ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક ચિલીનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1થી 5 એપ્રિલ, 2025 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. આ પ્રસંગે બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોનાં 76 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી છે. રાષ્ટ્રપતિ બોરિકની સાથે વિદેશી બાબતો, કૃષિ, ખાણ, મહિલા અને લિંગ સમાનતા અને સંસ્કૃતિ, કળા અને વારસો, સંસદ સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ બોરિક નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ બોરિક અને પ્રધાનમંત્રી મોદી બંને નવેમ્બર 2024માં રિયો ડી જાનેરોમાં જી 20 સમિટની દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.


રાષ્ટ્રપતિ બોરિકનું એરફોર્સ સ્ટેશન પાલમ ખાતે આગમન સમયે ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ 1 એપ્રિલ 2025ના રોજ હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રપતિ બોરિક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. તેઓ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મળ્યા, જેમણે તેમના સન્માનમાં એક ભોજન સમારંભ અને તેમની સાથેના પ્રતિનિધિમંડળની પણ યજમાની કરી હતી. ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાષ્ટ્રપતિ બોરિક સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ બોરિક અને પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 1949માં સ્થાપિત થયેલા ઐતિહાસિક રાજદ્વારી સંબંધો, વધતા જતા વેપારી જોડાણો, લોકો સાથેનાં જોડાણ, સાંસ્કૃતિક સંબંધો તથા બંને દેશો વચ્ચે ઉષ્માભર્યા અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને પણ યાદ કર્યા હતા. તેમણે પારસ્પરિક હિતોનાં તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે બહુપક્ષીય સંબંધોને વધારે વિસ્તૃત અને ગાઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ તેમની બેઠક દરમિયાન વેપાર અને રોકાણ, સ્વાસ્થ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ અને સુરક્ષા, માળખાગત સુવિધા, ખાણકામ અને ખનિજ સંસાધનો, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, ગ્રીન એનર્જી, આઇસીટી, ડિજિટાઇઝેશન, નવીનતા, આપત્તિ વ્યવસ્થાપન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર, શિક્ષણ અને લોકો વચ્ચેનાં જોડાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપવા માટે વિવિધ સ્તરે નિયમિત આદાનપ્રદાન ચાલુ રાખવા સંમત થયા હતા.

બંને નેતાઓએ નોંધ્યું હતું કે, વેપાર અને વાણિજ્ય દ્વિપક્ષીય સંબંધોનો મજબૂત આધારસ્તંભ છે. મે, 2017માં ભારત-ચિલી પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટનાં વિસ્તરણને કારણે ઊભી થયેલી સકારાત્મક અસરો પર પ્રકાશ ફેંકતી વખતે, જેનાં પરિણામે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે દ્વિપક્ષીય વેપારનાં વિસ્તરણ માટે નવી તકો ખોલી શકે છે. બંને નેતાઓએ બંને પક્ષોનાં વ્યાવસાયિક પ્રતિનિધિમંડળોની મુલાકાતોમાં તાજેતરમાં થયેલા વધારા પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ વિશાળ વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ લાવવા બદલ રાષ્ટ્રપતિ બોરિકનો આભાર માન્યો હતો, જે બંને દેશો વચ્ચે વ્યાવસાયિક આદાનપ્રદાનને ગાઢ બનાવવામાં મદદરૂપ થશે. બંને વેપારી સંબંધોને વધુ આગળ વધારવા ચર્ચા ચાલુ રાખવા સંમત થયા હતા.

રાષ્ટ્રપતિ બોરિકે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં ચિલી માટે ભારત પ્રાથમિકતાનું ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે વિસ્તૃત અને વૈવિધ્યસભર વેપાર માટે વ્યૂહરચનાઓ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પારસ્પરિક સંમત સંદર્ભની શરતો પર હસ્તાક્ષર કરવાની વાતને સ્વીકારી હતી તથા ગાઢ આર્થિક સંકલન હાંસલ કરવા માટે સંતુલિત, મહત્ત્વાકાંક્ષી, વિસ્તૃત અને પારસ્પરિક લાભદાયક સમજૂતી માટે વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ) વાટાઘાટો શરૂ કરવાનું સ્વાગત કર્યું હતું. સીઇપીએનો ઉદ્દેશ ભારત અને ચિલી વચ્ચે વેપાર અને વાણિજ્યિક સંબંધોની સંપૂર્ણ સંભવિતતા ચકાસવાનો, રોજગારી, દ્વિપક્ષીય વેપાર અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.

