પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં તુમકુરમાં હોમ એપ્લાયન્સીસની દુકાનનાં માલિક અને VBSY લાભાર્થી સાથે વાતચીત કરી
"સરકાર યુવાનોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (VBSY)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

હોમ એપ્લાયન્સ શોપના માલિક અને કર્ણાટકનાં તુમકુરમાં VBSY લાભાર્થી શ્રી મૂકેશ સાથે વાતચીત કરતાં તેણે પ્રધાનમંત્રીને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે રૂ. 4.5 લાખની પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન મેળવવા વિશે જાણકારી આપી હતી, જેમાં અત્યારે તેઓ 3 લોકોને રોજગારી આપે છે. પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, શ્રી મૂકેશ એક જોબ સીકરમાંથી જોબ પ્રોવાઇડર બની ગયા છે અને લોનની સરળતા વિશે પૂછપરછ કરી હતી.

શ્રી મુકેશે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી, જ્યાં તેમણે મુદ્રા લોન વિશે માહિતી મેળવી હતી અને બેંકો દ્વારા તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરળ લોન પ્રોસેસિંગ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી મોદીએ શ્રી મૂકેશને આજે 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં સંપૂર્ણપણે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ તરફ વળવાનું સૂચન કર્યું હતું, કારણ કે તેનાથી બેંક પાસેથી વધુ રોકાણનો લાભ લેવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી મૂકેશ ભારતનાં યુવાનોની લવચિકતા અને દ્રઢનિશ્ચયનું ઉદાહરણ છે, જેઓ માત્ર રોજગારીની જ ઇચ્છા ધરાવતાં નથી, પણ રોજગારીનું સર્જન પણ કરે છે. તેમણે દેશના યુવાનોને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India boards 'reform express' in 2025, puts people before paperwork

Media Coverage

India boards 'reform express' in 2025, puts people before paperwork
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Subhashitam highlighting how goal of life is to be equipped with virtues
January 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, has conveyed his heartfelt greetings to the nation on the advent of the New Year 2026.

Shri Modi highlighted through the Subhashitam that the goal of life is to be equipped with virtues of knowledge, disinterest, wealth, bravery, power, strength, memory, independence, skill, brilliance, patience and tenderness.

Quoting the ancient wisdom, the Prime Minister said:

“2026 की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। कामना करते हैं कि यह वर्ष हर किसी के लिए नई आशाएं, नए संकल्प और एक नया आत्मविश्वास लेकर आए। सभी को जीवन में आगे बढ़ने की प्रेरणा दे।

ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः।

स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यं मार्दवमेव च ॥”