ક્રમ

MoU / સમજૂતી / LoI

વર્ણન

1

ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ કો-પ્રોડક્શન પર સમજૂતી

આ સમજૂતી બંને દેશોના ફિલ્મ ઉદ્યોગો વચ્ચે ઉન્નત સહકાર માટે એક માળખું પૂરું પાડશે અને સંયુક્ત ફિલ્મ નિર્માણ, સર્જનાત્મક આદાનપ્રદાન અને વ્યાપક સાંસ્કૃતિક જોડાણને સુવિધાજનક બનાવશે.

2

ભારતીય અને ઑસ્ટ્રિયન કંપનીઓ માટે ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ સ્થાપવા અંગેની સંયુક્ત જાહેરાત

ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ એકબીજાની અર્થવ્યવસ્થામાં ભારતીય અને ઑસ્ટ્રિયન કંપનીઓ અને રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને ઓળખશે અને તેનો ઉકેલ લાવશે. ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ વ્યાપાર કરવાની સરળતા અંગે રોકાણકારોના દૃષ્ટિકોણથી સામાન્ય સૂચનો પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે પણ કામ કરશે.

3

સૈન્ય બાબતોમાં સહકાર અંગેનો આશય પત્ર (LoI)

આ LOI સૈન્ય બાબતોમાં સહકાર, સંરક્ષણ ઔદ્યોગિક અને તકનીકી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક સંસ્થાકીય માળખું પૂરું પાડશે, જે 27 જાન્યુઆરી 2026ના રોજ હસ્તાક્ષર કરાયેલ ભારત-EU સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીની ગતિ પર નિર્મિત છે, તેમજ સંરક્ષણ નીતિ સંવાદ, તાલીમ અને ક્ષમતા નિર્માણને સુવિધાજનક બનાવશે.

4

કાઉન્ટર ટેરરિઝમ પર સંયુક્ત કાર્યકારી જૂથ અંગેનો આશય પત્ર (LoI)

આ LoI ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે આતંકવાદ વિરોધી સહકારને આગળ વધારશે, જેમાં આતંકવાદ સામેની લડાઈને લગતા મુદ્દાઓ પર વ્યૂહાત્મક સહકારના ક્ષેત્રો શોધવા માટે કાઉન્ટર ટેરરિઝમ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવા માટે બંને પક્ષોના લક્ષ્યનો સમાવેશ થાય છે.

5

AGES, ઑસ્ટ્રિયા અને FSSAI, ભારત વચ્ચે ખાદ્ય સુરક્ષા (Food Safety) પર MoU

આ MoU ખાદ્ય સુરક્ષા ધોરણો, વૈજ્ઞાનિક આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ અને ખાદ્ય નિયમન તેમજ જોખમ મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ પ્રથાઓની વહેંચણીમાં સહકારને પ્રોત્સાહન આપશે, જેનાથી સુરક્ષાના ધોરણોને સર્વોચ્ચ પ્રાથમિકતા સુનિશ્ચિત કરવાની સાથે કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોમાં વેપારને પ્રોત્સાહન મળશે.

6

દ્વિ સમાંતર વ્યવસાયિક તાલીમ, કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક લાયકાતની માન્યતા અંગેનો સંયુક્ત આશય પત્ર

સંયુક્ત આશય પત્ર દ્વિ સમાંતર વ્યવસાયિક તાલીમ (એપ્રેન્ટિસશીપ) અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં આદાનપ્રદાન અને જ્ઞાનની વહેંચણીને વિસ્તારવામાં તેમજ ઑસ્ટ્રિયન ધોરણો અનુસાર ભારતીય વ્યવસાયિક લાયકાતોની માન્યતાના પ્રચારમાં મદદ કરશે.

જાહેરાતો

ક્રમ

શીર્ષક

1

માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તકનીકી સહકાર પરના MoUનું નવીકરણ. (આ MoU ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ (ITS), રોડ સેફ્ટી, ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટમાં તકનીકી સહકારને મજબૂત કરવામાં મદદ કરશે.)

2

ભારત-ઑસ્ટ્રિયા સ્ટાર્ટઅપ બ્રિજ હેઠળ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સહકારમાં વધારો. (બંને દેશોના સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન્સ, ઇનોવેશન ઇકોસિસ્ટમ્સ અને વેન્ચર કેપિટલ નેટવર્ક્સ વચ્ચે સતત સહયોગ)

3

સંસ્થાકીય સાયબર સુરક્ષા સંવાદનો પ્રારંભ.

4

ભારતના સેન્ટર ફોર UN પીસકીપિંગ અને ઑસ્ટ્રિયન આર્મ્ડ ફોર્સીસ ઇન્ટરનેશનલ સેન્ટર (AUTINT) વચ્ચે ભાગીદારી.

5

ઓટમ (શરદ ઋતુ) 2026 માં વિયેનામાં દ્વિપક્ષીય અવકાશ ઉદ્યોગ સેમિનાર સંયુક્ત રીતે આયોજિત કરવાની સમજૂતી; સંયુક્ત નિવેદનમાં સામેલ.

6

વર્કિંગ હોલીડે પ્રોગ્રામનું સંચાલન.

7

ઉન્નત ભારત-ઑસ્ટ્રિયા ભાગીદારીના કેન્દ્રીય સ્તંભ તરીકે ઉચ્ચ તકનીકી સહકાર. (વિજ્ઞાન અને ટેકનોલોજીની સંયુક્ત સમિતિ હેઠળ મટીરીયલ સાયન્સ અને ટેકનોલોજી, ક્વોન્ટમ ટેકનોલોજી, વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, મશીન લર્નિંગ, લેસર્સ વગેરે સહિતના ક્ષેત્રોમાં અનેક સહયોગી R&D પ્રોજેક્ટ્સની ઓળખ)

8

શિક્ષણમાં સહકાર પર સંરચિત દ્વિપક્ષીય સંવાદનો પ્રારંભ. (જેનો ઉદ્દેશ્ય કૌશલ્ય વિકાસ વધારવા, અભ્યાસક્રમ વિકાસને પ્રોત્સાહન આપવા, લાયકાતોની પરસ્પર માન્યતાની સુવિધા આપવા અને ઉચ્ચ શિક્ષણમાં સંસ્થાકીય સહયોગ અને વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ પ્રણાલીઓના વિકાસને સમર્થન આપવાનો છે.)

9

ભારત સાથે શૈક્ષણિક સહકાર અને સંશોધન સહકારને વ્યવસ્થિત રીતે ગાઢ બનાવવા માટે ઑસ્ટ્રિયાની અગ્રણી તકનીકી યુનિવર્સિટીઓની 'ફોકસ ઈન્ડિયા' પહેલ. (ઑસ્ટ્રિયાની ત્રણ જાહેર તકનીકી યુનિવર્સિટીઓ- Technische Universität Wien, Technische Universität Graz und Montanuniversität Leoben) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ઑસ્ટ્રિયામાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવાની સુવિધા માટે એક સમર્પિત પોર્ટલનો પ્રારંભ)

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ઓગસ્ટ 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi