ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપક્રમે વન ડે રણજીટ્રોફી રનર્સ અપ વિજેતા ગુજરાત ટીમ
ગુજરાત અન્ડર૧૯ અને ટીમ ઇન્ડીયા ચેમ્પીઅનના ખેલાડીઓને ઇનામો એનાયત કરતા મુખ્યમંત્રીશ્રી
એકંદરે રૂા. રપ લાખથી અધિક ઇનામો સાથે બંને ટીમોને શુભેચ્છા પાઠવી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપક્રમે ભારતમાં પ્રથમવાર રણજીટ્રોફીઃ ર૦૧૦૧૧ ની વનડે ની ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધામાં રનર્સ અપ વિજેતા બનેલી ગુજરાતની રણજીટ્રોફી ટીમ અને અન્ડર૧૯ર૦૧૦૧૧ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમવાર ઇન્ડિયા ચેમ્પિઅન બનનારી ગુજરાત અન્ડર૧૯ ક્રિકેટ ટીમના ખેલાડીઓને આમંત્રીને આજે કુલ રૂા. રપ.૦૬ લાખના ઇનામોનું વિતરણ કર્યું હતું. આ બંને ટીમોની યશસ્વી સફળતાને ટીમ સ્પિરીટની સફળતા ગણાવી મુખ્યમંત્રીશ્રી જેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ છે, તેમણે ખેલાડીઓ, કેપ્ટન, મેનેજર અને કોચ સૌને આ યશસ્વી સિધ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રણજીટ્રોફી ટીમના ખેલાડીઓને એકંદરે રૂા. ૧૪.પ૬ લાખના ઇનામો અને ગુજરાત અન્ડર૧૯ ટીમને રૂા. ૧૦.પ૦ લાખના કુલ ઇનામો એનાયત કરી શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે ક્રિકેટનું આકર્ષણ અને તેના માધ્યમથી રમતગમત અને તેને સંલગન્ પ્રવૃત્તિઓમાં કારકિર્દી ઘડતરનો વિશાળ અવકાશ ઉભો થયેલો છે જે કૌશલ્ય ધરાવતા ખેલાડીઓ જ નહીં, રમતગમતના ક્ષેત્રે કારકિર્દીનું વિશાળ ક્ષેત્ર પણ ઉભૂ થયેલું છે.


