શેર
 
Comments

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ વચ્ચે ચીનમાં વુહાન ખાતે તા. 27 અને 28 એપ્રિલના રોજ પરસ્પરને સ્પર્શતા દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે તથા એકબીજાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને વર્તમાન તથા ભવિષ્યની રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ બાબતે સૌ પ્રથમ અનૌપચારિક શિખર સંમેલન યોજાયુ હતું.

બંને મહાનુભવો માને છે કે ભારત અને ચીનનો બે મોટાં અર્થતંત્ર અને મહાસત્તા તરીકે ઉદભવ અને તેની સાથે વ્યૂહાત્મક નિર્ણયોમાં સ્વાયત્તા પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે સૂચિત છે. બંનેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચે શાંતિયુક્ત, સ્થિર અને સમતોલ સંબંધો, વર્તમાન સમયની વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થિરતા માટેનું હકારાત્મક પરિબળ બની રહેશે. બંને એ બાબતે પણ સંમત થયા હતા કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો આ વિસ્તારની સમૃદ્ધિ અને વિકાસ માટે પરિણામલક્ષી બની રહેશે તેમજ આ સદીને એશિયાની સદી બનાવવા પ્રભુત્વની સ્થિતી પેદા કરશે. આ સંદર્ભમાં બંનેએ પોતાના લોકોના હિતમાં પરસ્પરને લાભદાયી અને પોષક બની રહે તે રીતે  ઘનિષ્ઠ વિકાસ ભાગીદારી મજબૂત કરવા માટેનો નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રી મોદી અને પ્રમુખ શીએ સાપેક્ષ રીતે ભારત અને ચીન વચ્ચેના વ્યૂહાત્મક અને લાંબા ગાળાના સંબંધોની સમીક્ષા કરી હતી. તેમણે ભાવિ સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ માટેના પ્રયાસો વધારવા તથા એક સુસ્થાપિત વ્યવસ્થા માટે એક વ્યાપક સંભવિત મંચ દ્વારા તેનું રૂપાંતરણ કરવા સહમતી દાખવી હતી. તે બંને એ બાબતે પણ સંમત થયા હતા કે બંને દેશ, પરસ્પરના સંબંધોના સંદર્ભમાં તેમના મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે પરિપક્વતા અને ડહાપણ ધરાવે છે તથા પરસ્પરના સન્માનની મહત્તાને ખ્યાલમાં રાખીને સંવેદનશીલતા, ચિંતાઓ અને મહેચ્છાને ખ્યાલમાં રાખીને ઘનિષ્ઠ ભાગીદારીના મહત્વને સ્વીકારે છે.

બંને નેતાઓએ ભારત અને ચીનની સરહદના સવાલ અંગે ખાસ પ્રતિનિધિત્વની કામગીરી માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને વાજબી, સમજદાર તથા એકબીજાને સ્વીકાર્ય સમજૂતિ માટેના પ્રયાસોને વેગ આપવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ તમામ મોરચે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસના વ્યાપક હિતમાં શાંતિ અને સ્થિરતા જળવાય તે માટેના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ હેતુ માટે તેમણે તેમની સંબંધિત સેનાઓને પરસ્પર વિશ્વાસનું નિર્માણ થાય, પરસ્પર સમજ વિકસે તથા સરહદી બાબતો હાથ ધરવા અંગે પૂર્વાનુમાન અને અસરકારકતા માટે સંવાદ મજબૂત કરવા વ્યૂહાત્મક માર્ગદર્શન રજૂ કર્યું હતું. વધુમાં આ બંને નેતાઓએ તેમની સેનાઓને નિર્દેશ આપ્યો હતો કે તે બંને દેશો વચ્ચે થયેલી સંમતિ મુજબ પરસ્પરની અને સમાન સલામતિના સિદ્ધાંત મુજબ વિશ્વાસમાં વૃદ્ધિ થાય તેવાં પગલાં ભરવાં તથા વર્તમાન સંસથાકિય ગોઠવણો અને માહિતીઓની આપ-લેની વ્યવસ્થા ગોઠવવી કે જેથી સરહદ પરની ઘટનાઓ નિવારી શકાય.

બંને નેતાઓ દ્વિપક્ષીય સમતોલ વ્યાપારમાં લાંબા ગાળાના મૂડીરોકાણને વેગ મળે તે હેતુથી બંને અર્થતંત્રો વચ્ચેની સમાનતાઓનો લાભ લેવાની બાબતને આગળ ધપાવવા સંમતિ દાખવી છે. તેમણે લોકોથી લોકો વચ્ચે વ્યાપક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તે માટે આ દિશામાં નવી વ્યવસ્થા સુસ્થાપિત કરવાની દિશામાં કામ કરવા માટે સંમતિ દાખવી છે.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે અ બાબત પર ભાર મૂક્યો છે કે ભારત અને ચીન બે મોખરાના દેશ તરીકે વ્યાપક અને પરસ્પરને સ્પર્શતા પ્રાદેશિક અને વૈશ્વિક હિતો ધરાવે છે. તે બંને વ્યાપક પરામર્શ દ્વારા પોતાની વ્યૂહાત્મક સંદેશા-વ્યવહારની વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર અંગે સંમત થયા હતા અને એ દ્વારા પરસ્પર સમજ વધારવામાં હકારાત્મક અસર થશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતામાં યોગદાન થશે તે બાબતે સંમત થયા હતા.

બંને નેતાઓ સંમત થયા હતા કે ભારત અને ચીને અલગ અલગ રીતે વૈશ્વિક શાંતિ અને સંમૃદ્ધિમાં પોતાની વૃદ્ધિ અને આર્થિક વિકાસ દ્વારા મોટુ યોગદાન આપ્યું છે અને બંને ભવિષ્યમાં પણ વિશ્વના વિકાસના એન્જીન તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે બંનેએ ખૂલ્લી, બહુધ્રુવીય, બહુતાલક્ષી અને સહયોગી વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં નિર્માણના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો જે તમામ દેશોને પોતાના વિકાસની વૃદ્ધિમાં અને વિશ્વના તમામ વિસ્તારોમાં ગરીબી અને અસમાનતા નાબૂદ કરવામાં મદદરૂપ થશે. તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક અર્થતંત્રમાં તેમના યોગદાન આપવાનાં પ્રયાસો અંગે વાત કરી હતી.

બંને દેશોએ વૈશ્વિક સમૃદ્ધિ અને સુરક્ષાના હિતમાં એક બીજાની વિદેશ નીતિ અંગેનાં દ્રષ્ટિકોણ બાબતે મંતવ્યોની આપ-લે કરી હતી. બંને હકારાત્મક રીતે અને રચનાત્મક રીતે જળવાયુ પરિવર્તન, પર્યાવરણલક્ષી વિકાસ, ખાદ્યસુરક્ષા વગેરે જેવા મુદ્દાઓ પર વૈશ્વિક પડકારો બાબતે સંયુક્તપણે યોગદાન આપવા બાબતે સહમતિ દાખવી હતી. તેમણે પરસ્પરની નાણાંકિય અને રાજકિય સંસ્થાઓમાં ભિન્ન પ્રકારના સુધારાને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો અને તેને વિકાસમાન દેશોની જરૂરિયાતો બાબતે દ્રષ્ટાંતરૂપ અને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓ સંમત થયા હતા કે બે મોખરાનાં ઉભરતાં અર્થતંત્ર તરીકે, પોતાના વ્યાપક વિકાસ અનુભવ અને રાષ્ટ્રીય ક્ષમતા ધરાવતા દેશ તરીકે, માનવજાત 21મી સદીમાં જે પડકારોનો સામનો કરી રહી છે તેનું નિવારણ કરવા માટે નવતર અને દીર્ઘકાલીન સમાધાન માટે આગેવાની લેવા ભારત અને ચીને હાથ મિલાવવા જોઈએ. આવા પ્રયાસોમાં રોગચાળા સામે લડત આપવા, કુદરતી હોનારતનાં જોખમો ઘટાડવા તથા તેના નિવારણ માટે તથા ડિજિટલ સશક્તિકરણને આગળ ધપાવવાની કામગીરીનું સંકલન કરવા સંમતિ દાખવી હતી, બંને નેતાઓ સંમત થયા હતા કે માનવ જાતના હિતમાં આ ક્ષેત્રોમાં તેમની નિપૂણતા અને સ્રોતો દ્વારા આ પડકારો હલ કરવા માટેનુ વૈશ્વિક નેટવર્ક ઊંભુ કરવુ જોઈએ.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ આતંકવાદ દ્વારા ઉભી થયેલા અનિષ્ટની સમાન પ્રકારે નોંધ લીધી હતી અને તેને મજબૂતપણે વખોડી કાઢી હતી અને તમામ પ્રકારે તેનો સામનો કરવાની બાબતે સંમતિ દાખવી હતી. તેમણે આતંકનો સામનો કરવા માટે પરસ્પરના સહયોગની પોતાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ આ અનૌપચારિક શિખર સંમેલનના માધ્યમથી અભિપ્રાયોની સીધી, મુક્ત નિખાલસ આપ-લેની તકો ચકાસી હતી અને ભવિષ્યમાં આ પ્રકારના વધુ શિખર સંમેલનો યોજવા માટે સંમત થયા હતા. તેમણે જે ભવિષ્યલક્ષી સંવાદ કર્યો અને તેને કારણે વિવિધ દ્રષ્ટિકોણ, અગ્રતાઓ અને વિઝન દ્વારા તેમની નીતિ વિષયક પસંદગીઓને સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક સંવાદની ભૂમિકા રચાઈ છે. તેનાથી ભારત-ચીન સંબંધોની ભવિષ્યની દિશા અંગે એકસમાન સમજ ઉભી થઈ છે, જે પરસ્પરના સન્માન આધારિત અને એકબીજાના વિકાસની મહેચ્છાઓ તથા મતભેદોને ડહાપણયુક્ત હાથ ધરવા માટે પરસ્પરની સંવેદનશીલતા દર્શાવે છે.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
Capital expenditure of States more than doubles to ₹1.71-lakh crore as of Q2

Media Coverage

Capital expenditure of States more than doubles to ₹1.71-lakh crore as of Q2
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 ડિસેમ્બર 2021
December 06, 2021
શેર
 
Comments

India takes pride in the world’s largest vaccination drive reaching 50% double dose coverage!

Citizens hail Modi Govt’s commitment to ‘reform, perform and transform’.