મુખ્યામંત્રીશ્રીની ઉપસ્થિ તિમાં ૬૬મું સ્વાતંત્ર્ય પર્વઃ જૂનાગઢ
પૂર્વ સંધ્યાયએ સાંસ્કૃતિક પ્રસ્તુલતિનો અદભૂત નજારો ‘‘ગૌરવગઢ જૂનાગઢ’’
મુખ્યઢમંત્રીશ્રીના હસ્તે જિલ્લાસના ર૧ સેવાનિષ્ઠ પ્રતિભાસંપન્ન વ્યગકિત વિશેષોનું સન્માતન
નરેન્દ્ર ભાઇ મોદી
રાષ્ટ્રી યપર્વને વિકાસના ગૌરવવંતા પર્વ બનાવ્યા
રાજકીય સ્થિનરતાએ ગુજરાતના વિકાસને ગતિ આપી તેનું શ્રેય ગુજરાતની પ્રજાને છે
જૂનાગઢ જિલ્લાને રાજયકક્ષાની ઉજવણીની યાદ રૂપે રૂ. ત્રણ કરોડના વિશેષ અનુદાનની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ૬૬માં સ્વાતતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીની પુર્વ સંધ્યા્એ આજે જૂનાગઢમાં શાનદાર સાંસ્કૃમતિક પ્રસ્તુ્તિ-ગૌરવગઢ જૂનાગઢના સમારોહમાં જણાવ્યુજ કે ભારતમાં રાષ્ટ્રીંયપર્વોને વિકાસના પર્વ તરીકે ઉજવવાની નવી જ પરંપરા ગુજરાતે ઉભી કરી છે.

આ પ્રસંગે મુખ્યીમંત્રીશ્રીના હસ્તેર જૂનાગઢ જિલ્લા.ના વિવિધક્ષેત્રે પોતાના સેવાનિષ્ઠ કૌશલ્યયથી વિશિષ્ઠર સમાજ યોગદાન આપનારા ર૧ વ્યેકિતવિશેષોનું અભિવાદન કર્યુ હતુ અને જૂનાગઢ જિલ્લા ના વિવિધલક્ષી વિકાસની વિશેષતા ઉજાગર કરતા માહિતી વિભાગના ત્રણ પુસ્તકોના પ્રકાશનનું વિમોચન કર્યુ હતું.
રાજયકક્ષાના આઝાદીપર્વની ઉજવણીની સ્મૃતિને ચિરંજીવ બનાવવા મુખ્યકમંત્રીશ્રીએ જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ નગરપાલિકાના શહેરી વિકાસ અને ગ્રામ્યર જિલ્લામ પ્રત્યે કના વિકાસ માટે રૂ. એક-એક કરોડ એમ ત્રણ કરોડના વિશેષ ગ્રાન્ટની જાહેરાત કરી હતી. સાંસ્કૃ તિક પ્રસ્તુસતિમાં જિલ્લાડના જ કલાકારોએ જિલ્લાની ઇતિહાસ અસ્મિતતાની ઝલક રજૂ કરીને વિશાળ જનમેદનીના મન જીતી લીધા હતા. ઇતિહાસ બોધ અને ઇતિહાસને જીવંત રાખવાની નવી પરંપરા સાથે રાષ્ટ્રી ય પર્વોને પ્રાણવાન બનાવવા સાથે વિકાસનું પર્વ બને તેવી વણથંભી વિકાસયાત્રામાં આજથી સરકારે જૂનાગઢ જિલ્લામાં ગામેગામ વિકાસનો વાવટો ફરકાવ્યોક છે. વિકાસની ભાવિ પથરેખા અંકિત કરીને વિકાસની જ બધી જ સમસ્યાસનું સમાધાન કર્યુ છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
જિલ્લેક જિલ્લેર મેડિકલ કોલેજ કરવાની નેમમાં જૂનાગઢને નવી મેડીકલ કોલેજ મળવાની છે અને ગુજરાતના ગામડામાં વિકાસને ગતિ આપવા પંચાયતોને રૂ બે લાખને બદલે રૂ. પાંચ લાખના નાણાં વાપરવાના અધિકારો આપ્યા છે.
અછતના સંકટને આવકારનારાની ઇચ્છાં ફળીભૂત થવાની નથી અને ઇશ્વર પણ તેમની વ્હાઆરે નહીં પણ કસોટી કરીને ગુજરાત ઉપર વરસાદથી મહેર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યહકત કર્યો હતો.

જાપાનના સફળ પ્રવાસની ફળશ્રૃતિનો ઉલ્લેોખ કરતા મુખ્યીમંત્રીશ્રીએ જણાવ્યુંપ કે જાપાન અને ગુજરાતના વિકાસમાં નવી ઉંચાઇ પ્રાપ્તલ કરી છે. વિકાસની આ સફળતા પાછળ બાર વર્ષની રાજકીય સ્થિીરતા કારણભૂત છે. ગુજરાતની જનતાએ રાજનીતિથી સ્થિીરતા ના આપી હોત તો છાશવારે ખુરસી બચાવવાના ખેલમાં રાજયનો વિકાસ અટકી ગયો હોત તેથી રાજકીય સ્થિારતાનો યશ ગુજરાતની જનતાને ફાળે જાય છે. આઝાદી આપણને ૧૫મી ઓગસ્ટે ૧૯૪૭માં મળેલી ત્યાનરે જૂનાગઢને આઝાદી ઉજવવાનું સૌભાગ્ય નહોતું મળ્યું પરંતુ આવતીકાલની ૧૫મી ઓગસ્ટા જૂનાગઢ ઉજવવા રાજયકક્ષાનું યજમાન બન્યું છે.
સૌ કોઇને આવકારતા પ્રભારી મંત્રીશ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યુંય હતુ કે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢના વિકાસને નવી દિશા આપી છે તેમના સબળ નેતત્વ ના કારણે ગુજરાતને વિકાસ કવચ આપ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. તેમણે સ્મૃગતિચિહન આપી મુખ્યંમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
આ અવસરે રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યો સર્વશ્રી મહેન્દ્ર ભાઇ મશરૂ, વંદનાબેન મકવાણા, રાજશીભાઇ જોટવા, શ્રી પ્રવીણભાઇ માંકડીયા, મહેન્દ્ર સિંહ સરવૈયા, ભગવાનજીભાઇ કરગઢિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિવીબેન બારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માધાભાઇ બોરિચા, સંતશ્રી ભારતીબાપુ, શ્રી શેરનાબાપુ, મુખ્યા સચિવ્શ્રીસ એ.કે.જોતી, અગ્રસચિવ્શ્રી એસ.કે.નંદા, ડીજીપી શ્રી ચિતરંજન સીંગ, પ્રભારી સચિવશ્રી વિપુલ મિત્રા, સચિવશ્રી ભાગ્યે્શ ઝા, માહિતી કમિશ્ન્રશ્રી વી.થીરૂપુગલ, કલેકટરશ્રી મનીશ ભારદ્વાજ, મ્યુશનિસિપલ કમિશ્નર સુશ્રી વિપ્રા ભાલ, ડી.ડી.ઓશ્રી દિલીપ રાણા સહિત નગરજનો મોટી સંખ્યામમાં હાજર રહ્યા હતા.


