કુદરતી આફતોનો ભોગ બનતા પરિવારોને અપાતી સહાયમાં ખૂબ ઉદાર બનીને વધારાની
સહાયજાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
પ્રવકતા મંત્રીશ્રીઓએ કુદરતી આપત્તિનો ભોગ બનતા આફતપીડિતોને મદદ કરવા માટેના વિવિધ પ્રકારના
નવા ઉદાત્ત સહાય ધોરણોની આપેલી વિગતો ......
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં કુદરતી આપત્તિઓના અસરગ્રસ્તો માટેના સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (લ્ઝ઼ય્જ્)માંથી અપાતી જુદી જુદી સહાયના મળવાપાત્ર ધોરણોની રકમમાં રાજ્ય સરકારના બજેટ અને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી વધારાની ઉદાત્ત સહાય આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કુદરતી આપત્તિનો ભોગ બનેલા માટે રાજ્ય સરકારની આ વધારાની સહાયના વિવિધ ધોરણોની વિગતવાર રૂપરેખા આપી હતી, જે મુખ્યત્વે આ પ્રમાણે છેઃ
- કુદરતી આપત્તિમાં થતા મૃત્યુ માટે હાલ રૂા. ૧.પ૦ લાખની મળવાપાત્ર સહાય વધારીને, મુખ્યમંત્રીશ્રીના રાહતનિધિમાંથી વધુ રૂા. પ૦,૦૦૦ ઉમેરીને રૂા. બે લાખ મૃત્યુ પામેલા આપત્તિગ્રસ્ત વ્યકિતના વારસને અપાશે.
- સંપૂર્ણ નાશ પામેલા કાચા આવાસ માટેની હાલની સહાયમાં રાજ્ય સરકાર રૂા. ૧પ,૦૦૦ની વધારાની સહાય કરશે.
- ગંભીર નુકશાન પામેલા પાકા મકાન માટે હાલની સહાયમાં રાજ્ય સરકારની રૂા. ૧૦,૦૦૦ની વધારાની સહાય.
- ગંભીર નુકશાન પામેલા કાચા મકાનો માટે હાલની સહાયમાં રાજ્ય સરકારની રૂા. ૭,પ૦૦ની વધારાની સહાય.
- આંશિક રીતે નુકશાન પામેલા કાચા તેમજ પાકા મકાનો માટે હાલની સહાયમાં રાજ્ય સરકારનો રૂા. ૬૦૦૦નો વધારો.
- નુકશાન પામેલાં ઝુંપડા માટેની હાલની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા રૂા. ૩,૦૦૦ની વધારાની સહાય.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે રાજ્યમાં કુદરતી આપત્તિનો ભોગ બનતા પરિવારોની પડખે આફતના સમયે આ સરકાર પૂરી સંવેદનાથી ઉભી રહીને સહાય કરવા અને આફતનો પ્રતિકાર કરવા પ્રતિબધ્ધ રહેશે.