વેપાર સંબંધો તેમજ લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધુ પ્રોત્સાહન આપવા માટે, રાષ્ટ્રપતિ બોરિકે ભારતીય ઉદ્યોગપતિઓ માટે મલ્ટિપલ એન્ટ્રી પરમિટ આપવાના ચિલીના નિર્ણયની જાહેરાત કરી હતી, જે વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. પ્રધાનમંત્રી મોદીએ આ પગલાને આવકાર્યું હતું અને તેનું મૂલ્ય આંક્યું હતું, કારણ કે તે વેપાર અને રોકાણને સરળ બનાવવા માટે બંને પક્ષોની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે અને ચિલી અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને વેપાર, પ્રવાસન, વિદ્યાર્થી અને શૈક્ષણિક આદાન-પ્રદાનને સુલભ બનાવવા માટે લોકોથી લોકોના જોડાણને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે સ્વીકારીને, ભારતીય પક્ષે પહેલેથી જ એક લવચીક વિઝા વ્યવસ્થા સ્થાપિત કરી છે, જેમાં ચિલીના મુસાફરો માટે ભારતમાં ઇ-વિઝા સુવિધા વિસ્તૃત કરવાનો પણ સમાવેશ થાય છે.

બંને નેતાઓએ ઉભરતી ટેકનોલોજી, અત્યાધુનિક ઉત્પાદન અને સ્વચ્છ ઊર્જા પરિવર્તન માટે મહત્ત્વપૂર્ણ ખનિજોનાં વ્યૂહાત્મક મહત્ત્વને માન્યતા આપી હતી. બંને નેતાઓએ પારસ્પરિક લાભ માટે સંપૂર્ણ મહત્ત્વપૂર્ણ ખનિજ મૂલ્ય શૃંખલામાં રોકાણને પ્રોત્સાહન આપવા સંશોધન અને વિકાસની સાથે સંશોધન, ખાણકામ અને પ્રક્રિયામાં સહયોગને વેગ આપવા સંમતિ વ્યક્ત કરી હતી. તેઓએ નિર્ણાયક ખનિજો અને અદ્યતન સામગ્રી સહિત વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને પક્ષોએ ખાણકામ અને ખનિજોમાં પારસ્પરિક લાભદાયક ભાગીદારી અને સમજણને પ્રોત્સાહન આપીને સપ્લાય ચેઇન અને સ્થાનિક વેલ્યુ ચેઇનને મજબૂત કરવાની પહેલો પર સંયુક્તપણે કામ કરવા સંમતિ વ્યક્ત કરી હતી, જેમાં ચિલીથી ભારતમાં ખનિજો અને સામગ્રીનો લાંબા ગાળાનો પુરવઠો પૂરો પાડવાની શક્યતા સામેલ છે.

બંને નેતાઓ સ્વાસ્થ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, સ્પેસ, આઇસીટી, કૃષિ, ગ્રીન એનર્જી, પરંપરાગત ચિકિત્સા, એન્ટાર્કટિકા, વિજ્ઞાન અને ટેકનોલોજી, કુદરતી આપત્તિઓનું વ્યવસ્થાપન, રમતગમત, સ્ટાર્ટઅપ્સ, સહકારી મંડળીઓ અને ઓડિયોવિઝ્યુઅલ સહ-ઉત્પાદનમાં સહકાર સ્થાપિત કરવા માટે નવા માર્ગો શોધવા સંમત થયા હતા, જે આ બાબતો માટે જવાબદાર એજન્સીઓ વચ્ચે અનુભવો અને સારી પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરશે.

પ્રમુખ બોરિકે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ભૂમિકાને વિશ્વના અગ્રણી તરીકે સ્વીકારી હતી અને પરવડે તેવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોના પુરવઠામાં ચિલી માટે મહત્વપૂર્ણ ભાગીદાર તરીકેની ભૂમિકાને સ્વીકારી હતી. બંને પક્ષોએ ફાર્માસ્યુટિકલ્સ, રસીઓ અને તબીબી ઉપકરણોનો વેપાર વધારવા બંને દેશોનાં ખાનગી ક્ષેત્રોને સુવિધા આપવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર કામ કરવા અને ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માટે બજારની સુલભતાની સમસ્યાનું સમાધાન કરવા તેમજ ચિલી દ્વારા ભારતીય ફાર્માકોપિયાની માન્યતાને આગળ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ લોકોનાં સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવામાં પરંપરાગત ઔષધિઓ અને યોગનાં મહત્ત્વને નોંધ્યું હતું તથા તેમનાં અધિકારીઓને વધારે સ્થાયી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પરંપરાગત ઔષધિઓ પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ માટે બંને દેશો સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને પુરાવા આધારિત, સંકલિત, પરંપરાગત ચિકિત્સા, હોમિયોપેથી અને યોગને પ્રોત્સાહન આપવા અને તેના ઉપયોગને સઘન બનાવવા અને સહયોગ કરવા સંમત થયા હતા.

બંને પક્ષોએ એકબીજાના દેશોમાં માળખાગત પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન આપવા પર કામ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. ચિલીના પક્ષે રેલવે ક્ષેત્ર સહિત માળખાગત પ્રોજેક્ટ્સમાં સહભાગી થવા માટે ભારતીય કંપનીઓનું સ્વાગત કર્યું હતું.

બંને નેતાઓએ બંને પક્ષોને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર માટે નોંધપાત્ર ક્ષેત્રોની શોધ કરવા સંયુક્તપણે કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં ક્ષમતા નિર્માણ અને સંરક્ષણ ઔદ્યોગિક જોડાણ સામેલ છે. બંને દેશો હાલની ઔપચારિક સંરક્ષણ સહકાર સમજૂતી હેઠળ એકબીજાની ક્ષમતાઓને વિકસાવવા અને વધારવા માટે જ્ઞાન વહેંચવા સંમત થયા હતા. ભારતીય પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, એનડીસી, એનડીએ અને એચડીએમસીમાં તાલીમની તકો ઓફર કરતી વખતે ચિલીને પ્રાથમિકતા આપવામાં આવી છે, આ ઉપરાંત માઉન્ટેન વોરફેર અને પીસકીપિંગ ઓપરેશન્સના વિશિષ્ટ અભ્યાસક્રમો માટેના સ્લોટ્સ અગાઉ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ભારતીય પક્ષે પારસ્પરિક હિતોના ક્ષેત્રોમાં ચિલીના સૈન્યને પ્રાપ્ત કરવા અને તાલીમ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ વર્તમાન એન્ટાર્કટિક સહકારને મજબૂત કરવા માટે લેટર ઑફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવા પર ખુશી વ્યક્ત કરી હતી, જે એન્ટાર્કટિકા અને એન્ટાર્કટિક નીતિ સાથે સંબંધિત દ્વિપક્ષીય સંવાદો, સંયુક્ત પહેલો અને શૈક્ષણિક આદાનપ્રદાનના એજન્ડાના સંરક્ષણમાં ભાગીદારીને વધુ સરળ બનાવશે. ભારત અને ચિલી બંને એન્ટાર્કટિક સંધિમાં સલાહકાર પક્ષો છે તથા બંને પક્ષો અને વૈશ્વિક સમુદાયના લાભ માટે એન્ટાર્કટિકની વૈજ્ઞાનિક સમજણને ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.

