મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરના નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી દિલીપદાસજી મહારાજને સન્માન સહ ચાદરવિધિ કરતા શ્રધ્ધાસહ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરના સપ્તઙ્ગષિ સમા સાતેય બહ્મલિન મહંતોની ગાદી પરંપરાને નવનિયુકત આઠમા મહંત શ્રી દિલીપદાસજી મહારાજ આધ્યાત્મિક સેવા વિરાસત તરીકે વધુ કિર્તીવાન બનાવશે.
મંત શ્રી દિલીપદાસજી મહારાજના સન્માન ચાદરવિધિ સમારોહ આજે જગન્નાથ મંદિર પરિસરમાં વિશાળ ભાવિક ભકતજનોની ઉપસ્થિતિમાં દેશભરમાંથી ચાદર વિધિ સન્માન માટે આવેલ અગ્રગણ્ય સંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહંતોના આશીર્વાદથી સંપન્ન થયો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ચાદર વિધી સન્માન કરવામાં સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી.
જગન્નાથ મંદિરના ત્રણ ગાદીપતિઓના સાનિધ્ય અને આશીર્વાદનું સૌભાવ્ય શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળ્યું છે તેનો અંતઃકરણથી ઙ્ગણ સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ મંદરના ટ્રસ્ટી મંડળ અને સંતગણ તરફથી સન્માન પત્ર આપીને અભિવાદન કરવામાં આવ્યું તે પ્રસંગના આયોજનથી પોતે સંપુર્ણ અજાણ હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, આજનો અવસર તો માત્ર મહંતશ્રી દિલીપદાસજી મહારાજના ચાદરવિધિ સન્માનનો ગૌરવ પ્રસંગ છે.
ભગવાન જગન્નાથજીને ગરીબોના દેવતા ગણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂરી પછી જગન્નાથજીએ કર્ણાવતી-અમદાવાદને કેમ પસંદ કર્યું તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે અમદાવાદ શહેરનું નિર્માણ જ મીલમજદૂરો ગરીબ શ્રમજીવીઓએ કરેલું છે. જગન્નાથજી ભગવાન તો ગરીબોના બેલી છે અને તેથી જ તેમનો મહાપ્રસાદ ગરીબોને પ્રિય એવી ખિચડીનો રહ્યો છે.
જગન્નાથજી મંદિરના બ્રહમલીન સાતેય મહંતશ્રીઓને ભાવાંજલિ ભાવંજલિ અર્પતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે , જગન્નાથ મંદિર અને તેના મહંતશ્રીઓ અને ટ્રસ્ટીઓની સેવાની સુવાસ અને આશીર્વાદ સમગ્ર રાષ્ટ્ર, ગુજરાત અને સામાન્ય નાગરિકના જીવનમાં સુખસુવિધા લાવશે.
દેશમાં વરસાદ સારો થાય તો ભગવાન જગન્નાથજીના રથચક્રની જેમ સુખસુવિધાનુ અર્થચક્ર પણ સુચારૂ ગતિમાન રહે તેવા આશીર્વાદ જગન્નાથજી ભગવાનના સૌને મળે તેવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી. સંતગણને પણ આવા સુખના આશીર્વાદ ભાવિકભક્તોને આપવા મુખ્યમંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આ શહેર, આ રાજ્ય અને ભારતમાં સર્વત્ર શુભભાવના ફળદાયી બને અને અશુભને છોડી દઇને સૌ સુખ શાંતિનો અહેસાસ કરે તેવા સંતગણો પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી હરિદ્વારના જગદગુરૂ રામાનંદાચાર્ય, શ્રી હંસદેવાચાર્યજી મહારાજ અને અયોધ્યાના અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી જ્ઞાનદાસજી મહારાજે ભારતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા રાષ્ટ્ર પ્રસાશકનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે, આજે ભારતને એક અને અખંડિત રાખવા, વિકાસ અને સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટેના રાષ્ટ્રીય નેતૃત્વની બધી જ શકિત અને ક્ષમતા શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં જનતા જોઇ રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી પદે તેમને સૌ ઇચ્છે છે. માનવતાની શકિતઓ, સંસ્કૃતિ રક્ષા તથા આતંકવાદ માઓવાદ જેવા અધર્મી સંકટો સામે લડીને પરાસ્ત કરવાની ઇચ્છાશકિત ધરાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશનું નેતૃત્વ કરે તેવા સંતો મહંતો આશીર્વાદ આપે છે.
આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા શ્રી શકિતસિંહ ગોહિલે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવનિયુકત મહંત શ્રી દિલીપદાસજી મહારાજને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજી કે ધર્મસત્તાની શકિત જ સર્વાપરિ છે. ઙ્ગષીગણ વર્ય સંતો એવા આશીર્વાદ આપે જેમાં સહુનું કલ્યાણ થાય.
જગન્નાથજી મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝા અને મુખ્ય યજમાન શ્રી બાબુભાઇ દેસાઇએ ચાદરવિધિ સમારોહ અને નવનિયુકત મહંતશ્રીને શુભકામનાઓ આપવા માટે સંતો-મહંતો અને ભાવિકોની વિશાળ ઉપસ્થિતિને マદયપૂર્વક આવકારી હતી.
આ પ્રસંગે દેશભરમાંથી અગ્રગણ્ય સંતો તથા ભારતીય સંસ્કૃતિના ચાહક એવા અગ્રગણ્ય નેતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.