
ગુજરાત અને ભારતના વિકાસમાં ઉદીપક બનેલા વેપાર-ઉદ્યોગની પ્રતિબધ્ધ ભૂમિકાને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ યુવા ઉદ્યોગ સાહસિક અને પ્રતિભા ઞ્ઘ્ઘ્ત્ પુરસ્કાર શ્રી દિલીપ મોદી અને શ્રી ચેતન ભગતને એનાયત કર્યા હતા.
ગુજરાતની આ વિકાસયાત્રા એ અનેક અવરોધો અને અંતરાયોમાંથી પાર ઉતરીને પણ આજે ગુજરાતના વિકાસને જે ઊંચાઇ ઉપર મૂકાયો છે તેનું શ્રેય સરકારને નહીં પણ છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થને ફાળે જાય છે ત્યારે વેપાર-ઉદ્યોગ મહાજન પોતાની સીકસ્થ સેન્સ સમજીને સામાજિક દાયિત્વ માટે ‘‘મિશન મંગલમ્'' કઇ રીતે નારી સશકિતકરણ અને ગરીબી નિવારણમાં નવું બળ પૂરું પાડશે એની ભૂમિકા તેમણે આપી હતી.

ચૂંટણી જિતવા કે સરકારની સત્તા ભોગવવા સરકારી તિજોરી અને પ્રજાના નાણાંની ચેરીટી સ્વસ્થ આર્થિક વ્યવસ્થા માટેનો માર્ગ નથી અને લોકરંજક પગલાં એ દેશના અર્થતંત્રને કારી ખાનારી ઉધઇ છે. આની સામે કાળા નાણાંને ડામવા જંત્રીની વ્યવસ્થા સામે ઉહાપોહ કરવાની માનસિકતાની આકરી આલોચના કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મહાજનોએ તો સમાજની સ્વસ્થ પરંપરાને આગળ વધારવા ઉત્તમ પ્રેકટીસને પ્રોત્સાહિત કરવી જોઇએ. ખેડૂતોને નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા પારદિર્શતાના ધોરણે પ્રીમીયમની રકમ 50 ટકા ધટાડી દીધી એની પાછળ ખેડૂતોની સંપત્તિમાં કેટલો મોટો ફાયદો થશે તે સમજવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે જરૂરિયાત (Need) આધારિત (GRID)ની નવી પૂર્તિ છે. ભૂતકાળમા_ “Power માટેની GREED (સતા-ખુરશીનો લોભ) હતો હવે આ સરકાર GREED નું ઇન્ફક્રસ્ટ્રકચર નેટવર્ક ગેસગ્રીડ અને રિવરગ્રીડ, આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રીડરૂપે ઉભૂં કર્યું છેઙ્ઘ તેને સમજવા મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.
ગુજરાતના સામાન્ય માનવીની પીડા અને દર્દના નિવારણ માટે તેમણે વેપાર ઉદ્યોગ મહાજનને マદયસ્પર્શી અનુરોધ કરતાં જણાવ્યું કે ભેળસેળના કારણે સામાન્ય માનવીના અને પરિવારના સ્વાસ્થ્ય અને સમાજજીવન માટે કેવી સમસ્યા સર્જાય છે તેનું દર્દ આત્મસાત કરીને મહાજનોએ ભેળસેળના દૂષણ અને પાપને પરાસ્ત કરવાનું શકિતરૂપ સામર્થ્ય પૂરું પાડવાની જરૂર છે.
લોકશાહીમાં સ્વસ્થ તંદુરસ્ત વિચારભેદ સ્વીકાર્ય કેમ ના બને ? એવો પ્રશ્ન ઉઠાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સાર્વજનિક જીવન નવી રાજકીય અસ્પૃશ્યાતાથી દુષિત થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમની પ્રસંશા કોઇ કરે તો તેના ઉપર ‘ટોળકી' તૂટી પડવાની અને હું કોઇની પ્રસંશા કરું તો તેનું શુ કરશે ? એ પ્રશ્ન જાગે છે.
ગુજરાતમાં કોઇ ઉદ્યોગકાર વિકાસની ભાગીદારી માટે સમજૂતિના કરાર કરે તો તેની સામે આવકવેરાની નોટીસ અપાય એ આપણા લોકશાહી અર્થતંત્ર માટે નવો રોગચાળો બની રહે ત્યારે મહાજનોએ આ મંચ કોઇ હૂંસાતૂંસી કે મોટાઇનો નહીં પણ મહાજન પરંપરા ગુજરાતની સામાજિક સીસ્ટમમાં જીનેટીક છે અને લૂણો લાગે તો મહાજન પરંપરા એક આત્મિક ભાવ-મિજાજનું પ્રગટીકરણ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારે વહીવટમાં શુધ્ધિકરણ તેમજ પરીક્ષા ચોરી અને વીજળી ચોરી ડામવા હિંમતપૂર્વકના અભિયાનો કરીને પ્રદૂષિત સ્થિતિ બદલી શકાય છે તેની પ્રતીતિ કરાવી છે ત્યારે, વેપારી મહાજનો પણ દ્રઢતાપૂર્વક નેતૃત્વ પુરું પાડે તો ભેળસેળ જ નહીં, સાર્વજનિક જીવનમાં પ્રવર્તતા અનેક દૂષણો નિવારી શકાય તેવું વાતાવરણ ઉભૂં થશે.
