સુરત મહાનગર પાલિકા દ્વારા રૂ.૨૬૪ કરોડના નવનિર્મિત ત્રણ સાર્વજનિક જનસુખાકારીના વિકાસ પ્રોજેકટનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

શહેરી વિકાસ માટે ગુજરાતની સરકારે પહેલીવાર સુવિચારિત આયોજન કર્યું છે

શહેરી ગરીબોના આરોગ્ય સંભાળની ગુજરાતની યોજના દેશમાં મોડલ રૂપ

કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ પ્રોજેકટમાં રોડાં નાખ્યાં છેઃ ગુજરાતનો મિજાજ જોતાં ગુજરાત કેન્દ્રની ધાકધમકી સામે ઝુકવાનું નથી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના શહેરી વિકાસના પ્રોજેકટમાં કેન્દ્ર સરકાર નકારાત્મક માનસિકતા અને ઝેરી જૂઠાંણા કરીને જે રોડાં નાખી રહી છે તેની સામે ઉગ્ર વિરોધ વ્યકત કરતાં જણાવ્યું કે, અમે જનતાના દિલની વેદના વ્યકત કરીએ છીએ કારણ કે ગુજરાતને થતાં અન્યાય સામે ગુજરાત હવે ઝૂકવાનું નથી. કેન્દ્રની ધાક ધમકીઓને તાબે થવાનો ગુજરાતનો મિજાજ જ નથી.

કેન્દ્રની સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાના પાપોને છાવરવા ગુજરાત વિશે જુઠ્ઠાણાં ફેલાવાઇ રહ્યા છે એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત રૂા.૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ત્રણ સાર્વજનિક જનસુખાકારીના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું.

શહેરી માળખાકીય સુવિધા વિકાસના આ ત્રણેય પ્રોજેકટ ""સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'' અંતર્ગત તૈયાર થયા છે જેમાં તાપી નદી ઉપર કાપોદ્રા અને ઉતરાણને જોડતો રીવર બિ્રજ તેમજ કતારગામ ઝોનમાં સુરત મહાનગરમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની જનતા માટે રૂા.૫૦ કરોડની પાણી પુરવઠા યોજના તેમજ રૂા.૧૩૨ કરોડની ડ્રેનેજ યોજનાનો સમાવેશ થાય છે.

આ સરકારના સમયમાં ૨૫ કિ.મી.ના પરિધમાં વિકાસનું કોઇને કોઇ કામ દેખાશે તેવો વિશ્વાસ આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આટલા વિશાળ વિકાસ માટે રૂપિયા આવે છે કયાંથી ?  અમે પ્રજાના નાણાં ઉપર પંજો પડવા દીધો નથી, વિકાસમાં જ વાપર્યા છે.

આજના ત્રણેય કાર્યક્રમોનાં વિકાસ પ્રોજેકટમાં કેન્દ્રસ્થાને પાણી છે, અને ગુજરાતે જળ વ્યવસ્થાપનની સુઆયોજિત કાર્યરચના અપનાવી છે એનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આખા દેશમાં ભૂગર્ભ જળની સપાટી નીચે જઇ રહી છે ત્યારે એકલા ગુજરાતમાં જળ વ્યવસ્થાપનથી ભૂગર્ભ પાણીની સપાટી ૩ થી ૧૩ મીટર ઉંચે આવી છે.

ગુજરાતમાં દશ વર્ષ પહેલાં ૬૫૦૦ કરોડની મહેસુલી ખાઘ હતી આજે ગુજરાત મહેસુલી પુરાંત વાળું રાજ્ય બની ગયું છે. વિકાસ અને નાણાંકીય વ્યવસ્થાપન કઇ રીતે થાય તે ગુજરાત સરકારે પુરવાર કર્યું છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શહેરી વિકાસ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટેના ૭૫ ટકા જેટલાં રાષ્ટ્રિય એવોર્ડઝ ગુજરાતે જીતી લીધા છે અને હવે ટવીન સિટીના નિર્માણની કલ્પના સાકાર કરવાની દિશામાં આ સરકાર આગળ વધી રહી છે તેની રૂપરેખા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી જેમાં સુરત-નવસારી ટવીન સિટીનો પણ સમાવેશ થાય છે.

શહેરી ગરીબો માટે આરોગ્ય સંભાળની ગુજરાત સરકારની યોજના દેશ માટે મોડલરૂપ બની છે અને શિક્ષણ ક્ષેત્રે પણ આધુનિક કૌશલ્યની તાલીમના શિક્ષણને નવી ઉંચાઇ ઉપર લઇ જવામાં ગુજરાત સફળ થયું છે તેની વિગતો તેમણે આપી હતી.

૧૦૦ દિવસમાં મોંધવારી દૂર કરવાનું વચન આપનારી વડાપ્રધાન મનમોહનસિંહની સરકાર મોંધવારી ધટાડી શકી નથી પણ વધતી જ રહી છે. ગુજરાતના ગરીબો માટેનો ૩૦ ટકા કેરોસીનનો ક્વોટા કેન્દ્રએ ધટાડી નાખ્યો એવો સ્પષ્ટ આક્ષેપ તેમણે કર્યો હતો.

શહેરી વિકાસ અને પાણી પુરવઠા મંત્રી શ્રી નતિીનભાઇ પટેલે અપાર લોકચાહના પામેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતના નમુનેદાર શહેરી વિકાસ માટે રૂા.૬૦૦ કરોડની રકમ ફાળવી છે તેની માહિતી આપતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતના થઇ રહેલા વિકાસ પર સમગ્ર વિશ્વની મીટ મંડાઇ છે અને સુરત આવા વિકાસશીલ ગુજરાતનું ગૌરવ છે.

સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇએ પ્રારંભમાં સૌને આવકારતાં સુરત મહાનગર સેવા સદનની સેવાઓને વિસ્તૃત ફલક પર વિસ્તારી ૨૦૧૩ સુધીમાં શહેરમાં નવા સમાવાયેલા વિસ્તારોને પણ શતપ્રતિશત નાગરિક સેવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના મહાપાલિકાના આયોજનની વિગતો આપી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, મંગુભાઇ પટેલ, રણજીતભાઇ ગીલીટવાલા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મહાનગર સેવા સદનની વિવિધ સમિતિના પદાધિકારીઓ, નગરસેવકો તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology