સૂરત સિંધી સમાજની માહિતીસભર ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન
સુરતઃ તાઃ ૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને વિશ્વ સમક્ષ સામાજિક અર્થશાસ્ત્રનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડવા બદલ સિંધી સમાજની સરાહના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આજે સૂરત સિંધી સમાજ દ્વારા તૈયાર કરાયેલી માહિતીસભર સમાજ માર્ગદર્શિકા-ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું. તેમણે આ પ્રસંગે સિંધી સમાજની ઉઘમશીલતાને બિરદાવી હતી.



