શેર
 
Comments

આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં ટેકનોલોજી સમીટનું ઉદ્‌ઘાટન

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે આઇ.આઇ.ટી. ગાંધીનગર આયોજિત ટેકનોલોજી સમીટનું ઉદ્‌ઘાટન કરતાં આઇ.આઇ.ટી. ગાંધીનગર માટે આધુનિકતમ આંતરમાળખાકિય સુવિધા ધરાવતું વિશ્વનું ઉત્‍કૃષ્‍ટ ટેકનોલોજી શિક્ષણનું સંકુલ ગાંધીનગર નજીક પાલજ-વાસણ નજીક 440 એકર જમીન ઉપર બને તે માટે માત્ર એક રૂપિયાના પ્રતિક દરથી 99 વર્ષના લીઝ ઉપર જમીન આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ચાંદખેડામાં વિશ્વકર્મા ઇજનેરી કોલેજ પરિસરમાં આઇ.આઇ.ટી. ગાંધીનગર આયોજિત આ ટેકનોલોજી સમીટમાં મુખ્‍ય વિષય ‘‘ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર-માળખાકીય સુવિધા વિકાસ'' ઉપર મુખ્‍યમંત્રીશ્રીએ માળખાકીય સુવિધા વિકાસનું વ્‍યુહાત્‍મક વિકાસ વિઝન અપનાવવા ઉપર ભાર મુકયો હતો.

દક્ષિણ કોરિયાએ માળખાકીય સુવિધા વિકાસનું આવું જ વિઝન વિકસાવીને સમગ્રતયા આર્થિક વિકાસનો નવો કાયાકલ્‍પ કરી બતાવ્‍યો છે તેનું દ્રષ્‍ટાંત આપી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, પરંપરાગત વિજળી, રસ્‍તા અને પાણીની માળખાકીય સુવિધા ઉપરાંત આજે ભાવિ પેઢી નેકસ્‍ટ જનરેશન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરની જરૂરી એ સમયની માંગ છે. 21મી સદીની માનવ સંસ્‍કૃતિનો વિકાસ હવે ઓપ્‍ટીકલ ફાઇબર્સ નેટવર્ક અને કોમ્‍યુનિકેશન ટેકનોલોજી સાથે નવા મોડથી વિકસાવવાની છે એમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાતમાં 2001થી 2011 સુધીના છેલ્લા એક દશકમાં માળખાકીય સુવિધા વિકાસથી જીવનમાં ગુણાત્‍મક પરિવર્તનો આવ્‍યા છે તેનું દ્રષ્‍ટાંત આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દશ વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર ચાર ટકા ઘરોમાં નળથી પાણી મળતું હતું. આજે 74 ટકા ઘરોમાં પાઇપલાઇનથી નળનું પાણી મળે છે.

શહેરોની જેમ આજે બધા જ 18,000 ગામોમાં 24 કલાક થ્રી ફેઈજ અવિરત વીજળી મળે છે જેનાથી ગુજરાતમાં ગામડાં માંથી શહેરો તરફના સ્‍થળાંતરમાં 33 ટકા ઘટાડો થયો છે. મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, નેકસ્‍ટજેન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ટેકનોલોજીરૂપે ગુજરાતની બધી જ 13696 ગ્રામ પંચાયતોને ઇન્‍ટરનેટ બ્રોડ બેન્‍ડ કનેકટીવીટી મળે છે તેનાથી ગ્રામીણ જીવનમાં ઉર્ધ્‍વગામી પરિવર્તન આવ્‍યું છે. એ જ પ્રમાણે ગુજરાતમાં ઉત્તર દક્ષિણ માર્ગ પરિવહનના નેટવર્કને બદલે પૂર્વ-પヘમિ હોરીઝોન્‍ટલ સમુદ્ર કિનારાના બંદરબથી પૂર્વના આદિવાસી પટ્ટા સુધી સમૃધ્‍ધિનો વિસ્‍તાર થયો છે.

ગરીબ અને છેવાડાના પ્રદેશના માનવીમાં પણ આધુનિક વિકાસ અને સમૃધ્‍ધિમાં ભાગીદાર બનવાની તત્‍પરતા જાગી છે એમ તેમણે જણાવ્‍યું હતું. નેનો સીટી, ગીફ્રટ સીટી, એસ.આઇ.આર., સોલાર પાર્ક, કલ્‍પસર અને દિલ્‍હી મુંબઇ ઇન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર પ્રોજેકટથી રાજ્‍યમાં ટેકનોલોજી આધારિત ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્‍લાનીંગ અને વિઝનથી ગુજરાત વિશ્વ કક્ષાએ ન્‍યુ ડેવલપમેન્‍ટ મોડલના સપના સાકાર થઇ રહ્યા છે તેની રૂપરેખા પણ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપી હતી.

આ સમીટના પ્રારંભે આઇ.આઇ.ટી. ગાંધીનગર ના ડાયરેકટર શ્રી સુધીર જૈન, ઉચ્‍ચ શિક્ષણ કમિશનર શ્રી જે.પી ગુપ્‍તા, આઇ.આઇ.ટી. ગાંધીનગરના ફેકલ્‍ટી અફેર ઇનચાર્જ શ્રી જી.કે.શર્મા તથા પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India

Media Coverage

Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2021
May 11, 2021
શેર
 
Comments

PM Modi salutes hardwork of scientists and innovators on National Technology Day

Citizens praised Modi govt for handling economic situation well during pandemic