મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુણોત્સવના આજના બીજા દિવસે પ્રાથમિક ક્ષિક્ષણની ગુણવત્તા સુધારવાના રાજ્ય સરકારના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જસાપર ગામની પ્રાથમિક શાળાની અણધારી મૂલાકાત લઇને શૈક્ષણિક કાર્યપ્રવૃત્તિનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું.

ગુણોત્સવના ત્રણેય દિવસના અભિયાન દરમિયાન સૌથી નબળી વર્ગીકૃત થયેલી પ્રાથમિક શાળામાં જઇને શિક્ષણ સુધારણાનો પ્રેરક ઉપક્રમ મુખ્યમંત્રીશ્રીએ હાથ ધર્યો છે.

જસાપરની કુમાર પ્રાથમિક શાળા ૧૧પ વર્ષ પહેલાં શરૂ થયેલી અને હાલ ધોરણ 1 થી ૭ માં ૩૧૮ વિઘાર્થીઓ અભ્યાસ કરે છે. ગામની કન્યાઓ માટેની પ્રાથમિક શાળામાં ધોરણ-૭ સુધીના વર્ગોમાં ર૦૮ કન્યાઓ ભણે છે અને બંને શાળાઓમાં કોમ્પ્યુટર, પીવાનું પાણી, વીજળી, સેનીટેશન, ગ્રંથાલય, કમ્પાઉન્ડ અને રમત-ગમતના મેદાનોની સુવિધા છે.

ત્રણ હજારથી વધુ વસતિ ધરાવતા જસાપરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે બપોર બાદ સીધા કુમારશાળામાં પહોંચ્યા હતા અને ગુણોત્સવની મૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે વર્ગખંડોમાં વિઘાર્થીઓના લેખન-વાંચન-ગણિતનું સહજભાવે પરીક્ષણ લઇને બાળમાનસને પ્રોત્સાહિત કર્યું હતું. વર્ગખંડની શૈક્ષણિક સુવિધા, શાળાનું વાતાવરણ અને શિક્ષણ સંલગ્ન ઇતર પ્રવૃત્તિઓમાં શિક્ષક પરિવારની સજ્જતા બાળવિકાસને પ્રેરિત કરે છે કે કેમ તેની તેમણે ચર્ચા કરી હતી.

ગુણોત્સવ દ્વારા બધી જ પ્રાથમિક શાળાઓ અને શિક્ષકોની ગુણવત્તાનું વર્ગીકરણ કરનારૂં આખા દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. ભૂતકાળમાં કોઇએ પ્રાથમિક શાળાના ભણતરની ચિન્તા કરી હોય કે ના કરી હોય મારે મન ગામનું પ્રત્યેક બાળક, ગરીબ પરિવારનું બાળક ભણે-ગણે અને કુપોષણથી મૂકત બને એની પ્રાથમિકતા છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ માટે બધી સગવડો આપી છે, ત્યારે વાલી-સમાજ પોતાના બાળકના વિકાસ પ્રત્યે ઉદાસિન રહે તે સ્થિતિ મંજૂર નથી. ગામ આખું શાળા અને શિક્ષક અંગે જાગૃત રહે તો શિક્ષણની ગુણવત્તા ઊંચી આવ્યા વગર રહેવાની નથી તેમ તેમણે જસાપરની ગ્રામસભામાં જણાવ્યું હતું.

બાળ વિકાસમાં શિક્ષક અને વાલી-સમાજની ઉદાસિનતા આવતી પેઢીનું ભાવિ રૂંધે છે તેનું પ્રેરક માર્ગદર્શન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાળકોમાં બચપણની મોજમસ્તી સાથે ઉમંગથી ભણતરમાં રૂચિ જાગે, રમત-ગમતમાં પરસેવો પાડે, બાળક કુપોષણથી મૂકત રહે તે માટે પૌષ્ટીક ભોજન, શાળા-આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ વાંચનાલય અને કોમ્પ્યુટરનું શિક્ષણ, યોગ અને પ્રાર્થના સ્વચ્છતાની ટેવો સહિતના બાળ વિકાસના પાસાઓમાં શિક્ષક અને વાલીઓ વચ્ચે જીવંત સંવાદ થવો જ જોઇએ તેવો આગ્રહ રાખ્યો હતો.

આ શાળાની શતાબ્દી ઉજવણી સને ૧૯૯૬માં હતી પરંતુ તે ચૂકી જઇને ગામમાં કોઇ પણ ઉત્સવ યોજાયો નહોતો અને દરવર્ષે શાળાનો વાર્ષિક દિવસ ઉજવવામાં ગ્રામસમાજ ઉદાસિન રહ્યો છે, તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી અને પોતાની પીડા વ્યકત કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Festive push: Auto retail sales up 32%

Media Coverage

Festive push: Auto retail sales up 32%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 નવેમ્બર 2024
November 07, 2024

#OneRankOnePension: PM Modi Ensuring Dignity of Soldiers

India’s Socio - Economic Resilience Soars under the leadership of PM Modi