હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું.

ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ થઈ છે, જેમાં ઊર્જા, સુરક્ષા, વેપાર, રોકાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પ્રવાસન અને લોકો વચ્ચેનાં આદાન-પ્રદાનનાં ક્ષેત્રો સામેલ છે.

હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણ વહેંચવા આતુર છું. અમે શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્ર માટે સહાયક ભૂમિકા ભજવવા માંગીએ છીએ. આ મુલાકાતથી મને રશિયામાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયને મળવાની તક પણ મળશે.

ઓસ્ટ્રિયામાં મને રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન અને ચાન્સેલર કાર્લ નેહમરને મળવાની તક મળશે. ઓસ્ટ્રિયા એ અમારો અડગ અને વિશ્વસનીય ભાગીદાર છે અને અમે લોકશાહી અને બહુવચનવાદના આદર્શો વહેંચીએ છીએ. છેલ્લાં 40 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત છે. હું નવીનતા, પ્રૌદ્યોગિકી અને સ્થાયી વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં આપણી ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે મારી ચર્ચાઓ માટે આતુર છું. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથે સંયુક્તપણે હું પારસ્પરિક લાભદાયક વેપાર અને રોકાણની તકો ચકાસવા માટે બંને પક્ષોના વ્યાવસાયિક અગ્રણીઓ સાથે અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા આતુર છું. હું ઓસ્ટ્રિયામાં વસતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ, જેમને તેમની વ્યાવસાયિકતા અને આચરણ માટે ખૂબ જ માન આપવામાં આવે છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi's Brunei, Singapore Visits: A Shot In The Arm For India's Ties With ASEAN

Media Coverage

PM Modi's Brunei, Singapore Visits: A Shot In The Arm For India's Ties With ASEAN
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister, Shri Narendra Modi welcomes Crown Prince of Abu Dhabi
September 09, 2024
Two leaders held productive talks to Strengthen India-UAE Ties

The Prime Minister, Shri Narendra Modi today welcomed His Highness Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi in New Delhi. Both leaders held fruitful talks on wide range of issues.

Shri Modi lauded Sheikh Khaled’s passion to enhance the India-UAE friendship.

The Prime Minister posted on X;

“It was a delight to welcome HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi. We had fruitful talks on a wide range of issues. His passion towards strong India-UAE friendship is clearly visible.”