ગુજરાતનીશાંતિ-એકતાઅનેભાઇચારાનાદુનિયાએકર્યાસદ્‍ભાવનાદર્શન

રાજ્યભરમાંમુખ્યમંત્રીશ્રીના૩૬સદ્‍ભાવનાઉપવાસતપનાસંકલ્પમાંસમાજશક્તિનોવિરાટસાક્ષાત્કાર

પ૦લાખકરતાવધુભાઇ-બહેનોસદ્‍ભાવનાઉપવાસકાર્યક્રમમાંભાગીદારબન્યા

દોઢલાખમહિલાઓસહિતસાડાચારલાખનાગરિકોએકર્યુંસ્વૈચ્છિકઉપવાસતપ

સદ્દભાવનાનીસુવાસગામે-ગામએકતાનુંજનઆંદોલન

ઉપવાસતપનાસંકલ્પમાંભાગીદારબનીનેસદ્‍ભાવનાનીશક્તિનોસાક્ષાત્કારકરાવનારાકરોડગુજરાતીઓનોઅંતઃકરણથીઆભારમાનતામુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશન અંતર્ગત કરેલા સંકલ્પરૂપે રાજ્યભરમાં ૩૬ ઉપવાસ તપ સંપન્ન કર્યા હતા.

૧૭મી સપ્ટેમ્બર-ર૦૧રના રોજ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસથી મુખ્યમંત્રીશ્રીએ સદભાવના મિશનનો સંકલ્પ શરૂ કરેલો અને દ્વારકાથી આઘશક્તિ પીઠ અંબાજી સુધી, રાજ્યના ર૬ જિલ્લા અને ૭ મહાનગરોમાં ઉપવાસ કર્યાં હતા.

સાત્વિક સદભાવના મિશનના ઉપવાસે એકતાનું જનઆંદોલન ઉભૂં કર્યું અને તેનો પ્રભાવ સમગ્ર સમાજશક્તિ ઉપર પડયો હતો.

  • દોઢ લાખ મહિલાઓ સહિત સાડા ચાર લાખ નાગરિકો સ્વૈચ્છિક ઉપવાસ તપમાં જોડાયા.
  • પ૦ લાખ કરતા વધુ ભાઇ-બહેનો સદભાવના કાર્યક્રમમાં ભાગીદાર બન્યા.
  • ૧પ લાખ નાગરિક ભાઇ-બહેનોએ મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
  • ગુજરાતના ૭પ ટકા પરિવારોના કોઇને કોઇ પ્રતિનિધિની સદભાવના કાર્યક્રમમાં હાજરી એ આ સદભાવનાને એકતાનું જન આંદોલન બનાવી દીધું હતું.
  • આ અભિયાનના કારણે યુવાનો-નાગરિકોને સદભાવનાની અનોખી પ્રેરણા જાગી હતી જેના કારણે રાજ્યભરના એક લાખ કરતા વધુ યુવાનો પગપાળા ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં જોડાયા હતા.
  • સદ્દભાવના ફેરી (પ્રભાતફેરી) હજારો ગામડામાં યોજાઇ. જેમાં જોડાઇને ૧૬ લાખ લોકોએ સદ્દભાવનાની સુવાસ ફેલાવી.
  • ૪૦ હજાર જેટલા તિથી ભોજનો સ્વેચ્છાએ ગ્રામજનોએ આપ્યા-૪ર લાખ જેટલા કુપોષણથી પીડાતા ગરીબ બાળકોને પૌષિક આહારનું પોષણ મળ્યું.
  • છ લાખ કીલો અનાજ લોકોએ ગરીબો માટે આપ્યું. હજારો કીલો ફળ-ફળાદી, સૂકા મેવાની ખાઘસામગ્રી, આંગણવાડીઓના ભૂલકાઓ માટે વહેંચાઇ.
  • ચાર કરોડ રૂપિયાના માતબર દાન-ભંડોળના ચેકો કન્યા કેળવણી માટે મળ્યા.
  • સેંકડો સેંકડો નાગરિકોએ સમાજના ભલા માટે અનેક અવનવા સંકલ્પો કર્યા.
  • સદ્દભાવના વિષયક ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ હજારોની સંખ્યામાં યોજાઇ. બધા મળીને દશ લાખ બાળકોમાં સદ્દભાવના વિષયક વિચારોની પ્રેરણા જાગી.

આ ઉપવાસ-તપના અભિયાનથી ગુજરાતે સદ્‍ભાવનાના નવા જ વિશ્વનું નિર્માણ કર્યું છે. ગુજરાતે સમાજશક્તિના વિરાટ સાક્ષાત્કારથી એકતા, શાંતિ અને ભાઇચારાની શક્તિથી સમગ્ર વિશ્વને પોતાનો આગવો પરિચય આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સદ્દભાવના ઉપવાસ તપ અભિયાનમાં ભાગીદાર બનીને સદભાવનાની શક્તિનો સાક્ષાત્કાર કરાવનારા છ કરોડ ગુજરાતીઓનો અંતઃકરણથી આભાર માન્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties

Media Coverage

'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 04 ઓગસ્ટ 2026
August 04, 2026

From Auto PLI to Ramsar Sites: How India is Winning on Every Front Under PM Modi