સૂરત સિંધી સમાજની માહિતીસભર ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન

સુરતઃ તાઃ ૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને વિશ્વ સમક્ષ સામાજિક અર્થશાસ્ત્રનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડવા બદલ સિંધી સમાજની સરાહના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આજે સૂરત સિંધી સમાજ દ્વારા તૈયાર કરાયેલી માહિતીસભર સમાજ માર્ગદર્શિકા-ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું. તેમણે આ પ્રસંગે સિંધી સમાજની ઉઘમશીલતાને બિરદાવી હતી.

નવો વેપાર-ધંધો શરૂ કરનારને સ્વજનો અને શુભેચ્છકો દ્વારા વ્યાપારના સંચાલન અને વિકાસ માટે જરૂરી મૂડીના ગુપ્તદાનની પરંપરાનું સ્મરણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સિંધી સમાજે સામાજિક અર્થશાસ્ત્ર-સોશિયો ઇકોનોમીક્સનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરંપરા દ્વારા વિશ્વ સમક્ષ મૂક્યું છે. અગાઉ સિંધી સમાજ, સંતાનો વ્યાપારમાં જોતરવાને લાયક બને ત્યાં સુધી જ શિક્ષણ આપતો તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે આ સમાજના દીકરા-દીકરીઓ અતિ ઉચ્ચ શિક્ષણ મેળવી રહયાં છે ત્યારે ડિરેક્ટરીની રચનામાં ઇમેઇલ એડ્રેસના સમાવેશ જેવી આધુનિકતા અપનાવવની જરૂર છે. તેવી નૂકતેચી તેમણે કરી હતી. ઇતિહાસ કદી ભૂલાવો ન જોઇએ તેવા શબ્દો સાથે તેમણે કહયું હતું કે, સિંધી સમાજ ખૂબ જ વેદનાઓ વેઠીને સુસ્થાપિત થયો છે. એટલે સમાજની નવી પેઢી એ સંઘર્ષ ગાથાને યાદ રાખે તેવી શીખ પણ યુવા પેઢીને તેમણે આપી હતી.

સૂરત સિંધી સમાજના મોવડી શોભાલાલજીએ સાફો પહેરાવી અને ભગવાન ઝુલેલાલની પ્રતિમા અર્પણ કરીને, સમાજવતી મુખ્યમંત્રીશ્રીને સન્માનવાની સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રીમંડળના સદસ્યો સર્વશ્રી મંગુભાઇ પટેલ, નરોત્તમભાઇ પટેલ, રણજીતભાઇ ગીલીટવાળા, સાંસદ સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર રાજેન્દ્રભાઇ દેસાઇ, ઉપમેયર છાયાબેન ભુવા સહિત સૂરત સિંધી સમાજ અને પંચાયતના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયાં હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi’s Indonesia’s Prambanan Temple Visit Part Of His Mission To Revive Civilisational Heritage

Media Coverage

PM Modi’s Indonesia’s Prambanan Temple Visit Part Of His Mission To Revive Civilisational Heritage
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of determination and positive thinking
July 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that firm conviction, continuous effort and positive thinking are the true keys to success. He noted that the youth of the country, guided by these very qualities, are working with complete dedication towards the realization of a Viksit Bharat.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“अनिर्वेदः श्रियो मूलमनिर्वेदः परं सुखम्।
अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः॥”

The Subhashitam conveys that progress is founded on enthusiasm, firm faith and persistent effort. A person who continues striving toward their goal without giving in to discouragement ultimately achieves success. Therefore, one should keep working with unwavering faith and dedication, for these qualities lead a person toward progress, success and excellence in life.

The Prime Minister’s Office posted on X;

“दृढ़ विश्वास, सतत प्रयास और सकारात्मक सोच सफलता की असली कुंजी है। हमारे युवा साथी इन्हीं गुणों के साथ पूरे समर्पण भाव से विकसित भारत के निर्माण में जुटे हैं।

अनिर्वेदः श्रियो मूलमनिर्वेदः परं सुखम्।

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः॥”