વેપાર ઉદ્યોગ મહાજનોને ટેકનોક્રેટ યુવા ઉદ્યોગ સાહસિક અને ગ્રામ્ય નારીઓના સામર્થ્યને કેન્દ્ર સ્થાને રાખી પ્રોત્સાહન પૂરુ પાડે એવો પ્રેરક અનુરોધ તેમણે કર્યો હતો.
ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને બેસ્ટ નેશનલ એડમીનીસ્ટ્રેટર ગણાવીને જણાવ્યું હતું કે, મતના રાજકારણને બાજુએ રાખીને પ્રજાના હિત માટેના કડકમાં કડક નિર્ણયો લઇને ગુજરાતે દેશને વિકાસની નવી દિશા બતાવી છે. કોઇ પણ રાજ્યના વિકાસનો માપદંડ તેના વાર્ષિક બજેટની ફાળવણી પરથી જાણી શકાય. ગુજરાતનું ચાલુ વર્ષનું બજેટ કોઇપણ જાતનો ટેક્ષ નાંખ્યા વગર રૂા.37,152 કરોડ રાખવામાં આવ્યું છે જે સને 2002ના વર્ષ સુધી માત્ર રૂા.6000 કરોડથી પણ ઓછું રાખવામાં આવતું હતું.
કેન્દ્ર સરકારની ગુજરાત વિરોધી નીતિના કારણે ગુજરાતને ઘણું નુકશાન થઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને શ્રી સૌરભભાઇ પટેલ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે હમણાં જ કોલસાના ભાવ વધારવાની જાહેરાત કરી છે. એ ગ્રેડના કોલસાના હાલના રૂા.1610/-થી વધારે રૂા.4110/- ટનના કરવા માંગે છે અને બી ગ્રેડના કોલસાનો ભાવ રૂા.1500થી વધારીને રૂા.4000/- કરવાના છે. આટલો બધો ભાવ વધારો કયારેય કરાયો નથી. ગુજરાતને ઉદ્યોગ અને ડોમેસ્ટીક હેતુ માટે દેશી ગેસની માંગણીને અવગણીને કેન્દ્ર આયાતી ગેસ આપીને ગુજરાતને કરોડોનો બોજો આપી રહી છે. કેન્દ્રની આવી અનેક ગુજરાત વિરોધી પોલીસી હોવા છતાં, ગુજરાતે ખેડૂતો, ઉદ્યોગ અને સેવાક્ષેત્રના ઉમદા-પ્રોત્સાહક વિકાસના અનેક નિર્ણયો કરીને અનેક ક્ષેત્રોમાં વિકાસના નવા આયામો સિધ્ધ કર્યા છે. કૃષિ, ઉર્જા, પોર્ટ, ઉદ્યોગ, માળખાગત સુવિધાઓના અનેક ઉદાહરણો આપણી સામે છે. દેશના બંદરીય ક્ષેત્રના 1.5 ટકાના ગ્રોથની સામે ગુજરાતમાં 12 ટકાનો પોર્ટ ક્ષેત્રે વિકાસ થયો છે તેમ તેમણે કહ્યું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી ચિંતન પરીખે પ્રાસંગિક ઉદ્બોધનમાં મહાજનોને સમાજના પ્રતિબિંબ ગણાવી જણાવ્યું હતું કે, ભારત પર સમગ્ર વિશ્વની મીટ છે ત્યારે, મહાજનોએ આર્થિક વિકાસના ઉદ્દીપક બનવાનું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઉદ્યોગોના વિકાસ માટેનો રાજમાર્ગ બનાવી આપ્યો છે તેનો લાભ લઇ ઉદ્યોગના વિકાસની તક ઝડપી લેવાની છે.
ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ શ્રી મહેશ્વર શાહુએ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે સાધેલી હરણફાળની વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસના ગેટ વે ઓફ ઇન્ડિયા તરીકેની વિગતવાર રૂપરેખા આપી હતી.
ગુજરાત ઉદ્યોગ-વેપારમાં મહત્વનું પ્રદાન કરનારા ઉદ્યોગ પતિઓ સર્વ શ્રી કરશનભાઇ પટેલ, શશી રૂઇયા, રાજેશ અદાણી અને શ્રી સંજય લાલભાઇનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સર્વશ્રી દિલીપભાઇ મોદી અને શ્રી ચેતન ભગતને માન.મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે ઞ્ઘ્ઘ્ત્ ના યુવા પ્રતિભા પુરસ્કાર-2011થી સન્માનવામાં આવ્યા હતા.
GCCI યુથવિંગ બીઝનેશ આઇડીયા એવોર્ડ-2011ના વિજેતા યુવા આઇકોન શ્રી જતીન ચૌધરી, શ્રી તપસ્વી ખમાર અને શ્રી આકાશ બુમડીયાને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલના વરદ્હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું.
ગુજરાત વેપારી મહામંડળ દ્વારા યોજાયેલા આ ગુજરાત વેપાર-ઉદ્યોગ મહાસંમેલનમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, મહિલા ઉદ્યોગ સાહસિકો, વેપારી આલમના અગ્રણીઓ, GCCI ની વિવિધ પાંખના હોદ્દેદારો, પ્રાદેશિક વેપારી મંડળના આગેવાનો ,ઉદ્યોગ સાહસિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