બંને પક્ષોએ રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની બહારનાં વિસ્તારોમાં દરિયાઇ જૈવવિવિધતાનાં સંરક્ષણ અને સ્થાયી ઉપયોગ માટેનાં મુખ્ય કાયદાકીય માળખા તરીકે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રથી બહારનાં વિસ્તારોમાં દરિયાઇ જૈવવિવિધતા પર સમજૂતીકરાર (બીબીએનજે) પર હસ્તાક્ષર કરવા અને સ્વીકાર કરવા માટેનાં નિર્ણયને આવકાર આપ્યો હતો તથા જમીનથી દરિયા સુધી, જૈવ વિવિધતાનાં સંરક્ષણ, સંરક્ષણ અને પ્રોત્સાહન માટે તેમના સંબંધિત દેશોનાં સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.  અને આ મુદ્દાઓ સાથે કામ કરતા આંતરરાષ્ટ્રીય મંચોમાં સાથે મળીને કામ કરવા અને એકબીજાને ટેકો આપવા સંમત થયા હતા. બંને દેશોએ સામાન્ય પણ વિભિન્ન જવાબદારીઓ અને વિકાસનાં અધિકારનાં સિદ્ધાંત પર આધારિત સહકાર અને સંયુક્ત પ્રયાસો મારફતે બહુપક્ષીયવાદમાં વૈશ્વિક દક્ષિણનાં વિઝનને મજબૂત કરવાનાં તેમનાં ઇરાદાની પુષ્ટિ કરી હતી.

અંતરિક્ષમાં બંને દેશોની દાયકાઓ સુધી ચાલેલી ભાગીદારીને યાદ કરીને બંને નેતાઓએ બંને દેશો વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં ચાલી રહેલાં જોડાણની નોંધ લીધી હતી, જેમાં વર્ષ 2017માં ભારત દ્વારા વાણિજ્યિક વ્યવસ્થા હેઠળ સહ-પેસેન્જર તરીકે ચિલી (એસઓટીએઆઈ-1)નાં ઉપગ્રહનાં પ્રક્ષેપણનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ અંતરિક્ષ અને ખગોળભૌતિકશાસ્ત્રમાં તાલીમ અને ક્ષમતા નિર્માણ તથા સંશોધનને પ્રોત્સાહન આપવા વધારે સહકારનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે અંતરિક્ષ, સંશોધન અને વિકાસ, તાલીમ, ઉપગ્રહ નિર્માણ, પ્રક્ષેપણ અને કામગીરી તથા ઇસરો, આઇએન-એસપીએએસઇ (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) અને સ્ટાર્ટઅપ્સ સાથે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ સહિત સહકાર પર કામ કરવા માટે ચિલી દ્વારા સ્પેસ એક્ઝિક્યુટિવ કમિટીની રચનાને આવકારી હતી.

બંને નેતાઓએ પોતપોતાની ગતિશીલ માહિતી અને ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રોની નોંધ લીધી હતી તથા આ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સમન્વય શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રોકાણ, સંયુક્ત સાહસો, ટેકનોલોજીકલ વિકાસ અને આઇટી અને ડિજિટલ ક્ષેત્રમાં બજારોની વૃદ્ધિમાં પારસ્પરિક રસ વ્યક્ત કર્યો હતો, જેમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)માં જોડાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે, જેથી લોકો અને વ્યવસાયો માટે ડિજિટલ સેવાઓની સુલભતાનું લોકશાહીકરણ થાય. બંને નેતાઓએ ડિજિટલ પેમેન્ટનાં ક્ષેત્રમાં સહકારનાં વહેલાસર અમલીકરણની શક્યતા ચકાસવા બંને પક્ષોનાં પ્રયાસોને સ્વીકાર્યાં હતાં. તેમણે બંને દેશોની વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ વચ્ચે ગાઢ સહકાર વિકસાવવા માટે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોનાં ટેક સમુદાયો વચ્ચે ગાઢ જોડાણને સુલભ કરવા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનાં ક્ષેત્રોમાં સહકાર પર સમજૂતી પર હસ્તાક્ષર કરવા આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ બહુપક્ષીયવાદમાં સુધારો કરવા અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં વિસ્તૃત સુધારા માટે તેમની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જેમાં સભ્યપદની કાયમી અને બિન-કાયમી એમ બંને કેટેગરીમાં વિસ્તરણ સામેલ છે, જેથી સભ્યપદને વધારે પ્રતિનિધિત્વયુક્ત, જવાબદાર, પારદર્શક, સર્વસમાવેશક અને અસરકારક બનાવી શકાય, જે 21મી સદીની ભૂ- રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે. ચિલીના પક્ષે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા અને વિસ્તૃત કરાયેલી સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ શાંતિપૂર્ણ સંવાદ મારફતે તમામ વિવાદોનું સમાધાન લાવવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને વિશ્વશાંતિ મજબૂત કરવા લોકતાંત્રિક સિદ્ધાંતો અને માનવાધિકારોને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદને સ્પષ્ટપણે વખોડી કાઢવાની પુનઃપુષ્ટિ કરી હતી તથા વૈશ્વિક આતંકવાદ સામેની સામાન્ય લડાઈમાં ખભેખભો મિલાવીને ઊભા રહેવાનો સહિયારો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેઓ સંમત થયા હતા કે આતંકવાદનો સામનો નક્કર વૈશ્વિક પગલાં દ્વારા થવો જોઈએ.

બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રનાં તમામ સભ્ય દેશોને યુએનએસસી ઠરાવ 1267નો અમલ કરવા અપીલ કરી હતી તથા આતંકવાદીઓનાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને માળખાગત સુવિધાઓને નાબૂદ કરવાની દિશામાં કામ કરવા અપીલ કરી હતી તથા આતંકવાદી નેટવર્ક અને તમામ ટેરર ફાઇનાન્સિંગ ચેનલોને ખોરવી નાંખવા અપીલ કરી હતી. બંને પક્ષોએ આતંકવાદનો સામનો કરવા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ), નો મની ફોર ટેરર (એનએમએફ) અને અન્ય બહુપક્ષીય પ્લેટફોર્મમાં સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલનને વહેલાસર અંતિમ સ્વરૂપ આપવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનાં વિઝન પ્રત્યે પોતાની જાતને પ્રતિબદ્ધ કરી હતી, જે રાષ્ટ્રોની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડતાનો આદર કરે છે, નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે તેમજ અવરોધમુક્ત કાયદેસર વાણિજ્ય સુનિશ્ચિત કરે છે તથા આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને યુએનસીએલઓએસનાં સાર્વત્રિક માન્યતા પ્રાપ્ત સિદ્ધાંતો અનુસાર વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે.

પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ સાઉથના “વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ" સમિટના ત્રણેય સંસ્કરણોમાં ચિલીની ભાગીદારીની પ્રશંસા કરી હતી, જે વૈશ્વિક દક્ષિણના દેશોને તેમના વિકાસના દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓને વહેંચવા માટે એકસાથે લાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ, 2024માં આયોજિત ત્રીજા વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં તેમના મૂલ્યવાન દ્રષ્ટિકોણ અને વિચારો વહેંચવા બદલ રાષ્ટ્રપતિ બોરિકનો આભાર માન્યો હતો તથા નોંધ્યું હતું કે, બંને દેશો વચ્ચે કેટલાંક સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર મજબૂત સમન્વય છે, જેમાં અસરકારક વૈશ્વિક શાસન સુધારાની જરૂરિયાત અને સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે વૈશ્વિક દક્ષિણનાં દેશો માટે સમાન સુલભતા સામેલ છે. રાષ્ટ્રપતિ બોરિકે ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં ભારતના નેતૃત્વને આવકાર્યું હતું.

રાષ્ટ્રપતિ બોરિકે જી20માં ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી, જેણે વિકાસનાં એજન્ડાને કેન્દ્ર સ્થાને લાવ્યો હતો તથા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)ની સંભવિતતાને ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ટેકનોલોજીની પરિવર્તનશીલ અને સર્વસમાવેશક ભૂમિકાને સ્વીકારી હતી. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે, ભારતની જી20 અધ્યક્ષતાએ જી20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, સ્થાયી વિકાસ માટે જીવનશૈલીને પ્રોત્સાહન (લાઇએફઇ), ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)માં પ્રગતિ, બહુપક્ષીય વિકાસ બેંકો (એમડીબી)માં સુધારા અને મહિલાઓ-સંચાલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવી મુખ્ય પહેલો અને પરિણામોને આગળ લાવીને વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથની હિમાયત કરી છે. આ સંબંધમાં અને જી-20ની અંદર વધારે સંકલન અને પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ભારત જી20ના અતિથિ દેશો તરીકે ચર્ચામાં ચિલી અને લેટિન અમેરિકન દેશોને સામેલ કરવા ટેકો આપશે.

બંને પક્ષોએ આબોહવા પરિવર્તન અને નીચા ઉત્સર્જનવાળા આબોહવાની સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થામાં સંક્રમણ દ્વારા પ્રસ્તુત તેમની અર્થવ્યવસ્થાઓ માટેના પડકારોને માન્યતા આપી હતી. તદનુસાર, તેમણે વધુ કાર્યક્ષમ ઉર્જા તકનીકોના વિકાસ દ્વારા સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી. બંને નેતાઓએ પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઉપયોગ અને સંગ્રહ ટેકનોલોજી, ઊર્જા દક્ષતા અને અન્ય ઓછા કાર્બનયુક્ત સમાધાનોમાં સંયુક્ત રોકાણ વધારવાની અપીલ કરી હતી, જે સ્થાયી આર્થિક વૃદ્ધિને વેગ આપવાની અને રોજગારીનાં સર્જનને વેગ આપવાની સંભવિતતા ધરાવશે.

રાષ્ટ્રપતિ બોરિકે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)માં ભારતનાં નેતૃત્વને આવકાર આપ્યો હતો અને નવેમ્બર, 2023થી સભ્ય તરીકે મજબૂત ટેકો આપવાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જાન્યુઆરી, 2021માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં સામેલ ચિલીની પ્રશંસા કરી હતી, જેનો ઉદ્દેશ સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)નાં ઉદ્દેશો હાંસલ કરવા માટે વ્યવસ્થાઓ અને માળખાગત સુવિધાઓને અનુકૂળ બનાવવાનો છે. વધુમાં, બંને નેતાઓએ લેટિન અમેરિકા અને કેરેબિયન માટે આઇએસએ પ્રાદેશિક સમિતિની 7મી બેઠકનું આયોજન કરવાની ચિલીની ઓફરને પણ મહત્ત્વ આપ્યું હતું.

ટેકનોલોજી શીખવાના ઉકેલો, કૌશલ્ય વિકાસ અને સંસ્થાગત ક્ષમતા નિર્માણના વધતા જતા મહત્વને સમજીને ભારત અને ચિલીએ આ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. બંને દેશો એડસીઆઈએલ (ઇન્ડિયા) લિમિટેડ અને ચિલીની મુખ્ય સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને સુલભ કરવા સંમત થયા છે, જેમાં ચિલીની યુનિવર્સિટીઓની કાઉન્સિલ ઓફ રેક્ટર્સ (સીરુચ), ચિલીનું શિક્ષણ મંત્રાલય અને ટેકનિકલ તાલીમ કેન્દ્રો (સીએફટી) સામેલ છે, જેથી ડિજિટલ લર્નિંગ, સંશોધન વિનિમય, સ્માર્ટ એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે શિક્ષણમાં નવીનતા અને જ્ઞાન-વહેંચણીને આગળ વધારવા માટે બંને દેશોની શક્તિનો ઉપયોગ કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 હેઠળ ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનશીલ ફેરફારો પર પ્રકાશ પાડતા, ચિલીની અગ્રણી યુનિવર્સિટીઓને ભારતીય સંસ્થાઓ સાથે શૈક્ષણિક અને સંશોધન ભાગીદારીને મજબૂત કરવા તથા સંયુક્ત/દ્વિસ્તરીય અને જોડાણ વ્યવસ્થાઓ મારફતે સંસ્થાગત જોડાણોનું નિર્માણ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિકશાસ્ત્રમાં બંને દેશોની પારસ્પરિક શક્તિઓને ધ્યાનમાં રાખીને, બંને નેતાઓ આ ક્ષેત્રોમાં સંસ્થાકીય જોડાણોને મજબૂત કરવા સંમત થયા હતા. બંને નેતાઓએ ચિલીની એક યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટડીઝ પર આઇસીસીઆર ચેર સ્થાપિત કરવાની દરખાસ્તને આવકારી હતી અને અધિકારીઓને વહેલાસર અમલીકરણ માટેની શક્યતા ચકાસવા સૂચના આપી હતી.

બંને નેતાઓએ મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં તાલીમ અને ક્ષમતા નિર્માણમાં ચાલી રહેલા સહકારને આવકાર આપ્યો હતો તથા વૈશ્વિક રાજદ્વારી પ્રયાસો અને નવી ટેકનોલોજીને વધારે અસરકારક બનાવવા માટે આ ક્ષેત્રમાં સહકાર વધારવા માટેની સંભવિતતાની નોંધ લીધી હતી.

બંને નેતાઓએ બંને દેશોના લોકોને એકબીજાની નજીક લાવવામાં સાંસ્કૃતિક સંબંધોની ભૂમિકાને સ્વીકારી હતી. તેમણે ભારત અને ચિલીનાં સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી હતી તથા બંને દેશો વચ્ચે લાંબા ગાળાનાં સાંસ્કૃતિક આદાન-પ્રદાનની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ બંને દેશોની સંસ્કૃતિઓ અને ભાષાઓના અભ્યાસમાં વધી રહેલા રસને બિરદાવ્યો હતો, જેમાં સ્પેનિશ ભારતમાં લોકપ્રિય વિદેશી ભાષાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે ભારત – ચિલીના સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત કરવા અને બંને દેશોની સાંસ્કૃતિક સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત કરવા માટે પારસ્પરિક હિત પર ભાર મૂક્યો હતો. તેમણે સંગીત, નૃત્ય, રંગભૂમિ, સાહિત્ય, સંગ્રહાલયો અને તહેવારોમાં દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા નવા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમને પ્રોત્સાહન આપવા નવા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર થયેલા હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો.

બંને નેતાઓએ કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય પર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે નશીલા દ્રવ્યો અને સાઇકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર દાણચોરીને અટકાવવા માટે પ્રસ્તુત એજન્સીઓ વચ્ચે જોડાણને મજબૂત કરવા તરફ દોરી જશે તથા સામાન્ય રીતે કસ્ટમનાં કાયદાનાં ઉલ્લંઘનોની તપાસ કરવા, અટકાવવા અને તેને દબાવી દેવા તેમજ શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ક્ષમતા નિર્માણની વહેંચણી કરશે. તેઓએ વિકલાંગતાના ક્ષેત્રમાં સહકાર પર કરાર પર હસ્તાક્ષર કરવા માટે બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને પણ આવકાર્યા હતા, જે વધુ માનવીય અને ન્યાયી સમાજમાં ફાળો આપશે જ્યાં કોઈ પણ પાછળ ન રહે. બંને નેતાઓએ તેમના અધિકારીઓને વહેલી તકે આ દસ્તાવેજો સમાપ્ત કરવા નિર્દેશ આપ્યો.

બંને નેતાઓએ પારસ્પરિક હિતની બાબતો પર નિયમિત આદાનપ્રદાન જાળવવાનાં મહત્ત્વ પર સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધને લાક્ષણિકતા આપતા સહકાર અને સમજણના જોડાણને પ્રોત્સાહન આપવા અને વિસ્તૃત કરવાની તકો પર નિર્માણ કરવાની તેમની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો.

રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે આ મુલાકાત દરમિયાન તેમને અને તેમના પ્રતિનિધિમંડળને ઉષ્માસભર ઉષ્મા અને આતિથ્ય-સત્કાર બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો તથા તેમને પારસ્પરિક અનુકૂળ સમયે ચિલીની સત્તાવાર મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”