શેર
 
Comments
 1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમૈન્યૂઅલ મેક્રોને 10 થી 12 માર્ચ, 2018 સુધી ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને નેતાઓ 11 માર્ચ, 2018નાં રોજ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્થાપના પરિષદનાં સહયજમાન બન્યાં હતાં. તેમણે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરી હતી તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતાં સમન્વય પર ભાર મૂક્યો હતો.
 2. ભારત દ્વારા સ્થાપિત સૌપ્રથમ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 20મી વર્ષગાંઠનાં પ્રસંગે બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ગાઢ સંબંધોને વધારે મજબૂત કરવાની કટિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી તથા ભારતનાં પ્રધાનમંત્રી અને પ્રજાસત્તાક ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ દ્વારા દ્વિવાર્ષિક શિખર સંમેલન યોજીને તેને નવા સ્તરે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. બંને નેતાઓ લોકશાહીનાં સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યો, સ્વતંત્રતા, કાયદાનું શાસન તથા માનવાધિકારો માટે સન્માન પર આધારિત દ્વિપક્ષીય સંબંધોને ગાઢ અને મજબૂત કરવા સંમત થયાં હતા.
 3. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત અને ફ્રાન્સનાં બહાદુર સૈનિકોનાં ત્યાગ અને બલિદાનને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ પેરિસમાં 11 નવેમ્બર, 2018નાં રોજ આયોજિત થનાર પ્રથમ વિશ્વયુદ્ધનાં શતાબ્દી સમારંભની ઉજવણીની પૂર્ણાહૂતિમાં સહભાગી થવા ભારત તરફથી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રસંગે પેરિસ શાંતિ મંચનાં આયોજનને પણ આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ મેક્રોને આ પહેલમાં સાથ-સહકાર આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
 4. વ્યૂહાત્મક ભાગીદારી
 5. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચે “વર્ગીકૃત કે સંરક્ષિત માહિતીનાં આદાન-પ્રદાન અને પારસ્પરિક સંરક્ષણ સાથે સંબંધિત પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક ફ્રાન્સની સરકાર વચ્ચે થયેલી સમજૂતી” પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વ્યૂહાત્મક વિશ્વાસનું પ્રતિબિંબ છે. બંને દેશોએ મંત્રીમંડળીય સ્તરે વાર્ષિક સંરક્ષણ સંવાદ કરવા સંમતિ પણ વ્યક્ત કરી હતી.
 6. બંને નેતાઓએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે દરિયાઈ ક્ષેત્રમાં સંબંધો ગાઢ બનાવવાની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે આ પ્રકારની ભાગીદારી માટે માર્ગદર્શક દીવાદાંડી તરીકે “હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાસ સહકાર સંયુક્ત વ્યૂહાત્મક વિઝન”ને આવકાર આપ્યો હતો. બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે, દરિયાઈ આતંકવાદ અને ચાંચિયાગીરીને અટકાવવા, દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા, ક્ષમતા નિર્માણ માટે અને આ ક્ષેત્રમાં પ્રાદેશિક/આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધારે સંકલન સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ સતત વાણિજ્યિક અને સંચાર સંબંધો માટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સલામતી જાળવવા બંને દેશો વચ્ચેનો આ સાથ-સહકાર મહત્ત્વપૂર્ણ બની રહેશે.
 7. બંને નેતાઓએ “તેમનાં સૈન્ય દળો વચ્ચે પારસ્પરિક માલ પરિવહન સહકારની જોગવાઈ માટે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક ફ્રાન્સ વચ્ચેની સમજૂતીનાં” હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જેમાં ભારત અને ફ્રાન્સનાં સૈન્ય દળો માટે સંબંધિત સુવિધાઓની પારસ્પરિક સુલભતા પર વિસ્તૃત માલ પરિવહન સહકારની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમજૂતી ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ગાઢ સંબંધો અને પરિપક્વતાનું પ્રતીક છે.
