Iજી20નું ભારતનું પ્રમુખ પદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહ્યું
કતારમાં ખૂબ જ છેલ્લી વ્યક્તિ, વંચિતોની સેવા કરવાના ગાંધીજીના મિશનનું અનુકરણ કરવું મહત્વપૂર્ણ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી દિલ્હી જી-20 સમિટ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક વિકાસમાં નવો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું જી20નું પ્રમુખ પદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહ્યું છે, જ્યાં વૈશ્વિક દક્ષિણની વિકાસલક્ષી ચિંતાઓને સક્રિયપણે વ્યક્ત કરવામાં આવી છે.

વંચિતોની સેવા કરવાના ગાંધીજીના મિશનનું અનુકરણ કરવાના મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પ્રગતિને આગળ વધારવા માટે માનવ-કેન્દ્રિત માર્ગ પર વધારે ભાર મૂકે છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ 'એક પૃથ્વી', 'એક પરિવાર' અને 'એક ભવિષ્ય' પર સત્રોની અધ્યક્ષતા કરશે, જેમાં મજબૂત, સ્થાયી, સર્વસમાવેશક અને સંતુલિત વૃદ્ધિને આગળ વધારવા સહિત વિશ્વ સમુદાય માટે મુખ્ય ચિંતાના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. તેમણે મિત્રતા અને સહકારનાં જોડાણને વધારે ગાઢ બનાવવા કેટલાંક નેતાઓ અને પ્રતિનિધિમંડળનાં વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, માનનીય રાષ્ટ્રપતિ 9 સપ્ટેમ્બર, 2023નાં રોજ નેતાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. નેતાઓ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તે જ દિવસે સમાપન સમારંભમાં જી20 લીડર્સ સ્વસ્થ 'એક પૃથ્વી' માટે 'એક પરિવાર' જેવા સાતત્યપૂર્ણ અને સમાન 'એક ભવિષ્ય' માટે તેમના સંયુક્ત વિઝનની આપ-લે કરશે.

પ્રધાનમંત્રીએ X પર એક થ્રેડ શેર કરતાં કહ્યું હતું કેઃ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતને 09-10 સપ્ટેમ્બર, 2023નાં રોજ નવી દિલ્હીનાં આઇકોનિક ભારત મંડપમમાં 18મી જી20 સમિટનું આયોજન કરવાની ખુશી છે. આ પહેલી જી-20 સમિટ છે, જેનું આયોજન ભારત કરી રહ્યું છે. હું આગામી બે દિવસમાં વિશ્વનાં નેતાઓ સાથે ફળદાયક ચર્ચાવિચારણા કરવા આતુર છું.

મારું દ્રઢપણે માનવું છે કે નવી દિલ્હી જી-20 સમિટ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક વિકાસમાં એક નવો માર્ગ પ્રશસ્ત કરશે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s growing wallets are fuelling the world’s massive concert rush

Media Coverage

India’s growing wallets are fuelling the world’s massive concert rush
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets Prime Minister
December 11, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The PMO India handle posted on X:

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister
@narendramodi.

@cmohry”