ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની મલેશિયાના વડાપ્રધાન કાર્યાલયના ડેપ્યુટી મિનીસ્ટર શ્રીયુત વાયથા મૂર્તિ (Mr. WAYTHA MOORTHY) એ આજે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સાથે વિકાસમાં સહભાગીતાનું ફલક વિકસાવવાની તત્પરતા વ્યકત કરી હતી. તેમણે ભારતીય યુવાનોના મલેશિયાના યુવાનો વચ્ચે યુથ એકસચેન્જ પ્રોગ્રામ અંગે પણ પરામર્શ કર્યો હતો અને મલેશિયાના વડાપ્રધાનશ્રીનો સંદેશ આપ્યો હતો.