 8. બંને નેતાઓએ નિયમિતપણે સૈન્ય કવાયતનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે એપ્રિલ, 2017માં ફ્રાન્સમાં સફળતાપૂર્વક આયોજિત વરૂણ નૌકા કવાયતને અને જાન્યુઆરી, 2018માં ફ્રાન્સમાં આયોજિત શક્તિ સેના કવાયતને આવકાર આપ્યો હતો. બંને પક્ષો આગામી સપ્તાહમાં ભારતમાં વરૂણ નૌકા કવાયત અને વર્ષ 2019માં ફ્રાન્સમાં હવાઈ દળની આગામી સંયુક્ત કવાયત હાથ ધરવા આતુર છે. બંને પક્ષોએ સંયુક્ત સૈન્ય કવાયતોનાં સ્તરને વધારવાનાં અને ભવિષ્યમાં આ કવાયતનાં કાર્યકારી ગુણવત્તાનાં સ્તરને જાળવવાની પુષ્ટિ કરી હતી.
 9. બંને નેતાઓએ ખરીદી સંબંધિત સમજૂતીઓનાં અમલીકરણમાં સમયસર પ્રગતિમાં સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વર્ષ 2016માં રાફેલ વિમાન સાથે થયેલી સમજૂતી સામેલ છે. તેમણે ફ્રાન્સની જહાજ નિર્માણ કંપની નેવલ ગ્રૂપ સાથે જોડાણમાં મઝગાંવ ડેક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ભારતમાં બનેલી પ્રથમ સ્કોર્પિયન સબમરિન આઇએનએસ કલ્વરીને સામેલ કરવાની પણ નોંધ લીધી હતી.
 10. તેમણે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વર્તમાન ભાગીદારીને વધારે વિસ્તૃત અને ગાઢ બનાવવા તેમની ચર્ચાને આગળ વધારવા આતુરતા દાખવી હતી. તેમણે સ્વીકાર્યુ હતું કે, મેક-ઇન-ઇન્ડિયા પહેલ ભારતમાં સંરક્ષણ ઉપકરણનાં સહવિકાસ અને સહઉત્પાદન માટે સમજૂતીઓ કરવા ભારતીય અને ફ્રાન્સની સંરક્ષણ કંપનીઓ માટે કિંમતી તક પૂરી પાડે છે, જેમાં તમામ પક્ષોનાં લાભ માટે ટેકનોલોજીઓનું હસ્તાંતરણ અને જાણકારી સામેલ છે. આ સંદર્ભમાં બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સની કંપનીઓ વચ્ચે વિવિધ સંયુક્ત સાહસોને આવકાર આપ્યો હતો તથા નવાં સાહસો સ્થાપિત કરવાની સુવિધા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.
 11. બંને નેતાઓએ નોંધ્યું હતું કે, યુદ્ધ માટેનાં વિમાન એન્જિન પર ડીઆરડીઓ અને સફ્રાન વચ્ચે ચર્ચા ચાલુ છે તથા આ સમજૂતી વહેલાસર સંપન્ન કરવા જરૂરી પગલાંને પ્રોત્સાહન આપ્યું હતું તથા આ સુવિધા સ્થાપિત કરવા માટેનાં અભિગમને આવકાર આપ્યો હતો.
 12. બંને નેતાઓએ આતંકવાદનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી હતી, જેમાં ભારત અને ફ્રાન્સમાં સરહદપારનો આતંકવાદ અને આતંકવાદ સાથે સંબંધિત ઘટનાઓ સામેલ છે. બંને નેતાઓએ પુષ્ટિ પણ કરી હતી કે, આતંકવાદને કોઈ પણ આધારે ઉચિત ન ઠેરવી શકાય તથા તેને કોઈ પણ ધર્મ, પંથ, રાષ્ટ્રીયતા અને વંશ સાથે જોડવો ન જોઈએ. બંને દેશોએ જાન્યુઆરી, 2016માં આતંકવાદ પર સ્વીકારેલ સંયુક્ત નિવેદનને યાદ કરીને બંને નેતાઓએ દુનિયાનાં દરેક દેશોમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા તેમનાં ઇરાદા દ્રઢતાપૂર્વક ફરી વ્યક્ત કર્યા હતાં. તેઓ સંમત થયાં હતાં કે, આતંકવાદીઓ અને આતંકવાદી સંસ્થાઓને મળતું નાણાકીય ભંડોળ અટકાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયે વિશેષ કામગીરી કરવી પડશે અને ફ્રાન્સ સરકાર દ્વારા પેરિસમાં એપ્રિલ, 2018માં આયોજિત ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ફાઇટિંગ ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ની રચનાને આવકારી હતી.
 13. તેમણે તમામ દેશોને આતંકવાદ માટે સુરક્ષિત કે સ્વર્ગ સમાન ગણાતાં સ્થાનો અને માળખાને નાબૂદ કરવા, આતંકવાદીઓનાં નેટવર્ક અને તેમનાં ધિરાણનાં માધ્યમોને તોડી પાડવા તથા અલ કાયદા, દાઇશ/આઇએસઆઇએસ, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન, લશ્કર-એ-તોઇબા અને તેમનાં સંલગ્ન સંગઠનો તેમજ દક્ષિણ પૂર્વ એશિયા અને સાહેલ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા માટે જોખમરૂપ આતંકવાદી જૂથો જેવા આતંકવાદી સંગઠનોની સરહદ પારની અવર-જવરને અટકાવા તમામ દેશોએ એક થઈને કાર્ય કરવાની અપીલ પણ કરી હતી.
 14. બંને નેતાઓએ મધ્યસ્થી સૈન્ય દળો (એનએસજી-જીઆઇજીએન) અને બંને દેશોની તપાસ સંસ્થાઓ વચ્ચે ઉત્કૃષ્ટ સહકાર સ્થાપિત કરવા, ભારત અને ફ્રાન્સ વચ્ચે આતંકવાદ વિરોધી સંસ્થાઓ વચ્ચે સાથ-સહકાર વધારવા સંમતિ વ્યક્ત કરી હતી તથા કટ્ટરવાદ, ખાસ કરીને ઓનલાઇન કટ્ટરવાદને અટકાવવા અને તેની સામે લડવા સહિયારા નવા પ્રયાસો શરૂ કરવા પણ સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર, જીસીટીએફ, એફએટીએફ અને જી20 વગેરે જેવા બહુરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ સામેની લડાઈને મજબૂત કરવા સંમત થયા હતાં. તેમણે સંયુક્ત રાષ્ટ્રનાં તમામ સભ્ય દેશોને યુએનએસસી ઠરાવ 1267 અને આતંકવાદી સંસ્થાઓ તરીકે જાહેર કરતાં અન્ય પ્રસ્તુત ઠરાવોનો અમલ કરવા અપીલ કરી હતી. બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન (સીસીઆઇટી)ની વહેલાસર સ્વીકાર્યતા પર કામ કરવા પણ સંમત થયાં હતાં.
 15. તેમણે બંને દેશો વચ્ચે નશીલા દ્રવ્યો, ગેરકાયદેસર ટ્રાફિક ઘટાડવા અને ગેરકાયદેસર ઉપભોગને ઘટાડવા, સાઇકોટ્રોપિક પદાર્થો અને રાસાયણિક પ્રીકર્સર્સની દાણચોરી અટકાવવા પર સમજૂતીને આવકારી હતી, જેનો ઉદ્દેશ અસરકારક સંસ્થાકીય આદાન-પ્રદાન હાથ ધરવાનો તથા આતંકવાદીઓને પહોંચતાં ભંડોળને અટકાવવા સહિત નશાકારક દ્રવ્યોનાં આંતરરાષ્ટ્રીય વેપારને અંકુશમાં લાવવાનો છે.
 16. ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ષ 2008માં પરમાણુ ઊર્જાનાં શાંતિપૂર્ણ ઉપયોગ પર સમજૂતી થઈ હતી તેમજ જાન્યુઆરી, 2016માં સહકારની યોજના તૈયાર થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને બંને નેતાઓએ ભારતનાં મહારાષ્ટ્રમાં જૈતાપુરમાં છ પરમાણુ વીજ રિએક્ટર એકમોની સ્થાપનાનાં અમલીકરણ માટે એનપીસીઆઈએલ અને ઇડીએફ વચ્ચે થયેલી ઔદ્યોગિક માર્ગને પ્રશસ્ત કરતી સમજૂતી સંપન્ન થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
 17. બંને નેતાઓએ વર્ષ 2018નાં અંતની આસપાસ જૈતાપુર સાઇટ પર કામગીરી શરૂ કરવાનાં લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો તથા એનપીસીઆઈએલ અને ઇડીએફને એ સંબંધમાં કરારની ચર્ચા-વિચારણાને આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતુ. એક વખત સ્થાપિત થયા પછી જૈતાપુર પરિયોજના દુનિયામાં સૌથી મોટો પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનશે, જેની કુલ ક્ષમતા 6 ગીગાવોટ હશે. તે વર્ષ 2030 સુધીમાં ભારતનાં 40 ટકા બિન-અશ્મિભૂત ઇંધણનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરી અક્ષય ઊર્જાનાં ઉપયોગમાં વધારો કરવામાં યોગદાન કરશે. આ સંદર્ભમાં તેમણે વાજબી ખર્ચ ધરાવતી વીજળી પેદા કરવા, ફ્રાન્સ પાસેથી આર્થિક અને સ્પર્ધાત્મક ધિરાણ પેકેજ મેળવવા, વિશ્વસનિય, સાતત્યપૂર્ણ અને જૈતાપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટને આજીવન ખાતરી પૂર્વક ઇંધણનો પુરવઠો મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તેમજ ભારતમાં ટેકનોલોજીનાં હસ્તાંતરણ પર જોડાણ અને ઉત્પાદનનાં વાજબી ખર્ચનાં સ્થાનિકીકરણ પર પણ ભાર મૂક્યો હતો. ટેકનોલોજીનાં હસ્તાંતરણમાં પારસ્પરિક સંમતિ મુજબ ટેકનોલોજી પર અધિકારોનું હસ્તાંતરણ પણ સામેલ છે.
 18. તેમણે જૈતાપુર પરિયોજના માટે લાગુ કરી શકાય એવી પરમાણુ નુકસાન નાગરિક જવાબદારી પર ભારતનાં કાયદા અને નિયમોને લાગુ કરવા માટે બંને પક્ષો દ્વારા સહિયારી સમજણનું સ્વાગત કર્યું હતું. આ સમજણ, પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી કાયદો 2010, પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારીનાં નિયમો 2011 તથા IAEA દ્વારા મંજૂર અને સૂચિત પરમાણુ નૂકસાન માટેનાં ભારતનાં નિયમો અને નિયમનો પર આધારિત છે.
 19. બંને નેતાઓએ પરમાણુ ઊર્જા સંસ્થાઓ તથા પરમાણુ ઊર્જાનાં શાંતિપૂર્ણ ઉપયોગો સાથે સંબંધિત પારસ્પરિક લાભદાયક વૈજ્ઞાનિક અને તાલીમ પ્રવૃત્તિઓમાં વધતાં જોડાણને આવકાર આપ્યો હતો, ખાસ કરીને સીઇએ/આઇએનએસટીએન અને ડીએઇ/જીસીએનઇપી વચ્ચે સહકારમાં. તેમણે તેમનાં પરમાણુ નિયમનકારક સંસ્થાઓ – ભારતનું પરમાણુ ઊર્જા નિયમનકારી બોર્ડ (એઇઆરબી) અને ફ્રાન્સની ઑટોરિટ દા સ્યુરેટ ન્યૂક્લીઅર (એએસએન) વચ્ચે લાંબા ગાળાનાં સંબંધો અને સતત આદાન-પ્રદાનની પણ પ્રશંસા કરી હતી – જે મૂલ્યવાન અનુભવોની વહેંચણીની સુલભતા ધરાવે છે, પરમાણુ સલામતી અને નિયમનકાર મુદ્દાઓ સાથે સંબંધિત શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વિકાસની વહેંચણીની સુલભતા ધરાવે છે.

