પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે દરિયાઈ ક્ષેત્રના વ્યૂહાત્મક અને આર્થિક મહત્વને ઓળખીને ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા માટે રૂ. 69,725 કરોડના વ્યાપક પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવવા, લાંબા ગાળાના ધિરાણમાં સુધારો કરવા, ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ શિપયાર્ડ વિકાસને પ્રોત્સાહન આપવા, તકનીકી ક્ષમતાઓ અને કૌશલ્ય વધારવા અને મજબૂત દરિયાઈ માળખાગત સુવિધા બનાવવા માટે કાનૂની, કરવેરા અને નીતિગત સુધારાઓ અમલમાં મૂકવા માટે રચાયેલ ચાર-સ્તંભ અભિગમ રજૂ કરે છે.
આ પેકેજ હેઠળ, શિપબિલ્ડિંગ નાણાકીય સહાય યોજના (SBFAS) 31 માર્ચ 2036 સુધી લંબાવવામાં આવશે જેનો કુલ ભંડોળ રૂ. 24,736 કરોડ છે. આ યોજનાનો ઉદ્દેશ ભારતમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે અને તેમાં રૂ. 4,001 કરોડની ફાળવણી સાથે શિપબ્રેકિંગ ક્રેડિટ નોટનો સમાવેશ થાય છે. તમામ પહેલોના અમલીકરણની દેખરેખ માટે રાષ્ટ્રીય શિપબિલ્ડિંગ મિશનની પણ સ્થાપના કરવામાં આવશે.
આ ઉપરાંત, આ ક્ષેત્ર માટે લાંબા ગાળાના ધિરાણ પૂરા પાડવા માટે રૂ. 25,000 કરોડના ભંડોળ સાથે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ (MDF) ને મંજૂરી આપવામાં આવી છે. આમાં ભારત સરકારની 49% ભાગીદારી સાથે રૂ. 20,000 કરોડનું મેરીટાઇમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને દેવાના અસરકારક ખર્ચને ઘટાડવા અને પ્રોજેક્ટ બેંકિબિલિટી સુધારવા માટે રૂ. 5,000 કરોડનું વ્યાજ પ્રોત્સાહન ભંડોળ શામેલ છે. વધુમાં, રૂ. 19,989 કરોડના બજેટરી ખર્ચ સાથે શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS), સ્થાનિક શિપબિલ્ડિંગ ક્ષમતાને વાર્ષિક 4.5 મિલિયન ગ્રોસ ટનેજ સુધી વધારવા, મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટરોને ટેકો આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી હેઠળ ઇન્ડિયા શિપ ટેકનોલોજી સેન્ટર સ્થાપિત કરવા અને શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ્સ માટે વીમા સપોર્ટ સહિત જોખમ કવરેજ પૂરું પાડવાનો હેતુ છે.
એકંદર પેકેજ 4.5 મિલિયન ગ્રોસ ટનેજ શિપબિલ્ડિંગ ક્ષમતાને અનલૉક કરશે, લગભગ 30 લાખ નોકરીઓ ઉત્પન્ન કરશે અને ભારતના દરિયાઇ ક્ષેત્રમાં આશરે રૂ. 4.5 લાખ કરોડનું રોકાણ આકર્ષશે તેવી અપેક્ષા છે. આર્થિક અસર ઉપરાંત, આ પહેલ મહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને દરિયાઈ માર્ગોમાં સ્થિતિસ્થાપકતા લાવીને રાષ્ટ્રીય, ઊર્જા અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. તે ભારતની ભૂ-રાજકીય સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક સ્વ-નિર્ભરતાને પણ મજબૂત બનાવશે, આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારશે અને ભારતને વૈશ્વિક શિપિંગ અને જહાજ નિર્માણમાં સ્પર્ધાત્મક શક્તિ તરીકે સ્થાન આપશે.
ભારતનો લાંબો અને ભવ્ય દરિયાઈ ઇતિહાસ છે, જેમાં સદીઓથી ચાલતા વેપાર અને દરિયાઈ મુસાફરીએ ઉપખંડને વિશ્વ સાથે જોડ્યો છે. આજે, દરિયાઈ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનો કરોડરજ્જુ છે, જે રાષ્ટ્રના લગભગ 95% વેપારને વોલ્યુમ દ્વારા અને 70% મૂલ્ય દ્વારા ટેકો આપે છે. તેના મૂળમાં જહાજ નિર્માણ છે, જેને ઘણીવાર "મધર ઓફ હેવી એન્જીનયરિગ" તરીકે વર્ણવવામાં આવે છે, જે માત્ર રોજગાર અને રોકાણમાં નોંધપાત્ર ફાળો આપતું નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક સ્વતંત્રતા અને વેપાર અને ઊર્જા પુરવઠા શૃંખલાઓની સ્થિતિસ્થાપકતાને પણ વધારે છે.
In a transformative push for maritime self-reliance, the Cabinet approved a package to rejuvenate India’s shipbuilding and maritime sector. This historic move will unlock 4.5 million Gross Tonnage capacity, generate jobs, and attract investments. https://t.co/6ci5KaxNRu
— Narendra Modi (@narendramodi) September 24, 2025


