"MoU to open new LNG gateway in India, to make mutual relation with Gujarat stronger, wider and deeper: Hugo Swire"
"Presence of British Minister at MoU signing ceremony indicates the importance and intent to build relation with Gujarat: Narendra Modi"

હયુગો સ્વાંયર : ગુજરાત અને બ્રિટનના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત, વિસ્તૃત અને ગહન બનશે

બ્રિટનના વિદેશ મંત્રી શ્રીયુત હયુગો સ્વાનયર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની ઉપસ્થિ્તિ

જીએસપીસી અને બ્રિટીશ ગેસ કંપની વચ્ચે એલએનજી ખરીદ-વેચાણના લાંબાગાળાના કરાર સંપન્ન

ગુજરાત કલીન એનર્જી અને ગેસ બેઇઝ્‌ડ ઇકોનોમીમાં અગ્રેસર

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને બ્રિટનના વિદેશમંત્રી શ્રીયુત હયુગો સ્વા યર (Mr. HUGO SWIRE)ની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ગુજરાત સરકારના જાહેર સાહસ-ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) અને બ્રિટીશ ગેસ કંપની વચ્ચે , LNG લિકવીફાઇડ નેચરલ ગેસ-અંગે લાંબાગાળાના વેચાણ અને ખરીદીના કરાર સંપન્ન થયા હતા.

ગુજરાત અને બ્રિટન વચ્ચેં પરસ્પાર સહભાગીતાના વિસ્તૃત ફલક ઉપર વિકસી રહેલા સંબંધોના સંદર્ભમાં પેટ્રોલિયમ-એનર્જીના ક્ષેત્રમાં આજે થયેલા આ કરાર ઐતિહાસિક સીમાચિન્હ્ બની રહેશે એટલું જ નહીં, ગુજરાત અને બ્રિટન વચ્ચેના સંબંધો ‘ફાસ્ટ ટ્રેક’ ઉપર પહોંચી ગયા છે અને બંને વચ્ચે સહભાગીતાનું ફલક વિકસાવવામાં પ્રેરક બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત હયુગો સ્વાંયરને આ પ્રસંગે આવકારતા જણાવ્યું હતું.

બ્રિટનના ફોરેન અને કોમનવેલ્થસના મિનિસ્ટુર ઓફ સ્ટેીટ શ્રીયુત હયુગો સ્વાયરે ગુજરાત અને બ્રિટન વચ્ચે વિકસી રહેલા સંબંધોને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની તત્પારતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બ્રિટીશ વિદેશ મંત્રીશ્રી હયુગો સ્વાલયર અને બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત જેમ્સ બેવન(Mr. JAMES BEVAN)ના નેતૃત્વમાં આવેલા બ્રિટીશ ડેલીગેશનને હાર્દિક આવકાર આપતા બ્રિટન સાથેના ગુજરાતના સંબંધોને ચિરંજીવ ગણાવ્યા હતા. “આપણે પ્રગતિ, વિકાસ અને માનવજાતના કલ્યાંણ માટેની યાત્રાના સહયોગીઓ છીએ” એમ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી-ર૦૧૩માં સંપન્ન થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સીલ અને યુકે ટ્રેડ કમિશને પણ ભાગીદાર બનીને યોગદાન આપ્યું હતું તેનો ગૌરવસહ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રિટનમાં વસતા ગુજરાતી સહિતના ભારતીય પરિવારોએ પણ ગુજરાત અને બ્રિટન વચ્ચે સંબંધોનો સેતુ મજબૂત બનાવ્યો છે.

શ્રીયુત હયુગો સ્વાયર બ્રિટન અને ગુજરાત વચ્ચે‍ સહકાર અને સહયોગ માટે પ્રેરક બની રહયા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જી.એસ.પી.સી. અને બ્રિટીશ ગેસ વચ્ચેના કરારના આજના અવસરે ઉપસ્થિત રહીને શ્રીયુત સ્વાયરે પ્રતીતિ કરાવી છે કે બ્રિટન સરકાર ગુજરાત અને બ્રિટીશ સહભાગીતાને કેટલું મહત્વ આપે છે. ગુજરાત અને બ્રિટન વચ્ચેા સહકારના સંબંધો પ્રમોટ કરવાની આ તેમની પ્રતિબધ્ધ તા દર્શાવે છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું અને ગુજરાત તથા બ્રિટન વચ્ચે ઔદ્યોગિક વ્યાપારી સંબંધો અને રોકાણનું ફલક વધુ વિસ્તારશે એમ ઉમેર્યું હતું.

ગુજરાત ઊર્જા વિકાસ અને પેટ્રોલિયમ એનર્જી ઉદ્યોગના વિકાસ તથા આ ક્ષેત્રોના માનવ સંસાધન વિકાસ માટે ભારતનું ‘એનર્જી હબ’ બની રહયું છે તેની રૂપરેખા મુખ્મંત્રીશ્રીએ આપી હતી. 

દેશનું ત્રીજા ભાગનું સૌથી મોટું ગેસ પાઇપલાઇન નેટવર્ક અને LNG ઇમ્પોર્ટના ૮૦ ટકા કાર્ગો હેન્ડીલ કરતા બે LNG ટર્મિનલ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે કલાઇમેટ ચેંજના સંકટનો પ્રતિકાર કરવાને અગ્રીમ પ્રાધાન્ય આપેલું છે અને કલીન એનર્જી-તરીકે સોલાર એન્ડ્ વિન્ડે એનર્જીના ૬૦ ટકા ઉત્પાનદન ગુજરાત કરે છે. તાજેતરમાં જ ગુજરાતને ‘એનર્જી યુટિલીટી’ના ક્ષેત્રે બધા જ ચારે ચાર A-પ્લકસ રેઇટ કેન્દ્ર સરકારે આપ્યા છે. આજે ગુજરાત દેશના નેચરલ ગેસના કુલ વપરાશમાં એક-તૃતિયાંશ વપરાશ કરે છે અને એકલા ગુજરાતમાં ૧૧ લાખ ઘરવપરાશના ગેસ કનેકશનો તથા સાત લાખ ઉપરાંત વાહનો માટે સી.એન.જી. ગેસ પરિવહનનું વેચાણ થાય છે. ગુજરાતે ૧૬૦૦ કીલોમીટરના દરિયાકાંઠા ઉપર LNG ટર્મિનલ વિકસાવ્યા છે અને LNG ટર્મિનલ પોલીસી અમલમાં મૂકેલી છે. આજે ગુજરાત ભારતના અર્થતંત્રનું ચાલકબળ છે જેનું કારણ ગુજરાતની ગેસ બેઇઝ્‌ડ ઇકોનોમીની પ્રગતિશીલ નીતિઓ અને તેના પારદર્શી અમલીકરણમાં છે.

ગેસ-પેટ્રોલીયમ એનર્જી માટેના માનવ સંસાધન વિકાસ માટે ઉત્તમ શિક્ષણ આપતી પંડિત દીનદયાળ યુનિવર્સિટીનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકાર કલીન એનર્જી અને કલીન ફયુએલ દ્વારા ઓઇલ-ગેસ સેકટરને વિકસાવવા પ્રતિબધ્ધ છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જી.એસ.પી.સી. અને બ્રિટીશ ગેસ વચ્ચેના આ કરારને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આ બંને કંપનીઓની સહભાગીતા માત્ર ‘એનર્જી સિકયોરિટી’ના ક્ષેત્રમાં જ નહીં કલાઇમેટ ચેંજના પ્રભાવને નિયંત્રણમાં રાખવા અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં પહેલરૂપ બનશે.

બ્રિટન વિદેશ મંત્રીશ્રીએ તેમની ગુજરાતની આ પ્રથમ મૂલાકાતને ફળદાયી ગણાવતા જણાવ્યું કે જી.એસ.પી.સી.-બ્રિટીશ ગેસ વચ્ચે ની આ ભાગીદારી ભારત અને ગુજરાતના ગેસ-પેટ્રોલિયમ ક્ષેત્રના માંગ-પૂરવઠાની જરૂરિયાતોની પૂર્તિમાં ઉપકારક બનશે. LNG ગેસ પર્યાવરણની દ્રષ્ટિએ કલીન એનર્જીનો સોર્સ છે. અને ભારતના અર્થતંત્ર અને વિકાસ માટે તેનું મહત્વ્ ઘણું છે.

આ કરારના અવસરથી ગુજરાત અને બ્રિટન વચ્ચે ના પરસ્પરના સહયોગના સંબંધોમાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે અને બંને વચ્ચે માત્ર વ્યાપાર-વાણીજ્યના સંબંધો જ નહીં, ગુજરાત અને બ્રિટન વચ્ચેા બહુલક્ષી સંબંધો વિકસાવવાની તત્પરતા શ્રીયુત હયુગો સ્વાંયરે વ્યકત કરી હતી.

બ્રિટનના વિદેશ મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ યુનિવર્સિટીઓની પ્રસંશા કરતા જણાવ્યું કે બ્રિટનમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ સાંસ્કૃંતિક સંબંધો વિકસાવવામાં યોગદાન આપેલું છે. આ સંદર્ભમાં ગુજરાત અને ભારત સાથે બ્રિટનના સંબંધો વધુ મજબૂત, વિસ્તૃત અને ગહન ફલક ઉપર વિકસાવવાની તત્પરતા તેમણે વ્યેકત કરી હતી. ગુજરાત ભારતનું મહત્વનું રાજ્ય છે એમ જણાવી શ્રીયુત હયુગો સ્વાયરે ગુડ-ગવર્નન્સહ, રૂલ ઓફ-લો અને હયુમન રાઇટ્સ માં બ્રિટનની શ્રધ્ધાઆ વ્યાકત કરી હતી.

આ પ્રસંગે જી.એસ.પી.સી.ના મેનેજિંગ ડિરેકટરશ્રી તપન રે અને બ્રિટીશ ગેસના પ્રેસિડેન્ટર શાલિન શર્મા વચ્ચેભ એલ.એન.જી. સહભાગીતાના કરાર ઉપર સહી-સિકકા થયા હતા.

ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યના ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના અગ્રણીઓ પણ આ અવસરે ઉપસ્થિત હતા. મુખ્યસચિવશ્રી વરેશ સિન્હાએ સ્વાગત પ્રવચન અને ઊર્જાના અગ્ર સચિવશ્રી ડી. જે. પાંડિયને આભારદર્શન કર્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%

Media Coverage

India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 ડિસેમ્બર 2024
December 08, 2024

Appreciation for Cultural Pride and Progress: PM Modi Celebrating Heritage to Inspire Future Generations.