રાષ્ટ્રીય જુનિયર તરણ સ્પર્ધાનું રાજકોટમાં ઉદ્દધાટન કરતા મુખ્ય મંત્રીશ્રી

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર યોજાતી આ તરણ સ્પર્ધામાં ભારતના રપ રાજ્યો સહિત ર૭ ટીમોના પ૦૦ જેટલા બાળ તરવૈયાઓ ચાર દિવસની સ્વીમીંગ-ડાઇવીંગ કોમ્પીટીશનમાં ભાગ લઇ રહ્યા છે

ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમ વિકસાવાશેઃ મુખ્ય મંત્રીશ્રી

સમુદ્રકાંઠે તરણ સ્પર્ધામાં ગુજરાત અગ્રેસર

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ર૯મી રાષ્ટ્રીય જુનીયર તરણ સ્પર્ધાનું રાજકોટમાં ઉદ્દધાટન કરતાં ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમ (ખેલકૂદ પ્રવાસન)નો અગ્રીમ વિકાસ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

વિશ્વમાં ખેલ-પ્રવાસનનો ખૂબ વિશાળ અવકાશ છે અને તેથી ગુજરાતમાં રમતગમતની સ્પર્ધાના અવસરોને પ્રવાસન સાથે જોડવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યકત કરી હતી.

સમાજમાં સ્પોર્ટસમેન સ્પીરીટથી જ ખેલદિલીની ભાવના અને નવી ચેતના જાગે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થપાશે એવી તેમણે ભૂમિકા આપી હતી.

સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની શાખા ગુજરાત સ્ટેટ એકવાટીક એસોસિયેશન અને રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસિયેશનના ઉપક્રમે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અને ગુજરાતમાં રપ વર્ષ પછી રાષ્ટ્રકક્ષાની જૂનિયર લેવલ તરણ સ્પર્ધા યોજાઇ રહી છે. રાજકોટના સરદાર પટેલ સ્વીમીંગ પૂલમાં આજથી ચાર દિવસ માટેની આ તરણ સ્પર્ધામાં ૯ થી ૧ર વર્ષના સબ જૂનિયર કક્ષાના પ૦૦ બાળ તરવૈયાઓ ભાગ લઇ રહ્યા છે. ભારતના રપ રાજ્યો, રેલ્વે અને સેન્ટ્રલ સર્વિસ સ્પોર્ટસની ટીમો ભાગ લેવાની છે. ગુજરાતમાં રાજકોટના બે સહિત ૧૯ તરૂણ તરવૈયા બાળકો પોતાનું કૌશલ્ય બતાવશે.

ગુજરાતની ધરતી ઉપર ભારતભરના તરૂણ તરવૈયા સ્પર્ધકોને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આ વર્ષ સ્વામી વિવેકાનંદની દોઢસોમી જયંતિનું વર્ષ છે અને ગુજરાત તો તેને યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે અને આ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત યુવાનોની ખેલકૂદ સ્પર્ધાઓને પ્રાથમિકતા આપશે.

ગુજરાતના ૧૬૦૦ કિ.મી. સમુદ્રકાંઠે બીચ-સ્પોર્ટસ અને તરણ સ્પર્ધામાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સ્વીમીંગ અને સ્કેટીંગમાં ગુજરાતે એશિયામાં નામના મેળવી છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ શતરંજ (ચેસ)માં વિશ્વ રેકોર્ડ ગુજરાતે પ્રસ્થાપિત કર્યો છે તેની રૂપરેખા આપી હતી. ગુજરાતમાં ખેલકૂદ ક્ષેત્રે ખેલાડીઓની ઉત્તમ તાલીમ, સુવિધા અને રમતો માટેના માળખાકીય સુવિધા વિકાસને વિશાળ ફલક ઉપર વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી દિગંબર કામતે, ગુજરાતમાં આ તરણ સ્પર્ધા યોજવા બદલ હર્ષની લાગણી વ્યકત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન થઇ શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતમાં ઉભું થયું છે તેનો પણ આનંદ વ્યકત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે એથેલેટીકસ પછી સૌથી વધુ મેડલ તરણ સ્પર્ધામાં પ્રાપ્ત કર્યા છે.

કેન્દ્રીય ખાણ મંત્રી અને ગુજરાત રાજ્ય તરણ એસોસિયેશનના પ્રમુખ શ્રી દિનશા પટેલે સ્વાગત પ્રવચનમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસિયેશનના સહકારથી આજે યોજાયેલ આ સ્પર્ધા માટે રાજકોટમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થયું છે તે બદલ આનંદની લાગણી વ્યકત કરી અન્યના જીવનને બચાવી શકે તેવા તરણનું જીવનમાં પણ ઉંચુ મૂલ્ય હોવાનો મત વ્યકત કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંતરરાષ્ટ્રીય કક્ષાના સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગ પુલ ખાતે નાલ્કોના સહયોગથી યોજાયેલ ર૯મી સબ જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધાના સમારોહમાં નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા, રાજકોટના મેયર શ્રી જનકભાઈ કોટક, ધારાસભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રીમતી ભાનુબહેન બાબરીયા, નાયબ મેયર દીપાબેન ચીકાણી, પૂર્વ સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધનસુખભાઈ ભંડેરી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અજય ભાદુ, કલેકટરશ્રી ર્ડા. રાજેન્દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નલિન ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર શ્રી ગોર, નાયબ કલેકટર શ્રી પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત સ્ટેટ એકવાટીક એસોસિયેશનના માનદ મંત્રી શ્રી વિરેન્દ્ર નાણાવટી, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસિયેશનના પ્રમુખ શ્રી ઉમેશ રાજ્યગુરૂ તથા સ્પર્ધકો-વાલીઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates

Media Coverage

PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising that collective enthusiasm and actions prosper the nation
June 24, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising that the prosperity of the nation remains steadfast through collective dedication and endeavor. It is this very spirit that infuses society with new energy and paves the way to fulfill the resolutions of development.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

"यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता।

नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥"

The Prime Minister posted on X:

"सामूहिक समर्पण और पुरुषार्थ से राष्ट्र की समृद्धि अक्षुण्ण रहती है। यही भावना समाज को नई ऊर्जा देती है और विकास के संकल्पों को सिद्धि तक पहुंचाने का मार्ग प्रशस्त करती है।

यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता।

नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥"