કે પ્રગતિ માટે સુવિધાકાર અને પ્રેરકબળની ભૂમિકા અદા કરી છે. સરકારે પહેલાં દિવસથી રસીનિર્માતાઓ સાથે જોડાણ કર્યું હતું અને સંસ્થાગત સહાય, વૈજ્ઞાનિક સંશોધન, ફંડિંગ સ્વરૂપે તેમજ નિયમનકારક પ્રક્રિયાને વેગ આપવા તેમને ટેકો આપ્યો હતો. સરકારના તમામ મંત્રાલયો રસીનિર્માતાઓને સુવિધા આપવા એકમંચ પર આવ્યા હતા અને અમારી સરકારના સંપૂર્ણ અભિગમ સ્વરૂપે કોઈપણ અવરોધને દૂર કર્યો હતો.

ભારત જેવા વિશાળ દેશમાં રસીનું ઉત્પાદન કરવું પર્યાપ્ત નથી. રસીના ઉત્પાદન પછી અંતરિયાળ વિસ્તારોમાં પુરવઠો પહોંચાડવા અને શ્રોષ્ઠ લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એમાં સંકળાયેલા પડકારોને સમજવા રસીની એક શીશીની સફરનો વિચાર કરો. પૂણે કે હૈદરાબાદના પ્લાન્ટમાંથી શીશી કોઈપણ રાજ્યના કેન્દ્રમાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેને જિલ્લાના કેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે. અહીંથી આ શીશી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં ફ્લાઇટ્સ અને ટ્રેનોની હજારો સફર સંકળાયેલી છે. આ સંપૂર્ણ સફરમાં એક ખાસ રેન્જમાં તાપમાન જળવાઈ રહેવું જોઈએ, જેના પર કેન્દ્રીય સ્તરેથી નજર રાખવામાં આવે છે. આ માટે 1 લાખથી વધારે કોલ્ડ-ચેઇન ઉપકરણોનો ઉપયોગ થયો હતો. રાજ્યોને રસીઓના ડિલિવરી શિડયૂલની અગાઉથી જાણકારી આપવામાં આવી હતી, જેથી તેઓ રસીકરણ અભિયાનની શ્રોષ્ઠ યોજના બનાવી શકે અને પૂર્વનિર્ધારિત દિવસોમાં તેમના સુધી રસીઓ પહોંચી શકે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ પ્રયાસ છે.

આ તમામ પ્રયાસોમાં કોવિન ટેક્નોલોજી પ્લેટફોર્મે અસરકારક ભૂમિકા ભજવી હતી. આ પ્લેટફોર્મે સુનિિૃત કર્યું હતું કે, રસીકરણ અભિયાન સમાન અને વ્યાપક ધોરણે, ટ્રેક કરી શકાય અને પારદર્શક રીતે ચાલે. એનાથી ઓળખાણ કે લાગવગનો કોઈ અવકાશ રહ્યો નહોતો. એમાં એ પણ સુનિિૃત થયું હતું કે, એક ગરીબ કામદાર એના ગામમાં પહેલો ડોઝ લઈ શકે અને પર્યાપ્ત સમયના અંતરાલ પછી એ જ રસીનો બીજો ડોઝ શહેરમાં લઈ શકે, જ્યાં તે કામ કરે છે. પારદર્શકતા વધારવા રિયલ-ટાઇમ ડેશબોર્ડ ઉપરાંત ક્યૂઆર-કોડેડ સર્ટિફિકેટથી વેરિફાઈ કરવાની ક્ષમતા સુનિિૃત થઈ હતી. આ પ્રકારના પ્રયાસો ભારતની સાથે દુનિયામાં પણ ભાગ્યે જ જોવા મળ્યા છે.

મેં વર્ષ 2015ના સ્વતંત્રતા દિવસના મારા સંબોધનમાં કહ્યું હતું કે, આપણો દેશ ‘ટીમ ઇન્ડિયા’ને કારણે અગ્રેસર થઈ રહ્યો છે અને ટીમ ઇન્ડિયા આપણા 130 કરોડ ભારતીયોની વિશાળ ટીમ છે. જનભાગીદારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. જો આપણે 130 કરોડ ભારતીય ખભેખભો મિલાવીને દેશ ચલાવીએ, તો આપણો દેશ દરેક ક્ષણે 130 કરોડ સ્ટેપ અગ્રેસર થશે. આપણા રસીકરણ અભિયાને એક વાર ફરી આ ‘ટીમ ઇન્ડિયા’ની ક્ષમતા પુરવાર કરી છે. ભારતની એના રસીકરણ અભિયાનની સફળતાએ દુનિયાને એ પણ દર્શાવ્યું છે કે, લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે.