શેર
 
Comments
Minister of Foreign Affairs & International Cooperation of the UAE calls on PM

યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

તેમણે અબુ ધાબીના પ્રિન્સ તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પણ ઉષ્માપૂર્વક તેમની શુભેચ્છાનો પ્રતિભાવ આપ્યો હતો.

આ બંને મહાનુભવોએ વેપાર અને મૂડી રોકાણ, સંરક્ષણ અને લોકોથી લોકો સાથેના સંબંધો જેવા વિવિધ વિષયો ઉપર દ્વિપક્ષી સહયોગ અંગે ચર્ચા કરી હતી. મુલાકાતે આવેલા મંત્રીએ યુએઈ દ્વારા ભારતમાં રોકાણ માટે વધતી તકો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ એડનોક દ્વારા ભારતમાં 44બિલિયન યુએસ ડોલરના ખર્ચે સ્થપાનારી વાર્ષિક 60 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાની ગ્રિનફીલ્ડ મેગા રિફાઈનરી અને પેટ્રોલકેમિકલ સંકુલ સ્થાપવાના નિર્ણયનીપ્રસંશા કરી હતી અને આ અગાઉ દિવસ દરમ્યાન આ મુદ્દે થયેલા હસ્તાક્ષરને પણ આવકાર આપ્યો હતો.

મુલાકાતે આવેલા મંત્રીએ યુએઈના અર્થતંત્રમાં અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ભારતીય સમુદાયના સહયોગની નોંધ લીધી હતી.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Kevin Pietersen Applauds PM Modi As Rhino Poaching In Assam Drops To Lowest Under BJP Rule

Media Coverage

Kevin Pietersen Applauds PM Modi As Rhino Poaching In Assam Drops To Lowest Under BJP Rule
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 21મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે
January 20, 2022
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધન પછી ઉદ્ઘાટન થશે.

સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર આવેલી હોવાથી નવા સરકીટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી. નવું સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક આવેલું છે. તે સ્યુટ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો મળી શકે.