વિદેશના ૧પ ડેલીગેશનોએ મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાતમાં સહભાગીતા અંગે ફળદાયી બેઠકો કરી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે બપોર બાદ દેશવિદેશના ૧પ જેટલા બિઝનેસ ડેલીગેશનો સાથે વન ટુ વન બેઠકો યોજી હતી. અમેરિકા, ચીન, બ્રિટન, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુનાન, સ્પેન, રશિયા સહિતના દેશોમાંથી આવેલા આ ઉચ્ચ સ્તરીય ડેલીગેશનોના પદાધિકારીઓએ ગુજરાતના વૈશ્વિક વિકાસ અને આર્થિક પ્રગતિના પ્રભાવની ભરપૂર પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીની સાથે ફળદાયી પરામર્શ બેઠક કરનારા વિદેશી ડેલીગેશનો મુખ્યત્વે આ પ્રમાણે હતા.- યુનાઇટેડ સ્ટેટઇન્ડીયા બિઝનેસ કાઉન્સિલ ડેલીગેશન. (U.S.I.B.C)
- બ્રિટીશ હાઇકમિશ્નરના નેતૃત્વમાં બ્રિટનનું ડેલીગેશન.
- ઓસ્ટ્રેલિયા ઇન્ડીયા બીઝનેસ કાઉન્સિલ ડેલીગેશન. (A.I.B.C)
- કેનેડા ડેલીગેશન.
- જાપાન ડેલીગેશન.
- યુકે ડેલીગેશન.
- સ્પેન એમ્બેસેડરડેલીગેશન.
- અસ્ટ્રાખાનરશિયા ડેલીગેશન.
- યુનાનના ડેલીગેશનો.
- નોર્થઇસ્ટ સ્ટેટ્સના સભ્યોનું ડેલીગેશન.
- ચાઇના સ્ટીલ ડેલીગેશન.
- છત્તીસગઢનું ડેલીગેશન.
- CII નું રિજીઓનલ કાઉન્સિલ ડેલીગેશન.