અંતરિક્ષ સહકાર

 1. નાગરિક અંતરિક્ષનાં ક્ષેત્રમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ જોડાણો પર નિર્મિત “ભારત-ફ્રાન્સ અંતરિક્ષ સહકાર માટેનાં સંયુક્ત વિઝન”ને બંને નેતાઓએ આવકાર આપ્યો હતો, જે આ ક્ષેત્રમાં ભવિષ્યનાં સહકારનાં ક્ષેત્રોમાં નક્કર જોડાણ પ્રદર્શિત કરે છે. ખાસ કરીને તેમણે ત્રીજા સંયુક્ત ઉપગ્રહ અભિયાન – ત્રિશનાને સાકાર કરવા તેમની અંતરિક્ષ સંસ્થાઓ વચ્ચે વર્તમાન સહકારને માન્યતા આપી હતી, જે ઉપગ્રહ પ્રણાલીમાં તણાવ માટે અને પાણીનાં ઉપયોગ પર નજર રાખે છે તથા ભારતનાં ઓશનસેટ-3 ઉપગ્રહ પર ફ્રાન્સનાં સાધનોને પણ સમાવવામાં આવશે.
 2. આર્થિકશૈક્ષણિકવિજ્ઞાન અને ટેકનોલોજીસાંસ્કૃતિક અને લોકો વચ્ચે સહકાર
 3. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને બંને દેશો વચ્ચે ગાઢ સમજૂતીઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને આર્થિક, શૈક્ષણિક, વિજ્ઞાન, સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રોમાં.
 4. તેમણે માઇગ્રેશન અને મોબિલિટી પર દ્વિપક્ષીય ભાગીદારી સમજૂતી માટેનાં હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જે ભારત અને ફ્રાન્સ વચ્ચે વિદ્યાર્થી અને વ્યાવસાયિક આદાન-પ્રદાનને સુલભ કરશે, જે માટે બંને દેશોમાં લાંબા ગાળાનાં રોકાણ અને પ્રવેશ માટે શરતોને સરળ બનાવવામાં આવશે.
 5. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને બંને દેશો વચ્ચે લોકોનાં આદાન-પ્રદાનને જાળવી રાખવાની ભૂમિકાને આવકારી હતી તથા એકબીજાની સંસ્કૃતિની સમજણને પ્રોત્સાહન આપવા માટે યુવા આદાન-પ્રદાન કાર્યક્રમોની જરૂરિયાતનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે “ભવિષ્ય માટે ફ્રાન્સ-ભારત કાર્યક્રમ” શરૂ કર્યો હતો, જે ફ્રાન્સની પહેલ છે અને તેનો ઉદ્દેશ યુવા આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે, જે ભારત-ફ્રાન્સનાં સંબંધોનાં ભવિષ્યની વૃદ્ધિ માટે આવશ્યક છે.

આર્થિક આદાન-પ્રદાન

 1. બંને નેતાઓએ ભારતમાં કેટલીક નવી અને વર્તમાન ઉત્પાદન ક્ષેત્રની ભાગીદારીમાં થયેલી પરિયોજનાઓમાં ફ્રાન્સની કંપનીઓનાં જોડાણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતમાં આ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન અને વિકાસનાં મજબૂત વિસ્તરણ પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતીય રોકાણકારો માટે ફ્રાન્સની આકર્ષકતાને સમાનપણે સૂચવી હતી.
 2. બંને પક્ષોએ તાજેતરનાં સમયગાળા દરમિયાન દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વર્ષ 2022 સુધીમાં ચીજવસ્તુઓનો વેપાર વધીને 15 અબજ યુરોને આંબી જાય એવા ઉદ્દેશ સાથે વૃદ્ધિનો આ દર જળવાઈ રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એસએમઇ અને મિડ-કેપ કંપનીઓને બંને દેશો વચ્ચે આર્થિક અને વાણિજ્યિક આદાન-પ્રદાનમાં વૃદ્ધિકારક ભૂમિકા ભજવવા પ્રોત્સાહન આપ્યું હતું. દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા તેમની કટિબદ્ધતાની પુષ્ટિ કરવા બંને નેતાઓએઃ
 3. ભારત-ફ્રાન્સ સંયુક્ત સમિતિ મારફતે નિયમિત અને સ્થાયી આર્થિક સહકારનું મહત્ત્વ વ્યક્ત કર્યુ હતું,
 4. માર્ચ, 2018માં દિલ્હીમાં સીઇઓ ફોરમનાં સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત નવી ભલામણોને આવકાર આપ્યો હતો.
 5. બંને નેતાઓએ આર્થિક અને નાણાકીય ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા મંત્રીમંડળીય સ્તરે વાર્ષિક સંવાદનાં આયોજનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

