મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી, ર૦૧૦થી પ્રવર્તમાન મોંધવારી ભથ્થાના દરમાં આઠ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કર્મયોગીઓને આ ભથ્થું એપ્રિલ-ર૦૧૦થી રોકડમાં ચૂકવાશે તથા તા.૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-ર૦૧૦ સુધીની મોંધવારી ભથ્થા તફાવતની રકમ કર્મયોગીના સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હાલમાં મોંધવારી ભથ્થાનો દર ૨૭ ટકા છે તે વધીને ૩૫ ટકા તા. 1 જાન્યુઆરી - ર૦૧૦થી થશે. આજ ધોરણે રાજ્યના પેન્શનરોને અપાતા મોંધવારી ભથ્થાના હંગામી વધારાના માસિક દરમાં પણ આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કર્મચારીઓને મોંધવારી ભથ્થામાં આઠ ટકાના વધારાના આ નિર્ણયથી વાર્ષિક રૂા. ૬૮૭ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે આ ઉપરાંત પેન્શનરો માટેના મોંધવારી ભથ્થાના હંગામી દરમાં આઠ ટકાના વધારાથી વાર્ષિક રૂ. ૨૪૭ કરોડનો ખર્ચ પણ રાજ્ય સરકાર વહન કરશે.
આમ આ સ્તુત્ય નિર્ણયથી કુલ રૂ. ૯૩૪ કરોડનો લાભ રાજ્ય સરકારના ૪,૯૧,૦૦૦ કર્મયોગીઓ તથા ૩,રપ,૦૦૦ પેન્શનર્સ મળી સમગ્રતયા ૮,૧૬,૦૦૦ વર્તમાન અને નિવૃત્ત કર્મયોગીઓ મેળવશે.