સતત બીજીવાર વિશ્વના ગ્લોબલ ટોપ-પ૦ ફ્રી ઝોન્સમાં દહેજ SEZ ને ગૌરવવંતુ સ્થાનઃ સૌરભભાઇ પટેલ

ઉઘોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતના ગણમાન્ય ઔઘોગિક ક્ષેત્ર-દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (DAHEJ SEZ)ને ફરી એકવાર ગ્લોબલ ફ્રી ઝોન્સના ટોપ-પ૦ વિશ્વના ફ્રી ઝોન્સમાં ગૌરવવંતુ સ્થાન આ વર્ષે પણ મળ્યું છે એમ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઉઘોગ રાજ્યમંત્રીશ્રીએ ગ્લોબલ ટોપ-પ૦ ફ્રી ઝોન્સના સર્વે અને દહેજ SEZની ગૌરવવંતી સિધ્ધિની રૂપરેખા આપતાં જણાવ્યું કે વિશ્વખ્યાત FDI મેગેઝિન દ્વારા વિશ્વના ૧ર૦ જેટલા દેશોના મળીને ૬૦૦થી વધુ Free Zonesનો આ સર્વે થયો હતો અને ન્યાયિક પેનલે ફ્રી ઝોન્સના ગુણવત્તાના બધા જ પેરામિટર્સને ધ્યાનમાં રાખી દહેજનો ટોપ-પ૦ ફ્રી ઝોન્સમાં સમાવેશ કર્યો છે. વિશ્વના ર૪ જેટલા દેશોમાં આ ટોપ-પ૦ ફ્રી ઝોન્સ આવેલા છે અને ભારતમાં એકમાત્ર દહેજ SEZને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.

શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીની આર્થિક અને ઔઘોગિક વિકાસની પારદર્શી નીતિઓ અને સુશાસનની પ્રતિબધ્ધતાના કારણે વિશ્વના ટોપ-રપ ફ્રી ઝોન્સની શ્રેણીમાં પણ આ અગાઉ હિન્દુસ્તાનના એકમાત્ર દહેજ-SEZને માન્યતા મળી હતી.

આ વર્ષે ર૦૧ર-૧૩ના વર્ષ માટે બીજા વિશ્વવ્યાપી આર્થિક ઝોન માટેના વિશ્વખ્યાત FDI મેગેઝીનના સર્વેમાં પણ ટોપ-પ૦ ફ્રી ઝોનમાં દહેજને ર૬મા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે જે ગુજરાતની ઔઘોગિક પ્રગતિની વૈશ્વિક શાખની આગવી ઓળખ છે.

દહેજ SEZ 1732 હેકટર વિસ્તારમાં મલ્ટી પ્રોડકટ SEZ તરીકે ગુજરાત સરકારના જીઆઇડીસી અને ભારત સરકારના ONGC વચ્ચેની સંયુકત ભાગીદારીથી વિકાસ થયો છે જેમાં ૬૮ એકમોને જમીનના પ્લોટ ફાળવેલા છે અને વાણીજ્યક ધોરણે ઉત્પાદન તથા નિકાસકર્તા એકમોએ રૂ. ૩પ૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરેલું છે. ધબકતા દહેજ SEZમાં હાલ ર૬,પ૦૦ લોકોને રોજગારી મળી રહી છે અને રૂ. ૮૬પ કરોડની નિકાસના લક્ષ્ય હાંસલ કરેલા છે એમ તેમણે જણાવ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ડિસેમ્બર 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond