આઝાદીના 65 કરતાં પણ વધારે વર્ષો પછી પણ અને દેશને વચન આપવા છતાં પણ ભારતમાં 1,25,000 થી વધારે ગામડા એવા છે જે પાકા રસ્તાઓ સાથે નથી જોડાએલા  

જ્યાં સુધી કોંગ્રેસ દ્વારા આખા દેશમાં 24 કલાક વીજળી પ્રદાન કરવાનો દાવો છે, કોંગ્રેસ શાસિત રાજ્યોના મહાનગરોમાં પણ અને ખાસ કરીને દિલ્હીને પણ નિયમિત રીતે વીજકાપની સમસ્યા સહન કરવી પડે છે.  

કોંગ્રેસે ગુજરાતમાં ગોચર ભૂમિની વહેંચણીમાં પણ જૂઠું બોલવાની આ રીત અપનાવી હતી.

તેઓ વધારે કેટલા નીચે ઊતરી શકે છે તે બતાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ શ્રીલંકાના પૂરપીડિતોની તસવીરોનો ઉપયોગ કર્યો અને દાવો કર્યો કે આ ગુજરાતના કુપોષિત બાળકો છે. 

કોંગ્રેસે આ દેશના લોકોને ભરમાવ્યા છે અને ખોટી માહિતી આપી છે અને આમ કરીને તેઓએ દેશની લોકશાહી વ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસની આંધીને હવા આપી છે.

તેનાથી વિપરિત શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સામાન્ય માનવીના મનમાં લોકશાહી વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ ઊભો કરવાનો નિરંતર પ્રયત્ન કરી રહી છે. 

 

કોંગ્રેસે 2009 ના સંકલ્પ પત્રમાં કરેલા મોટાભાગના વચનો પરિપૂર્ણ કર્યા નથી.  કોંગ્રેસે આ દેશના લોકોને ભ્રમિત કર્યા છે અને ખોટી માહિતી આપી છે અને આમ કરીને તેમણે દેશની અંદર લોકશાહી વ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસની ભાવનાઓમાં વધારો કર્યો છે.

કેન્દ્રિય સહાય-

કોંગ્રેસ પોતાના દ્વારા ફેલાવવામાં આવેલા અન્ય જૂઠાણાંઓની જેમ ગુજરાતમાં થયેલ વિકાસ માટે કેન્દ્રિય યોજનાઓ અંતર્ગત તેણે ગુજરાતને આર્થિક સહાય આપવાનું બણગું ફૂંકીને તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કરે છે. કેન્દ્રિય રાજકોષમાં ગુજરાતના યોગદાનને નજરઅંદાજ કરીને કોંગ્રેસ આ વાતનો ઢંઢેરો પીટે છે કે તેણે ગુજરાતને 6000 કરોડ રૂપિયા આપ્યા છે..!

નરેન્દ્ર મોદીને પોતાના વિશેષ અંદાજમાં કોંગ્રેસની પોલ ખોલતા જુઓ -

 

મોંઘવારી

સત્તામાં આવ્યા પછી કોંગ્રેસે વચન આપ્યું હતું કે 100 દિવસની અંદર મોંઘવારી ઉપર કાબુ મેળવી લેશે, પરંતુ, આજ સુધી, 1000 કરતાં વધારે દિવસ થયા છતાં મોંઘવારી બસ વધતી જ જાય છે. કોંગ્રેસ, કે જે દેશની પ્રતિષ્ઠા અને વિકાસ દરને વધારવામાં નિષ્ફળ રહી છે, કદાચ આ વાતનો સંતોષ માને છે કે ચલો કંઈ નહીં તો કશુંક તો વધારી શકી : જરૂરી ચીજોના ભાવ

 

પાયાની સુવિધાઓ

સત્તામાં આવ્યા પહેલા કોંગ્રેસે હિન્દુસ્તાનની જનતાને કેટલાક ઠાલાં વચનો આપ્યા હતા. તેણે દેશના દરેક ગામડાને પાકી સડકો સાથે જોડવાનું વચન આપ્યું હતું. તેણે એ પણ વચન આપ્યું હતું કે આખા દેશમાં 24 કલાક વીજળી મળશે.    

હકીકતમાં વાસ્તવિકતા કોંગ્રેસના વચનો કરતાં એકદમ વિપરિત છે. આજે પણ આઝાદીના 65 કરતાં પણ વધુ વર્ષો પછી પણ ભારતમાં 1,25,000 ગામડાઓ એવા છે જે સડકો સાથે જોડાયેલા નથી.

જ્યાં સુધી કોંગ્રેસ દ્વારા આખા દેશમાં 24 કલાક વીજળી આપવાના દાવાની વાત છે, કોંગ્રેસ શાસિત રાજ્યોના મહાનગરોમાં પણ, ખાસ કરીને દિલ્હીને પણ નિયમિત રૂપે વીજકાપની સમસ્યાનો સામનો કરવો પડે છે.   

કોંગ્રેસે બરાબર આ જ પ્રયુક્તિ અપનાવી હતી અને નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગોચર ભૂમિ સંપાદનમાં પણ જૂઠું કહેવામાં આવ્યું હતું. જો કે સત્ય સામે આવતાં કોંગ્રેસે લજ્જિત થઈને તેને બંધ કરી દીધી છે. કોંગ્રેસ સરકારે 1985-1990 સુધી જે જમીન આપી હતી તેમાં 93% ગોચર જમીન હતી. શ્રી મોદીના રાજમાં અગાઉના 11 વર્ષોમાં ફક્ત 4% ગોચર જમીન સંપાદન કરવામાં આવી હતી. 1980-90 ના કોંગ્રેસના શાસનમાં ગોચર ભૂમિ 3600 હેક્ટર સુધી ઘટી ગઈ હતી, અગાઉના 11 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં આખા ગુજરાતમાં 6800 હેક્ટર ગોચર જમીનમાં વધારો થયો છે.  

વધુ વાંચો : https://www.narendramodi.in/congress-lies-on-gauchar-land-nailed/

તેઓ આનાથી કેટલા વધુ નીચે ઊતરી શકે છે એ બતાવવા માટે કોંગ્રેસ પક્ષે શ્રીલંકાના પૂરપીડિતોની તસવીરોનો ઉપયોગ કર્યો અને તેને ગુજરાતના કુપોષણના શિકાર બાળકના રૂપે પ્રસ્તુત કરી.

તેમને કુપોષણ યુક્ત બાળક શોધવા માટે છેક શ્રીલંકા જવાની જરૂર નહોતી, તેઓ કોઈપણ કોંગ્રેસશાસિત પ્રદેશની તસવીરનો ઉપયોગ કરી શકતા હતા. 

કેન્દ્રમાં આટલા મોટા પ્રમાણમાં કૌભાંડોની સંખ્યા જોતાં એમ લાગે છે કે કોંગ્રેસ પાસે ગુજરાત વિશે જૂઠું બોલવા તેમ જ બદનામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. દરરોજ દિલ્હીથી ભ્રષ્ટાચારના કૌભાંડો સબંધિત વધારેને વધારે સમાચારો આવે છે અને એક પછી એક કોંગ્રેસી નેતાનો પર્દાફાશ થાય છે.

આજની પરિસ્થિતિઓને જોતાં, કોંગ્રેસનું 2009નું ચૂંટણી પ્રચાર વાક્ય, ‘આમ આદમી કે બઢતે કદમ, હર કદમ પર ભારત બુલંદ’ ને બદલીને ‘સિર્ફ કોંગ્રેસ કાર્યકર્તાઓ કે બઢતે કદમ, ભારત કે બદલે કોંગ્રેસ કા બેન્ક અકાઉન્ટ બના બુલંદ’ કરી શકાય એમ છે. 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security