શૈક્ષણિક અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહકાર

 1. બંને નેતાઓએ સરકારી માળખાની અંદર તથા યુનિવર્સિટીઓ અને અકાદમિક સંસ્થાઓ વચ્ચે જીવંત શૈક્ષણિક સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વિદ્યાર્થીઓનાં આદાન-પ્રદાનની સંખ્યા અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કર્યો હતો, જેમાં વર્ષ 2020 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10,000 સુધી પહોચાડવાનું લક્ષ્ય છે. તેમણે આ સંબંધમાં ઉપાધિઓની પારસ્પરિક માન્યતા માટે સમજૂતી પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જે ફ્રાન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતમાં ફ્રાન્સનાં વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણની સુવિધા સ્થાપિત કરશે તથા તેમની રોજગાર દક્ષતામાં વધારો કરશે. તેમણે 10 અને 11 માર્ચ, 2018નાં રોજ નવી દિલ્હીમાં સંશોધન અને ઉચ્ચ શિક્ષણ પર નોલેજ સમિટ, પ્રથમ ભારત-ફ્રાન્સ પરિષદનાં આયોજનને આવકાર આપ્યો હતો.
 2. બંને દેશો માટે કૌશલ્ય વિકાસની મુખ્ય પ્રાથમિકતાને માન્યતા આપીને બંને નેતાઓએ ભારતમાં ભારતીય કાર્યદળની તાલીમ અને કૌશલ્યમાં ફ્રાન્સની કંપનીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને આવકાર આપ્યો હતો તથા તેમને આ ક્ષેત્રમાં વધારે સક્રિય જોડાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. બંને પક્ષોએ બંને દેશોની કૌશલ્ય વિકાસ સંસ્થાઓ અને એજન્સીઓ વચ્ચે જોડાણો અને ઔપચારિક વ્યવસ્થાઓ વધારવા આતુરતા દાખવી હતી.
 3. બંને નેતાઓએ ઇન્ડો-ફ્રેંચ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એડવાન્સ રિસર્ચ (સીઇએફઆઇપીઆરએ)ની ભૂમિકા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેની 30મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યાં હતાં, જેની વર્ષ 2017માં ઉજવણી થઈ હતી. તેમણે સીઇએફઆઇપીઆરએને મૂળભૂત સંશોધન અને તેમની ટેકનોલોજીકલ ઉપયોગિતામાંથી સંશોધન, બજાર અને સામાજિક જરૂરિયાતો વચ્ચે સતત આદાન-પ્રદાન મારફતે તેમની ભૂમિકાનાં વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું હતું. વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતામાં દ્વિપક્ષીય સહકારનાં કાર્યક્ષેત્ર અને સામગ્રીનું વિસ્તરણ કરવા બંને નેતાઓએ વર્ષ 2018માં વિજ્ઞાન અને ટેકનોલોજી પર સંયુક્ત સમિતિનું આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સાંસ્કૃતિક આદાન-પ્રદાન

 1. બંને નેતાઓએ વર્ષ 2016માં આયોજિત નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલનાં આયોજનની સફળતાની પ્રશંસા કરી હતી, જેમાં ફ્રાન્સનાં 41 શહેરોમાં 83 કાર્યક્રમોનું આયોજન થયુ હતું અને ફ્રાન્સમાં ભારતીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા ‘બોન્જોર ઇન્ડિયા’ની ત્રીજી એડિશનની સફળતાને આવકારી હતી, જેમા ભારતનાં 33 શહેરોની 300 પરિયોજનાઓ સામેલ છે. બંને નેતાઓએ ફ્રાન્સમાં ભારત દ્વારા આયોજિત ‘ભારત@70’ની એક વર્ષ લાંબી ઉજવણી પર શુભેચ્છા વ્યક્ત કરી હતી.
 2. બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા સાહિત્યનાં મહત્ત્વને ધ્યાનમાં લઈને બંને નેતાઓએ વર્ષ 2020માં ‘સલોન દા લિવર દા પેરિસ’ (ફ્રેન્ચ બુક ફેર)ની 42મી એડિશનમાં ગેસ્ટ ઑફ ઑનર તરીકે ભારતની સહભાગીદારીને આવકારી છે. તેની સામે ફ્રાન્સ વર્ષ 2022માં નવી દિલ્હી વર્લ્ડ બુક ફેરમાં ગેસ્ટ ઑફ ઑનર તરીકે સહભાગી થશે.
 3. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને બંને દેશો વચ્ચે પ્રવાસન સંબંધિત આદાન-પ્રદાનમાં મજબૂત વધારા પર સંતોષ વ્યક્ત કર્યો હતો (વર્ષ 2014થી અત્યાર સુધી ફ્રાન્સમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 69 ટકાથી વધારે વૃદ્ધિ). બંને દેશોએ વર્ષ 2020 સુધીમાં ફ્રાન્સમાં એક મિલિયન ભારતીય પ્રવાસીઓ અને ભારતમાં 3,35,000 ફ્રેંચ પ્રવાસીઓનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
 • પૃથ્વીનાં સંરક્ષણ માટે ભાગીદારી
 1. બંને પક્ષોએ આબોહવામાં ન્યાય, આબોહવામાં સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા અને ગ્રીનહાઉસ વાયુનાં ઓછા ઉત્સર્જનનાં સિદ્ધાંતોને આધારે આબોહવામાં પરિવર્તન સામે લડવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. તેમણે આ ઉપરાંત આબોહવામાં ફેરફાર પર સંયુક્ત રાષ્ટ્રનાં માળખાગત કાર્ય સંમેલન (યુએનએફસીસીસી) હેઠળ સીઓપી 24 પર પેરિસ સમજૂતીનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે તમામ મનુષ્યનાં લાભ માટે આબોહવાનાં ફેરફારનો સામનો કરવા અપરિર્તનીય વૈશ્વિક પ્રક્રિયાનો ભાગ હશે. તેમણે આ ઉદ્દેશ પાર પાડવા 12 ડિસેમ્બર, 2017નાં રોજ પેરિસમાં વન પ્લાન્ટ સમિટનાં સકારાત્મક પ્રદાન પર ભાર મૂક્યો હતો.
 2. ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ પર્યાવરણ માટે વૈશ્વિક સમજૂતી પર કામ શરૂ કરવા ભારતનાં પીઠબળ માટે ભારતીય પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન

 1. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)ની માળખાગત કાર્ય સમજૂતીનાં અમલને આવકાર આપ્યો હતો તથા નવી દિલ્હીમાં 11મી માર્ચ, 2018નાં રોજ આઇએસએ સ્થાપના પરિષદનાં સહઆયોજન માટે આતુરતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ મોટા પાયે સૌર ઊર્જાનાં વિકાસ માટે વાજબી ધિરાણને ઊભુ કરવા આઇએસએનાં નેજાં હેઠળ નક્કર પ્રકલ્પો અને કાર્યક્રમોને વધુ ગાઢ બનાવવાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

અક્ષય ઊર્જા

 1. બંને નેતાઓએ અક્ષય ઊર્જા પર ભારત-ફ્રાન્સ વચ્ચે ટેકનોલોજીકલ સહકારને મજબૂત કરવાની પુનઃપુષ્ટિ કરી હતી, જે તમામ ક્ષેત્રોમાં નવીનતાનાં ઉદય અને પ્રસારનાં પ્રોત્સાહન માટે સામાન્ય પ્રાથમિકતા હતી. તેમણે સૌર ઊર્જાનાં વિકાસને ટેકો આપવા સરકારી અને ખાનગી ભંડોળ ઊભું કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ ચેમ્બર સમિતિ તથા એમઇડીઇએફ, એસઇઆર, ફિક્કી અને સીઆઇઆઇની આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સાથે જોડાવાની ઇચ્છાને આવકારી હતી.

નિરંતર ગતિશીલતા

 1. બંને નેતાઓએ નોંધ્યુ હતું કે, ગ્રીનહાઉસ ગેસ (જીએચજી)નું ઓછું ઉત્સર્જન કરતી પરિવહનની અસરકારક પદ્ધતિઓ ભારત અને ફ્રાન્સનાં સ્થાયી વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે અનિવાર્ય આવશ્યકતા છે. તેમણે વીજ પરિવહનનાં વિકાસનાં સંબંધમાં બંને દેશોની મજબૂત આકાંક્ષાઓને યાદ કરી હતી. આ સંબંધમાં તેમણે ફ્રાન્સનાં પર્યાવરણ અને સર્વસમાવેશક પરિવર્તન મંત્રાલય તથા નીતિ આયોગ વચ્ચે ઇરાદાપત્ર પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જેને ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી (એએફડી) દ્વારા ફ્રાન્સનાં ટેકનિકલ સહાયનું પીઠબળ મળશે.
 2. બંને નેતાઓએ બંને દેશોનાં તેમનાં રેલવે સહકારને મજબૂત કરવાની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી અને દિલ્હી-ચંદીગઢ વિભાગ તથા અંબાલા અને લુધિયાણા સ્ટેશનોનાં સ્ટેશન વિકાસ અભ્યાસને સેમી-હાઈ સ્પીડ અપગ્રેડ કરવા માટે શક્યતાદર્શી અભ્યાસ પૂર્ણ કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ સંમતિ આપી હતી કે, દિલ્હી-ચંદીગઢ સેક્ટરની ઝડપ વધારવા પર વધુ ટેકનિકલ ચર્ચાઓ જરૂરી રહેશે, ખાસ કરીને આ સેક્શન પર મુસાફરો અને ફ્રેઇટ ટ્રાફિક લોડ તથા તેની જટિલતાને ધ્યાનમાં રાખીને. બંને નેતાઓએ કાયમી ભારત-ફ્રાન્સ રેલવે ફોરમની સ્થાપનાને પણ આવકાર આપ્યો હતો, જે સંયુક્તપણે ફ્રાન્સનાં ઇકોલોજિકલ અને એક તરફ સર્વસમાવેશક પરિવર્તન મંત્રાલય તથા એસએનસીએફ (ફ્રાન્સની રેલવે) તથા બીજી તરફ ભારતીય રેલવે મંત્રાલયે બંને દેશો વચ્ચે ઔદ્યોગિક સહકાર માટેનો માર્ગ મોકળો કર્યો હતો.

સ્માર્ટ સિટી

 1. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને સ્થાયી સિટી અને સ્માર્ટ સિટી પર ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉત્કૃષ્ટ સહકાર સ્થાપિત કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, જે માટે ફ્રાન્સ અને ભારતનાં હિતધારકો વચ્ચે નવીન સહિયારા અને ફળદાયક જોડાણોનાં અનેક કેસો ટાંક્યાં હતાં. તેમણે ચંદીગઢ, નાગપુર અને પુડુચેરીનાં ત્રણ સ્માર્ટ સિટીમાં ઉત્કૃષ્ટ સહકાર કાર્યક્રમને આવકાર આપ્યો હતો તથા આ અભિયાન અંતર્ગત માળખાગત કાર્ય હેઠળ એએફડીનાં ટેકનિકલ સહાય કાર્યક્રમનાં વિસ્તરણને સાથસહકાર આપ્યો હતો. તેમણે સ્માર્ટ સિટીઝ મિશનનાં ટેકા સ્વરૂપે 100 મિલિયન યુરો માટે એએફડી અને ભારત સરકાર વચ્ચે થયેલી લોન સમજૂતીને આવકારી હતી.
 2. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક સમન્વયનું વિસ્તરણ
 3. વ્યૂહાત્મક ભાગીદારી તરીકે, બંને દેશો મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકસમાન વિચારો ધરાવે છે તથા સામાન્ય હિતની બાબતો પર એકબીજા સાથે ગાઢ સંકલન ધરાવે છે.
 4. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારી માટે ફ્રાન્સે પુનઃ ટેકો આપ્યો છે. ફ્રાન્સ અને ભારત સામૂહિક વિનાશનાં શસ્ત્રોનાં બિનપ્રસારનાં ક્ષેત્રમાં એકસમાન સમસ્યાઓ અને ઉદ્દેશો ધરાવે છે.
 5. ફ્રાન્સે જૂન, 2016માં એમટીસીઆરમાં, ડિસેમ્બર, 2017માં વાસ્સેનાર સમજૂતીમાં અને જાન્યુઆરી, 2018માં ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાં ભારતનાં પ્રવેશને આવકાર આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ વાસ્સેનાર સમજૂતીમાં ભારતનાં પ્રવેશનું નેતૃત્વ લેવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાં ભારતનાં પ્રવેશને સમર્થન આપવા બદલ ફ્રાન્સનો આભાર માન્યો હતો. વૈશ્વિક સ્તરે બિનપ્રસારને મજબૂત કરવા ફ્રાન્સે પરમાણુ પુરવઠા જૂથ (એનએસજી)માં ભારતનાં પ્રવેશ મુદ્દે સભ્યો વચ્ચે સર્વસંમતિ ઊભી કરવા ફ્રાન્સે તેનું મજબૂત અને સક્રિય પીઠબળ પ્રદાન કર્યું હતું, જે ભારતનાં પ્રવેશથી આ સમજૂતીઓનાં ઉદ્દેશો અને હેતુઓનાં મૂલ્યનું સંવર્ધન કરશે.
 6. બંને નેતાઓ સંમત થયાં હતાં કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ડીપીઆરકેનાં પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમો જોખમરૂપ છે તથા કોરિયન દ્વિપ કલ્પની સંપૂર્ણ ખરાઈ કરી શકાય તેમ, ફરી શરૂ ન થઈ શકે તેવી પરમાણુ મુક્તિ માટે અપીલ કરી હતી, જેને ડીપીઆરકેએ સ્વીકારી છે. બંને પક્ષોએ ડીપીઆરકેનાં પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને ટેકો આપનાર કે આપતાં દેશોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ પડકાર ઝીલવા આંતરરાષ્ટ્રીય સમુદાયની એકતાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જે સુનિશ્ચિત કરે છે કે યુએનએસસીની તમામ મંજૂરીઓનો સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા અમલ થાય, જેથી સંવાદ મારફતે શાંતિપૂર્ણ અને વિસ્તૃત સમાધાન કરવા મહત્તમ દબાણ ઊભું કરી શકાય.
 7. ભારત અને ફ્રાન્સે ઇરાન અને E3+3 વચ્ચે હસ્તાક્ષર થયેલી સંયુક્ત વિસ્તૃત કાર્યયોજના (JCPOA)નાં સંપૂર્ણ અમલીકરણને ચાલુ રાખવા માટે તેમનાં સાથ-સહકારની પુષ્ટિ કરી હતી. તેમણે આતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થા (IAEA) દ્વારા પુષ્ટિ આપી હતી કે ઇરાન તેનાં પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત JCPOA કટિબદ્ધતાને પૂર્ણ કરે છે. બંને દેશોએ આ સમજૂતીનાં સંપૂર્ણ અને અસરકારક અમલીકરણની માગ કરી હતી, જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે કર્યો છે તથા તે આંતરરાષ્ટ્રીય શાંતિ, સ્થિરતા અને સુરક્ષાનાં બિનપ્રસારનાં માળખામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. તેમણે તમામ પક્ષોને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં ઠરાવ 2231નો સંપૂર્ણ અમલ કરવા અપીલ કરી હતી.
 8. બંને નેતાઓએ સીરિયાના લોકોની વૈધાનિક આકાંક્ષાઓને ધ્યાનમાં લઇ સીરિયાનાં નેતૃત્વમાં સર્વસમાવેશક રાજકીય પ્રક્રિયા મારફતે સીરિયામાં સંઘર્ષનાં વિસ્તૃત અને શાંતિપૂર્ણ ઠરાવ માટેની સંયુક્ત રાષ્ટ્રનાં નેતૃત્વ સાથેની જિનેવા પ્રક્રિયાનાં મહત્ત્વની પુનઃપુષ્ટિ કરી હતી. નાગરિકોની સુરક્ષા અને માનવીય ધોરણે સહાય મૂળભૂત બાબતો છે તથા સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો અને તેમનાં ટેકેદારો તેમની કટિબદ્ધતા પૂર્ણ કરશે એવી અપેક્ષા છે. બંને નેતાઓએ પુષ્ટિ કરી હતી કે, સંઘર્ષનું કોઈ લશ્કરી સમાધાન ન હોઈ શકે તથા સીરિયાની ભૌગોલિક અખંડતા અને સાર્વભૌમિકતાનું રક્ષણ થવું જોઈએ. તેમણે OPCWનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સ્થિતિસંજોગો હેઠળ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ ન થવો જોઈએ.
 9. બંને નેતાઓએ સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યો તેમજ નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાનાં આધારે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે તેમનાં ટેકાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે સંમતિ વ્યક્ત કરી હતી કે, ભારત અને યુરોપિયન યુનિયને (ઇયુ) બહુપક્ષીય અને સુરક્ષાનાં મુદ્દાઓ પર તેમનાં સહકારનાં સંબંધોને વધુ ગાઢ બનાવવા જોઈએ, તેમજ આર્થિક, વેપારી અને આબોહવા પરિવર્તનનાં મુદ્દાઓ પર વધારે સહકાર દાખવવો જોઈએ તેમજ 6 ઓક્ટોબર, 2017નાં રોજ નવી દિલ્હીમાં આયોજિત 14મી યુરોપિયન યુનિયન-ભારત સમિટનાં પરિણામને આવકારવા જોઈએ. તેમણે બંને પક્ષોએ વિસ્તૃત અને પારસ્પરિક લાભદાયક યુરોપિયન યુનિયન-ભારત વચ્ચે વેપાર અને રોકાણની વિસ્તૃત આધાર ધરાવતી સમજૂતી (BTIA) માટે વાટાઘાટો સમયસર પુનઃ શરૂ કરવા સક્રિયતા દાખવવાનાં પ્રયાસોને ટેકો આપ્યો હતો.
 10. ભારત અને ફ્રાન્સે આજની વૈશ્વિકરણની દુનિયામાં જોડાણનાં મહત્ત્વને સ્વીકાર્યુ હતું. તેમણે ભાર મૂક્યો હતો કે, જોડાણની પહેલો આંતરરાષ્ટ્રીય નીતિનિયમો, સુશાસન, કાયદાકિય નિયમન, ઉદારતા, પારદર્શકતાનાં મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ; સામાજિક અને પર્યાવરણીય ધારાધોરણોને અનુસરવા જોઈએ, નાણાકીય જવાબદારી સ્વીકારવા જોઈએ, ઋણ-ધિરાણ કામગીરી જવાબદારીપૂર્ણ હોવી જોઈએ તથા સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન થાય એ રીતે હાથ ધરવી જોઈએ.
 11. ભારત અને ફ્રાન્સ જી20નાં નિર્ણયોનો અમલ કરવા તથા જી20નાં અન્ય સભ્ય દેશો સાથે મજબૂત, સ્થાયી, સંતુલિત અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે સંયુક્તપણે કામ કરવા કટિબદ્ધ છે.
 12. બંને નેતાઓએ નિયમ-આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પુનઃપુષ્ટિ કરી હતી તથા સ્થાયી વૃદ્ધિ અને વિકાસ માટે ઉદાર, વાજબી અને ખુલ્લા વેપારને વધારવાનું મહત્ત્વ સ્વીકાર્યું હતું. તેમણે ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંસ્થા)નાં તમામ સભ્યો સાથે ખભેખભો મિલાવીને કામ કરવાની તેમની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જે નિયમ-આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થાની કેન્દ્રીયતા તથા ખુલ્લા અને સર્વસમાવેશક વૈશ્વિક વેપારની પુનઃપુષ્ટિ કરશે.
 13. ભારત અને ફ્રાન્સ વૈશ્વિક આર્થિક અને નાણાકીય વહીવટીનાં માળખાને સુધારવા સંયુક્તપણે કામ કરવા ઇચ્છે છે, વધારે વૈશ્વિક અસંતુલનને ઘટાડવા ઇચ્છે છે, સર્વસમાવેશક અને આંતરજોડાણ વિકાસને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે તથા આતંકવાદ, ગરીબી, ભૂખમરો, રોજગારીનું સર્જન, આબોહવામાં ફેરફાર, ઊર્જા સુરક્ષા તથા જાતિ અસમાનતા સહિત અસમાનતા જેવા સામાન્ય વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા ઇચ્છે છે, જે સ્થાયી વિકાસ માટે પાયારૂપ છે.
 14. ભારત અને ફ્રાન્સ આફ્રિકાની સ્થિરતા અને સમૃદ્ધિ માટે સહકાર અને જોડાણમાં સામાન્ય હિત ધરાવે છે, જેમા ક્ષમતા નિર્માણ માટેનાં કાર્યક્રમો અને સંયુક્ત પ્રકલ્પો જેવી વિકાસલક્ષી પહેલો સામેલ છે. પેરિસમાં જૂન, 2017માં આફ્રિકા પર પ્રથમ સંવાદને આધારે બંને નેતાઓએ સામાન્ય પ્રકલ્પોનો અમલ કરવા તેમની ઇચ્છા પ્રતિપાદિત કરી હતી. બંને નેતાઓએ જી5 સાહેલ સંયુક્ત દળની સ્થાપનાને પણ આવકારી હતી, જે આતંકવાદનાં જોખમનું નિવારણ કરવા તેમની પોતાની સુરક્ષાની જવાબદારી લેવા તેમજ આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધને કારણે ગંભીર પડકારોનું સમાધાન કરી આફ્રિકાનાં દેશોની ઇચ્છા પ્રદર્શિત કરે છે.
 15. બંને નેતાઓએ ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA)ને પુનઃ તેમનો સાથસહકાર આપ્યો હતો અને તેનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આઇઓઆરએની પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા સક્રિય પ્રદાન આપવા તેમની પ્રતિબદ્ધતા વહેચી હતી.
 16. આ પ્રકારનાં સમાન માનસિકતા ધરાવતાં સમન્વયનો વ્યાપ વધારવાનાં ઉદ્દેશ સાથે ભારત અને ફ્રાન્સ પૂર્વ એશિયા તેમજ મધ્ય પૂર્વ પર નિયમિતપણે સત્તાવાર સંવાદની પહેલ પર સંમત થયાં હતા. બંને વિદેશ મંત્રીઓ વચ્ચે વાર્ષિક નીતિ અને આયોજન સંવાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
 17. રાષ્ટ્રપતિ મેક્રોને તેમનો અને તેમનાં પ્રતિનિધિમંડળનો ઉષ્માસભર આતિથ્યસત્કાર કરવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો તથા ફ્રાન્સમાં મોદીને આવકારવાની આતુરતા વ્યક્ત કરી હતી.

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India achieves 40% non-fossil capacity in November

Media Coverage

India achieves 40% non-fossil capacity in November
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets Indian Navy on Navy Day
December 04, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted the Indian Navy personnel on the occasion of Navy Day.

In a tweet, the Prime Minister said;

"Greetings on Navy Day. We are proud of the exemplary contributions of the Indian navy. Our navy is widely respected for its professionalism and outstanding courage. Our navy personnel have always been at the forefront of mitigating crisis situations like natural disasters."